Monday, February 03, 2025

VSSM helps destitute elderly like Chamankaka with ration and also builts home for him...

Mittal Patel meets Chamankaka in his new home

Chaman Kaka, who was struggling with hard breathing, had finally found peace in his own home. In his youth, Kaka used to clear mango orchards and, during the mango season, worked as a farm laborer. But now, old age had come. Now, nothing could be done about the past.

At that moment, when I had to leave from my village, I remembered Chaman Kaka, and we arrived at his house in Aajol. My daughter was with me. Kaka was very happy to see both of us. He thought for a moment about what to give my daughter, then walked around the house and courtyard. Finally, he came back with a small pot and said, "Take this. For your daughter."

"What is this?"

"Peanuts."

"You keep it, Kaka, and you enjoy it."

But Kaka insisted and, in the end, fetched a small sack, filled it with peanuts, and then found peace.

Chaman Kaka’s old age passes peacefully. To ensure that no one suffers from loneliness or deprivation, we provide ration support to him every month. This brings him comfort. He cooks for himself.

His house, which was in a dilapidated state, was repaired with the help of our friend Shri Dr. Aleem Adatia  Bhai. Kaka says, "Now, I don't have to worry about thatched roofs. And with my two hands, I can comfortably live by singing the praises of God."

This relief reaches the heart of Chaman Kaka. Hearing this, the efforts we have made seem worthwhile.

There are about 600 such elderly destitute who are helpless. We provide ration to them every month. You can also participate in such service activities. If you become a caretaker for any elderly, we can reach even more people in need.

સખત શ્વાસ ચડતા ચમનકાકાને નિરાંત પોતાનું પાક્કુ ઘર થયાની હતી. જુવાનીમાં કાકા આંબાની વાડી ઉઘેડ રાખતા, કેરીની સિઝન પતે

પછી ખેતમજૂરી કરતા. પણ હવે ઘડપણ આવ્યું. હવે આમાનું કશું થાય નહીં.

હમણાં એમના ગામ બાજુથી નીકળવાનું થયું ને ચમનકાકા યાદ આવ્યા ને અમે આજોલમાં આવેલા એમના ઘરે પહોંચ્યા. મારી સાથે મારી

દીકરી પણ હતી. કાકા અમને બેયન જોઈને રાજી રાજી. દીકરીને શું આપું એમ વિચારી એ ઘરમાં ને ઓશરીમાં આંટા માર્યા કરે. આખરે એક

કોથળી લઈને આવ્યા ને કહે, ‘આને લઈ જાવ. આ ભાણીબા માટે.’

‘શું છે?’

‘ફોફા(મગફળી)’

‘તમે રાખો, તમે ખાજો કાકા’

પણ કાકા માને શાના છેવટે એક નાનકડુ ઝબલુ મંગાવી એમાં મગફળી લીધી પછી કાકાને નિરાંત થઈ.

ચમનકાકાનું ઘડપણ નિરાંતે પસાર થાય, કોઈની ઓશિયાળી વેઠવી ન પડે માટે અમે દર મહિને રાશન આપીએ. કાકાને એનાથી

હાશ છે. એ જાતે રસોઈ બનાવી લે છે.

ઘર જર્જરીત હતું તે અમારા અલીમભાઈની મદદથી એ બંધાયું. કાકા કહે, ‘હવે છાપરુ હોચ કરવાની રોમાયણ નહીં. ને બે ટંક

ભગવોનનો ભજતો ભજતો રૃપાળુ હાથેથી રોધીન ખવું સુ ન આરામ કરુ સુ..’

ચમનકાકાના હૃદયને પહોંચેલી આ ટાઢક. આ સાંભળીને કરેલા કાર્યો લેખે લાગ્યાનું લાગે.

આવા 600 બા દાદાઓ જેઓ નિરાધાર છે એમને અમે દર મહિને રાશન આપીએ. તમે પણ આવા સેવાકાર્યોમાં સહભાગી થઈ

શકો. કોઈ બા કે દાદાના તમે પાલક થાવ તો આપણે આવા જરૃરિયાતવાળા વધારે લોકો સુધી પહોંચી શકીએ.

#mittalpatel #vssm #gandhinagar #HumanRights #unconditional #love

Chamakaka gives peanuts to Mittal Patel 

Chamankaka was happy to see Mittal Patel at his new home

Mittal Patel along with her daughter visits Chamankaka



No comments:

Post a Comment