Mittal Patel discusses tree plantation with the villagers of Nani Pavad village |
"We never had thought or imagined that there would be celebrations in Cemetery. Today we had celebrations and also had snacks in the cemetery. The mindset & beliefs of people is fast changing."
So said the Village head (sarpanch) of Nani Pavad village of Banaskantha.
In this village of Nani Pavad we planted & worshipped trees like we worship God. Normally we have a small ceremony & we worship God when we move into a new home. We invite our well-wishers and worship God & then enter our new home. Why not worship the tree ? Today the tree is a sapling but will soon grow big and will be a home to so many living things . It is a living God. The villagers of Nani Pavad village prayed together and planted the saplings.
65 families and many others from the village came with all the items needed for worship and planted the sapling & worshipped it. Even the ladies of the village came to the cemetery for the first time. They realised that there is nothing to be afraid of. It was necessary that they realise that there is nothing to fear.
The villagers contributed towards the cost of cleaning up the land for planting the trees. They also provided the water connection. Rest all we did. In this mission , Respected Shri Dharminbhai Patel helped us. His feelings towards the trees is special and he remained present on the occasion. We are thankful to him for the same.
The sound of "Long Live the Trees" reverberated in the entire cemetery. While we were leaving, every one said that they will ensure that the saplings will grow into trees. If every village feels like this the earth will become beautifully green Our associates Naranbhai, Maheshbhai, Hareshbhai, Jayeshbhai helped us in identifying the place. In this support of Shri Ashwinbhai Chowdhary gave us strength. Let's Pray for the good of all.
'મશાણમાં માંડવા બંધાય એ ક્યારેય કલ્પ્યું નહોતું. પણ આજે સ્મશાનમાં માંડવો બંધાયો અને અહીંયા લોકોએ નાસ્તો પણ કર્યો. સ્મશાનની માન્યતાઓ બદલાઈ રહી છે બેન...'
બનાસકાંઠાના નાની પાવડ ગામના સરપંચ શ્રીએ આ કહ્યું.
નાની પાવડમાં અમે વૃક્ષદેવનું પૂજન કરીને સ્થાપન કર્યું. સામાન્ય રીતે આપણે નવું ઘર બાંધીયે તો એનું વાસ્તુ લેતા હોઈએ છીએ. આપણે સ્નેહીજનોને બોલાવીએ અને પૂજન સાથે ગૃહપ્રવેશ કરીએ. ત્યારે બાલતરુ આજે નાનકડુ છે પણ એ કાલે એ મોટુ થશે તો એના પર પણ અસંખ્ય જીવો રહેવાના. તો એનું પૂજન કેમ નહીં? વળી વૃક્ષ એ જીવતો જાગતો દેવ. બસ એટલે નાની પાવડના લોકો સાથે મળી વૃક્ષોનું પૂજન કરીને સ્થાપન કર્યું.
65 દંપતી તેમજ ગામના કેટલાય વ્યક્તિઓ પૂજન માટે પોતાના ઘરેથી થાળી, પૂજાપો લઈને આવ્યા અને પૂજન કરી વૃક્ષ વાવ્યું.
બહેનો પહેલીવાર સ્મશાનમાં આવ્યા હતા. બધાએ કહ્યું અહીંયા તો કશી બીક જેવું નથી.. બસ આ બીક ભાંગે એ પણ અગત્યનું.
ગામલોકોએ ફાળો કરીને જગ્યાની સફાઈ કરી. પાણીનું કનેક્શન પણ આપ્યું. બાકીનું અમે કર્યું. અમને આ કાર્ય માટે આદરણીય ધર્મીનભાઈ પટેલે મદદ કરી. તેમની લાગણી વૃક્ષો માટે ઘણી એ પોતે પણ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. તેમની લાગણી માટે આભારી છીએ.
વૃક્ષ નારાયણ દેવની જયના નારાથી આખુ સ્મશાન ગાજી ઊઠ્યું. અમે જ્યારે ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે સૌએ કહ્યું, 'તમે જોજો બેન અમે આ માથે લીધું છે તો ઉછેરીને જ બતાવીશું.' દરેક ગામની આવી લાગણી થઈ જાય તો ધરતી મા હરિયાળી થઈ જાય એ નક્કી..
અમારા કાર્યકરો નારણભાઈ, મહેશભાઈ, રત્નાભાઈ, હરેશભાઈ, જયેશભાઈની પણ જગ્યાઓ શોધવામાં મહેતન ઘણી. એમાં અશ્વિનભાઈ ચૌઘરીનું પણ બળ મળ્યું.
સૌનું શુભથાવોની શુભભાવના...
#MittalPatel #vssm #TreePlantation #bnaskantha #gujarat #jangal #જંગલ
Respected Shri Dharminbhai Patel helped us for planting the trees |
The Village head meets Shri Dharminbhai Patel at Nani Pavad Tree Plantation site |
The villagers gathered in the cemetery of Nani Pavad village |
Mittal Patel and others plants tree saplings |
65 families and many others from the village came with all the items needed for worship and planted the sapling & worshipped it. |
Ladies of the village at Nani Pavad tree plantation site |
Mittal Patel celebrates with the ladies of the village who came to the cemetery for the first time. |
Mittal Patel along with the villagers of Nani Pavad village prayed together and planted the saplings. |
No comments:
Post a Comment