Mittal Patel with all elders and prominent villagers during plantation drive in Fornna village |
There is no right time to commit a mistake as there is no wrong time to correct a mistake.
Mistakes can be corrected even during the "Shradh" & "Adhikmas" periods though they are considered inauspicious. Every person in his lifetime falters either knowingly or unknowingly.
Humanity as a whole has committed a big blunder by devastating the environment. Nature in its various forms gives us so many positive things without any discrimination whatsoever. What have we given to the Nature in return? Though not competent enough to talk about all the lovely things that the Nature has given us, I will definitely talk about trees. I have said this many times before. Tree is a home of various living beings. It provides shelter to them. Yet we mercilessly cut the trees. It unselfishly provides us shade & many other benefits.
When we buy a new home, we celebrate by a housewarming ceremony. We along with our friends & relatives pray for a healthy life in the new home. If we can do this for our home then why not for a tree. Tree is a home to so many. With this thought when we plant a tree , we also worship the tree.
Fornna Village in Banaskantha is very conscious of taking care of the environment. The villagers there are nature lovers. There was a possibility of planting trees in the cowshed of the village. When our Ashwinbhai Chowdhary & our colleague Shri Naranbhai talked to the local villagers of Fornna about this, they readily agreed when they came to know that VSSM is involved. They asked no questions and handed over all the papers for completing the formalities. In fact they volunteered to help in whatever manner they could.
What lovely awareness. All elders & prominent villagers remained present during the tree plantation & worship. If all villages become as much conscious as Fornna, the whole earth can become green. No doubt about it. Respected Shri Vikrambhai Mehta, Sonakbhai of Mahendra Brothers Exports Pvt Ltd helped us in this work. We are thankful to them.
We wish that more people join us in this wonderful mission of making the earth green with trees. We assure that we will in full strength continue to work hard & support in this noble task. This is our promise to our mother earth.
ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી,
પણ થયેલી ભૂલને સુધારા માટે કોઈ પણ સમય ખરાબ નથી.
ભૂલોને સુધારવાનું શ્રાદ્ધમાં કે અધિકમાસમાંય થઈ શકે. ત્યાં કોઈ અશુભ નડતું નથી. દરેક વ્યક્તિ એના જીવનમાં ક્યાંકને ક્યાંક નાની મોટી ભૂલો જાણતા અજાણતા કરી દે.. પણ સમગ્ર માનવજાતે ભેગા થઈને બહુ મોટી ભૂલ પ્રકૃતિની અવહેલના કરીને કરી છે.
પ્રકૃતિના અનેક પ્રતિકો છે જે આપણે ભરપુર ચીજો નાતજાતના ભેદ વગર આપે.. ત્યારે આપણે એમને શું આપ્યું એ પ્રશ્ન છે.
જો કે પ્રકૃતિના બધા રૃપોની વાત કરવાનું અમારુ ગજુ નહીં. પણ વૃક્ષોની વાત ચોક્કસ કરીશ. અલબત અનેક વખત કરી પણ છે. અસંખ્ય જીવોનું એ ઘર. વળી સૌને પોતાના ત્યાં આશરો આપે. આપણે એને કાપીએ છતાં આપણને છાંયડો ને સાથે અનેક ચીજો આપે.
આપણે નવું ઘર લઈએ ત્યારે એના ગૃહપ્રવેશનો સરસ કાર્યક્રમ કરીએ. પૂજન કરીને માટલી મુકીએ અને નવા ઘરમાં સૌની સુખાકારી માટે આપણે ને આપણી સાથે આપણા સ્વજનો પણ પ્રાર્થના કરે.
ઘર માટે આ બધુ તો વૃક્ષ પણ કેટલા બધા જીવોનું ઘર. તેનું સરસ સ્થાપન કેમ નહીં? બસ આ વિચાર સાથે અમે પુજન કરીને વૃક્ષોનું સ્થાપન કરીએ.
બનાસકાંઠાનું ફોરણાગામ એકદમ જાગૃત અને પ્રકૃતિ પ્રેમી ગામ. ગામની ગૌશાળાની જમીન પર વૃક્ષો વાવી શકાય એવું હતું. અમારા અશ્વિનભાઈ ચૌઘરી અને કાર્યકર નારણભાઈએ જ્યારે ફોરણામાં આ અંગે વાત કરી અને ગામલોકોને જ્યારે ખ્યાલ આવ્યો કે આ કાર્ય VSSM કરે છે એમણે કોઈ જ પ્રશ્ન પુછ્યા વગર જરૃરી કાગળ આપી દીધા ને અમારે શું કરવાનું એ કહેજો એવું કહ્યું.
કેવી સરસ જાગૃતિ. ગામના આગેવાનો વૃક્ષપુજનના દિવસે ખાસ હાજર રહ્યા. દરેક ગામ પ્રકૃતિ માટે આવું જાગૃત થઈ જાય તો મા ઘરા હરિયાળી થઈ જાય એ નક્કી.
ફોરણામાં વૃક્ષો ઉછરે એ માટે જરૃરી તમામ મદદ આદરણીય વિક્રમભાઈ મહેતા, મીલનભાઈ, સોનકભાઈ - મહેન્દ્ર બ્રઘર્સ એક્સપોર્ટ પ્રા.લી. થકી કરવામાં આવી.
તેમના અમે ઘણા આભારી છીએ.
પ્રકૃિતના આ કાર્યમાં સૌ સાથે આવે એવી પ્રાર્થના. ને ફોરણામાં વાવેલા વૃક્ષો સરસ ઉછરે એ માટે કુદરતને મહેર કરવાની અરજ. સાથે મહેનતમાં અમે ક્યાંય પાછા નહીં રહીએ એવું કુદરતને વચન પણ...
#MittalPatel #vssm #gujarat #bnaskantha #forana #treeplantation🌱 #driveplanting
Mittal Patel plants tree saplings at Forrna tree plantation site |
Mittal Patel with others during Tree worship ceremony |
Mittal Patel discusess tree plantation with the villagers of Forrna village |
No comments:
Post a Comment