Wednesday, August 06, 2014

Towards the end a new beginning….

No words can  describe the happiness brimming in their hearts, the joy beaming out on their faces, the cheer bursting in their laughter, their dance, the celebration… it was all so captivating. The day was on 2nd August when 56 nomadic families in Deesa celebrated the joy of owning a house. On 2nd August a house warming ceremony was performed and attended by community members, individuals who made the dream of owning a house for these families possible the well-wishers of VSSM, local authorities and others. 

It was also an occasion of many firsts. It was for the first time in generations that these families will go on to own and stay in a pucca house of their own, till now a home for them was a tarpaulin shade under the tree or in one spaces. It was the first time they were performing some religious rites. They were all so charged up and enthusiastic about the entire ceremony that a lot of them dressed up in new clothes and were looking their best. So drastic was the change in their appearance that even VSSM team members found difficult to recognise many of these family members  at the first glance. 

Since the families were performing the ‘yagna’ for the first time it was arranged to have individuals from Gayatri Parivar sit next to the families and explain  the meaning and importance of the ceremony they were performing. 

One of the couples  to go on and stay in the brand new homes are Santokba and Chandudada,  'not in our wildest dreams had we dreamt of owning and staying in our own house, nobody in our 71 generations has lived in a house like this. We are towards the end of our lives, but it is a pleasure to experience this new beginning,’ shares a beaming Chadukaka. We were apprehensive if it would be possible for this couple to sit through the 2 hour long  ceremony but we guess the excitement (as evident on their faces in the picture below) was so much that 2 hours weren’t difficult at all. 

We at VSSM are grateful to have the honour of being instrumental in bringing such joy and cheer in the lives of these families. 

We are thankful to Gayatri Shaktipith and respected Shri. Pragneshbhai Desai, also Shri Chauhansaheb who made this remarkable event a memorable one. 

જીવનના અંતિમ પડાવમાં જેની ઝંખના હતી(ઘર) એ પૂરી થઇ..

૫૬ વિચરતા પરિવારોની વહાલપની વસાહત ડીસામાં નિર્માણ પામી. તા.૨ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ આ પરિવારોએ પોતાના ઘરમાં ગાયત્રી વૈદિક હવનની પરંપરાથી ગૃહપ્રવેશ કર્યો. પહેલીવાર આ પ્રકારની વિધિમાં બેઠેલા વિચરતા સ્વજનોને શરૂઆતમાં જમણા હાથમાં જળ લેવાનું કહેવામાં આવ્યું, તો જમણો હાથ આગળ કરતા પણ વાર લાગી. હવનમાં બેઠેલા દરેક પાંચ પરિવારો સાથે ગાયત્રી પરિવારના બે કે ત્રણ પરિજન બેઠેલા, જે આ પરિવારોને વિધિ સમજાવતા.. ક્યારેક પરિજનને હાથ પકડીને શું કરવાનું છે એ પણ સમજાવવું પડતું. પણ એનો પણ આ પરિવારોને આનંદ હતો. 

જેમનો ગૃહપ્રવેશ થવાનો હતો એ પરિવારોમાંના મોટાભાગના સવારથી નવા કપડાં પહેરીને તૈયાર થઇ ગયેલા. કેટલાકે તો માથાના વાળને રંગ્યા (કાળો કલર) હતા. અમારા સ્વજન શ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈએ ફોન પર કહ્યું, ‘બેન આ તો કોઈ ઓળખાતા નથી’. આમ તો એમના ઘરે પ્રસંગ એટલે હર્ષ ઉલ્લાસ તો હોય જ. પણ એમના મુખ પરનો આ આનંદ નિહાળવાનો લાહવો મળ્યો એની ધન્યતા અનુભવીએ છીએ. વસાહતમાં આવનાર તમામ મહેમાનોનું ઢોલ-શરણાઈ સાથે સ્વાગત કર્યું અને સૌ ખૂબ નાચ્યા. એમાં ૭૦ વર્ષના સંતોકબા અને ૭૫ વર્ષના ચંદુદાદા પણ નાચ્યા, સૌએ vssmના કાર્યકરોના ઓવારણા લીધા અને ખુબ આશીર્વાદ આપ્યા. 

અમારું પોતાનું અને એ પણ પાકું ઘર હોય? એવી સતત શંકા સેવતા સંતોકબા અને ચંદુદાદાને ગૃહપ્રવેશ(હવન) વિધિમાં સળંગ બે કલાક બેસવાનું હતું. એ બેસી શકશે કે કેમ એની અમને શંકા હતી પણ એ ખુબ પ્રસન્ન ચિતે બેઠા જે ફોટોમાં જોઈ શકાય છે... પોતાની ૭૧ પેઢીમાં એ પહેલા છે જે પોતાના પાકા ઘરમાં રેહવા જશે. જીવનના અંતિમ પડાવમાં જેની ઝંખના હતી(ઘર) એ પૂરી થઇ છે જેનો સંતોષ એમના ચેહરા પર જોઈ શકાય છે..  

ગાયત્રી શક્તિપીઠ ડીસા અને આદરણીય શ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈ, શ્રી ચૌહાણ સાહેબ જેમણે આ અદભુત ક્ષણને પવિત્ર અને યાદગાર ઘડી બનાવી એ માટે એમના આભારી છીએ..


No comments:

Post a Comment