VSSM facilitates allocation of Antyoday Ration Cards to 23 Nomadic families of Bhabhar block. |
The Nomadic Communities because they do not have a permeant address, do not being to any one revenue village, aren’t aware of their fundamental rights suffer lot at the hands of authorities and villagers. Their ignorance makes them victims of mafia individuals who prowl and make money on pretext of getting them various citizenry documents. They may be staying in a village for past 25 years but still most of them do not possess any evidence of their residency in that village, since most of them aren’t wanted in the village the villagers also are least bothered in supporting the cause.
When the 23 families received their ration cards Rangabhai Vadee a resident of Balodan settlement asked VSSM’s Naranbhai, “ So how much money do we have to pay to get this Antyoday Card??
"Not a single penny, this is your right and once you apply you should get it, but why would you ask so?” Naranbhai replied.
Rangabhai couldn’t believe this because he had spent thousands on getting a Voter ID card and than some more to get a ration card that too he received an APL ration card. Because of his ignorance and the lack of documents of proof made him an easy target. The presence of VSSM in nomadic settlements not only facilitates such process but also prevents families from being victims of such rackets…..
ભાભર તાલુકાના ૨૩ વિચરતા પરિવારોને vssmની મદદથી અંત્યોદય રેશનકાર્ડ મળ્યા..
આ દેશમાં જન્મ લેનાર તમામ વ્યક્તિને આ દેશના નાગરિક તરીકેના તમામ પુરાવા મેળવવાનો અધિકાર છે. સામાન્ય રીતે જે સ્થાઈ છે, જેમનું પોતાનું સરનામું છે એમને આ બધું મળવું મુશ્કેલ નથી. પણ વિચરતા પરિવારો કે જેમના પોતાના વસવાટના ઠેકાણા નથી એમના માટે આ બધું મેળવવું ખુબ કપરું છે. વર્ષોથી ગામમાં રહે છે પણ ગામના બીજા વ્યક્તિને મળતાં અધિકાર મેળવવા આ પરિવારો વલખાં મારે છે. બલોધણ ગામમાં રહેતાં રંગાભાઈવાદીએ મતદારકાર્ડ માટે ઘણા પૈસા ખર્ચ કર્યા પછી કાર્ડ મળ્યું. મૂળ તો વિચરતા હોવાના કારણે ગામના રહેવાસી છે એવો પુરાવો નહોતો એટલે પૈસા ખર્ચવાનું થયું. રેશનકાર્ડ માટે રૂ.૧૦૦૦ ઉપરાંતનો ખર્ચ કર્યો ત્યારે જતાં APL કાર્ડ મળ્યું. પણ એમના જ સમુદાયના ૭ પરિવારોને vssmની મદદથી મતદારકાર્ડ અને એ પછી અંત્યોદય રેશનકાર્ડ મળ્યા ત્યારે રંગાભાઈએ ‘આ કાર્ડ માટે કેટલા પૈસા આપવા પડે નારણભાઈ?’ (vssm ના કાર્યકર) એમ પૂછ્યું. નારણે કહ્યું, ‘એક રૂપિયો પણ નહિ આ તમારો અધિકાર છે અને તમને એ મળે જ’ પણ એમના માનવામાં આ આવતું નહોતું.
બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના બલોધણ, મેરા, કુવાળા ગામમાં રહેતાં વાદી, દેવીપૂજક, રાવળ, મીર, ગાડલિયા સમુદાયના ૨૩ પરિવારોને 16 એપ્રિલ ૨૦૧૫ના રોજ અંત્યોદય રેશનકાર્ડ મળ્યા. અંત્યોદય રેશનકાર્ડ માટે આપણે ત્રણ મહિના પહેલાં અરજી કરી હતી. ભાભર તાલુકાના નાયબ મામલતદાર શ્રી પ્રકાશભાઈ ચૌધરી ખુબ જ ભલા માણસ અને એમના કારણે જ આ પરિવારોને અંત્યોદય કાર્ડ મળી શક્યા.
દેશમાં વસતા તમામ વ્યક્તિઓની અન્નસુરક્ષા જળવાય એવી અભ્યર્થના સાથે ફોટોમાં અંત્યોદય રેશનકાર્ડ સાથે પરિવારો..
Here You can read the details about the all Government Documents.If you are looking for the online details about the Ration Card and Latest News.Then visit here.- https://rupeenomics.com/
ReplyDeleteEPDS AP
TNPDS
Ahara
Aahar Jharkhand
EPDS Telangan
food.raj.nic.in