Tuesday, August 05, 2014

This is the case of ‘to settle or not to settle!!!

The instance narrated here is one of the many cases which reflects the bureaucratic web and unwillingness of authorities to do what is right for the marginalised nomadic communities. To understand this story better one needs to understand the wandering patterns of the nomads.  What are ‘monsoon settlement’ of the nomadic families. Since ages  monsoon is the season when most of the nomadic communities stop wandering and become stationed for a 4 months and this pattern of wandering is followed till date.

32 Devipujak families have been living right behind the Mamlatdar’s office in Vijapur town of Mehsana district. The place has been their monsoon settlement for years.  One fine night they were made to evict the place by the town authorities. Later, on the place came up the mamlatdar’s office. As it is illegal to force families vacate their homes in  middle of the night  we filed a case  against the authorities. In 2010 some of these families were allotted residential land behind the newly constructed Mamlatdar’s  office. At that time 16 of these 32 families did not have any proofs of residing in Vijapur therefore they were asked to make applications only after acquired the needed documents. Subsequently the process of procuring the necessary documents was initiated. 

In the meantime there was a resolution by the Government of Gujarat to allot land to the nomadic families who desired to settle down. VSSM played a pivotal  in getting this resolution amended. On the basis of this amendment the 16 families from nomadic communities were allotted plots as well.  After we acquired the necessary documents like  ration card, voter ID card, income and caste certificates fresh applications were made for the remaining 12 families, but the district collector rejected the applications. The reason citied by the collector was : the resolution on the basis of which some families have been allotted residential plots is only valid for those nomadic families who lead a nomadic life, where these 12 Devipujak families are leading a settled life hence they cannot be allotted plots. On the contrary he issued an order to evict these families who according to him have encroached upon government land!!!!

How absurd is such interpretation of a government notification by a senior bureaucrat. On one hand the families are required to furnish documents that require families to settle down. These communities who wander have no proof of belonging to a particular village, hence they cannot get plot. To get such valid documents they need to settle (under a tarpaulin) for some time and if they settle they don’t get a plot since they have settled ….. how weird is such an interpretation.

There is another ruling by the court which does not allow any forceful eviction of people during the months of monsoon. So there was another breach of law in this case. 

On 28th July we met the district collector and gave our arguments and the laws that have been broken by the authorities themselves in this case to which he had no answers. He just told us that he will look into the matter……….

ગુજરાતીમાં અનુવાદ..

મહેસાણા જીલ્લાના વિજાપુરમાં મામલતદાર કચેરીની પાછળ ૩૨ દેવીપૂજક પરિવારો રહે છે. આ પરિવારો જે જગ્યા પર ચોમાસું પસાર કરતા તે જગ્યા સરકારે ખાલી કરાવી અને ત્યાં મામલતદાર કચેરી બનાવી. આ પરિવારોને અડધી રાતે જે રીતે જગ્યા ખાલી કરવી હતી તે યોગ્ય નહોતું એટલે આપણે કોર્ટમાં કેસ કર્યો.(વર્ષ ૨૦૧૦માં) કોર્ટના આદેશ પ્રમાણે આ પરિવારોને મામલતદાર કચેરી પાછળ કાયમી રહેણાંક અર્થે જગ્યા ફળવાઈ. પણ એ વખતે ૧૬ પરિવારો પાસે વિજાપુરમાં વસતા હોવાના આધારો હતા એટલે એમને પ્લોટ ફળવાયા અને બાકીના ૧૨ પરિવારો જેમની પાસે ત્યાં રેહતા હોવાના આધારો નહોતા એમને ડોક્યુમેન્ટ આવે પછી અરજી કરવા કહેવામાં આવ્યું. અમે ૧૨ પરિવારના ડોક્યુમેન્ટ માટે પ્રયત્ન શરુ કર્યા. 
રાજ્ય સરકારે વિચરતી જાતિમાંના જેઓ સ્થાઈ થવા ઈચ્છે છે તેમને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાનો ઠરાવ કર્યો છે. આ ઠરાવમાં સુધારા કરાવવામાં vssmની ભૂમિકા ખૂબ મહત્વની રહી. આ ઠરાવ પ્રમાણે જ ૧૬ પરિવારોને પ્લોટ ફળવાયા હતા. બાકીના ૧૨ પરિવારોના ડોક્યુમેન્ટ જેવા કે મતદારકાર્ડ, રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા વગેરે ભેગું કરીને અમે ફરી એમની દરખાસ્ત કરી, તો કલેકટરશ્રીએ આ દરખાસ્ત ના મંજૂર કરી. એમણે ના મંજૂરી પાછળનું કારણ આપ્યું કે, ‘વિચરતી જાતિને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાના ઠરાવ મુજબ, “જે પરિવારો વિચરતું જીવન જીવે છે અને સ્થાઈ થવા ઈચ્છે છે એમને જ પ્લોટ આપી શકાય.” જયારે ૧૨ દેવીપૂજક પરિવારો તો વિજાપુરમાં સ્થાઈ રહે છે એટલે એમને પ્લોટ આપી શકાય નહિ.’ ઉલટાનું એ સરકારી જગ્યામાં દબાણ કરીને રહે છે એટલે દબાણ ખાલી કરાવો એવો આદેશ આપ્યો.


અધિકારીઓનું આ અર્થઘટન કેટલું વાહિયાત છે. એકબાજુ ડોક્યુમેન્ટ માંગવામાં આવે! જે માટે એમને કોઈ જગ્યાએ સ્થાઈ રહેવું પડે. ગાડામાં, ગધેડાં કે ઊંટ પર પોતાનો સમાન લઈને વિચરણ કરતા પરિવાર જેની પાસે કોઈ ગામમાં રહેતા હોવાના આધારો નથી, તો આધારો નથી એટલે પ્લોટ ના મળે અને આધારો મેળવવા એ કોઈ જગ્યા- જ્યાં એને કાયમી રેહવું ગમે, એ પોતે વિચરણ કરે તે દરમ્યાન પોતાના પરિવારને મુકીને જવું ગમે એવા ગામમાં પ્લોટની માંગણી કરે તો એ સ્થાઈ થઇ ગયા? એટલે એમને પ્લોટ ના મળે!
સીધી રીતે પ્લોટ નથી આપવા એવું ના કહે, પણ આવા કારણો દર્શાવી આ પરિવારોના મનોબળને તોડી નાખે.

વળી ચોમાસામાં કોઈ પણ પરિવારને તે કોઈ પણ સરકારી જગ્યા પર દબાણ કરીને રહેતા હોય તો પણ તેમને જગ્યા ખાલી કરવાનો આદેશ ના કરી શકાય એવા કોર્ટના આદેશનું પણ ઉપરોક્ત કેસમાં ઉલ્લંઘન થયું છે. 

તા.૨૮/૦૭/૧૪ના રોજ અમે કલેકટર શ્રીને ઉપરોક્ત બાબતો સંદર્ભે મળ્યા અને રજૂઆત કરી કે, ‘તમે આ પરિવારો દબાણ કરીને રહે છે એ જગ્યા ખાલી કરાવો એવો આદેશ આપ્યો છે જે આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવા બાબતે કોર્ટે કરેલા આદેશનું ઉલ્લંઘન છે. સાથે સાથે આ પરિવારો તમે કહો છો, એમ દબાણ કરીને સ્થાઈ થઇ ગયા છે અને આ દબાણ તમે ખાલી કરવો છો જો એ ખાલી કરે છે, તો એ ફરી રઝળતા – વિચરતા થઇ જાય. તો એ પછી આ પરિવારો ઉપરોક્ત ઠરાવ અને તમારા અર્થઘટન પ્રમાણે વિચરતા થઇ ગયા એટલે એ  પ્લોટની માંગણી કરી શકશે.. આ કેવું?’
એમની પાસે આપણી રજૂઆતનો કોઈ જવાબ નહોતો એમણે કહ્યું, ‘હું આખી વિગત જોવડાવી લઉં છું...’ 

ફોટોમાં જે ૧૬ પરિવારોના ઘર બંધાયાં છે તે અને એની સામે જ જે ૧૨ પરિવારોના પ્લોટની માંગણી કરી છે તે જોઈ શકાય છે.


No comments:

Post a Comment