Over the past many months VSSM has been making continuous efforts to get BPL ration cards for 92 nomadic families of Vijapur. Amongst them were 41 Dafer, 24 Marwari Devipujak, 11 Devipujak and 11 Saraniyaa families. The authorities have been cooperative but for some or other reasons the issuance kept getting delayed…
On 4th March 2015 during a meeting with the Additional District Collector we took up the issue for discussion. He instructed his team to issue cards to these families after conducting the required inspections of their living conditions. As a result of this, the process of visiting the families and taking their statements have begun. The Mamlatdar has notified to issue ration cards in coming week.
IN the picture revenue officer taking statements from the families...
વિજાપુરના ૯૨ પરિવારોને BPL રેશનકાર્ડ આપવાની કામગીરી શરુ થઇ..
વિજાપુરમાં રહેતાં વિચરતા – વિમુક્ત ૯૨ પરિવારોને (૪૧ ડફેર, ૨૪ મારવાડી દેવીપૂજક, 16 દેવીપૂજક, ૧૧ સરાણીયા) BPL રેશનકાર્ડ મળે એ માટે છેલ્લાં કેટલાય વખતથી આપણે રજૂઆત કરતા હતાં. આમ તો મામલતદાર શ્રી ટાંક સાહેબ ખુબ મદદ પણ કરે. પણ કોણ જાણે આ કામની ગતિ જ નહોતી આવતી.
તા.૪ માર્ચ ૨૦૧૫ના રોજ અધિક કલેકટર શ્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં ઉપરોક્ત મુદ્દે ચર્ચા થઈ અને કલેકટરશ્રીએ આ પરિવારોની પરિસ્થિતિ જોઇને કાર્ડ આપવાની સુચના આપી. જેના અનુસંધાને દરેક પરિવારની રૂબરૂ તપાસ થઇ ગઈ. હવે આ પરિવારોને મામલતદાર કચેરીમાં રૂબરૂ બોલાવી એમનું નિવેદન લેવાનું શરુ કર્યું છે. ફોટોમાં તલાટી સમક્ષ નિવેદન આપી રહેલાં વિચરતા પરિવારો..
આગામી અઠવાડિયે આ પરિવારોને BPL રેશનકાર્ડ ફાળવી દેવાની સુચના મામલતદાર શ્રીએ આપી દીધી છે.
No comments:
Post a Comment