News article about penalty to Gujarat Government |
Gujarat Government penalised ?
For inappropriate arrangement of underground.water management systems, the Central Ground Water Authority has levied a penalty of Rs 12.32 crores on Gujarat Government. Was it because the government did not follow the rules in a disciplined manner ? It can also mean that Gujarat Government is solely responsible for the underground water mismanagement. No doubt it is the duty of the government to lay down strict rules for the usage of underground water. At the same time what are the duties of people at large?
Instead of greed for 3 harvests , farmers will have to settle for 2 harvests.
Government will have to take greater care in equitable distribution & supply of water.
The dams have been built on Narmada & Gharoi reservoirs. Further a network of canals & pipelines have been created to store water in small lakes. However, in this arrangement we are still lacking as the water is not always available in these small lakes.
In the report by Ground Water Resources India , a central government agency, it is mentioned that Banaskantha, Patan & Mehsana Districts have made indiscriminate use of underground water. The situation has turned precarious. The Government is worried. Through various schemes like "Sujalam & Sufalam" it is attempting to raise the levels of underground water. It is important to have a social audit done to ensure that rules are followed properly. The water as a resource is so valuable that we cannot afford to waste a single drop of water.
Alongwith the government, people also have to be worried. Government will not be able to do everything. We are very much aware of our rights. We force the government to enforce our rights but when it comes to our duties we remain ignorant. It is important that we are conscious of our duties. This is not an issue for debate. It is an issue which is most closely connected to our existence & well being. When we go to a place where there is no water, we realise its importance. To retain the prosperity that we got because of borewells, we will have to constantly remind ourselves of our role irrespective of whether the government thinks about it or not. After reading the news of the Government being penalised, we at VSSM have become more resolved of our role in water management. What will you resolve ??
ગુજરાત સરકારને દંડ?
ભૂગર્ભજળના અયોગ્ય વ્યવસ્થાપનને લઈને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરેટીએ ગુજરાત સરકારેને 12.32 કરોડનો દંડ ફટકાર્યો. સરકાર નિતીમાં કડકાઈ ન દાખવી શકી એટલે આ દંડ?સવાલ આ પરિસ્થિતિ માટે ફક્ત સરકાર જ જવાબદાર એવો પણ થાય.
સરકારની ફરજ ભૂગર્ભજળને અમાપ રીતે ઉલેચવાની સામે કડક નિતીનિયમો બનાવવાની તો છે જ પણ સાથે સાથે પ્રજા તરીકે આપણી ફરજ શું?
ક્યાંક ત્રણ પાકની લાલસાને મુકીને બે પાક લેવા પર આવવાનું આપણે કરવું પડશે. જ્યારે સરકાર પણ પાણીની યોગ્ય વહેંચણી કરવા ઘણી કોશીશ કરે છતાં ક્યાંક આ કોશીશમાં હજુ વધારો કરવાની પણ જરૃર.
નર્મદા, ધરોઈ વગેરે જળાશયો પર ડેમ બંધાયા અને તેમાંથી કેનાલો, પાઈપોનું જાળુ વિકસાવ્યું એ જાળામાંથી તળાવો, નાના જળાશયોમાં પાણી ભરાય તેવી વ્યવસ્થા ગોઠવી પણ સતત પાણી રહે તેવી નક્કર ગોઠવણીમાં આપણે હજુ ક્યાંક ઊણા..
કેન્દ્ર સરકારના ડાયનેમીક ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઈન્ડિયાના રીપોર્ટ મુજબ 2022માં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં સૌથી વધુ પાણી ઉલેચાયા.. સ્થિતિ વણસી છે. સરકાર ચિંતીત છે એટલે એ સુજલામ સુફલામ ને અન્ય કેટલીયે યોજનાઓ થકી ભૂગર્ભજળને ઉપર લાવવા મથે. પણ ક્યાંક સરકારી યોજનાઓથી થયેલા જળસંચયના કાર્યોનું સોસીયલ ઓડીટ થાય તે પણ જરૃરી. મૂળ કાર્યોની ગુણવત્તા સુધારવા માટે.. કારણ પાણીનું કાર્ય એવું છે કે એના માટે એક રૃપિયો ખોટો થાય એ આપણને કોઈને પોષાય એવું નથી. વળી સરકારની સાથે સાથે પ્રજા તરીકે આપણે પણ ચિંતા કરવા જેવું છે. બધુ જ સરકાર નહીં કરી શકે. પણ આપણે હકો બધા યાદ રાખીશું આપણી ફરજ યાદ રાખવાનું આપણે નથી કરતા. આ ફરજ યાદ રાખવી હવે જરૃરી છે..
આ વાદ વિવાદનો મુદ્દો નથી પણ જીવન સાથે સંકળાયેલો સૌથી મહત્વનો મુદ્દો છે. પાણી વગરના પ્રદેશમાં જઈશું તો ત્યાંની હાડમારી આપણને સમજાશે. જે સમૃદ્ધી બોરવેલના કારણે આવી એ સમુદ્ધીને ટકાવવા પાણી વિશે સરકાર વિચારે કે ન વિચારે આપણે- સમાજે વિચારવાનું કરવું પડશે...
સમાચાર વાંચીને એક સંકલ્પ વધારે સઘન રીતે આ કાર્યો કરવાનો અમે VSSM ટીમ કરીએ છીએ.
તમે ક્યો સંકલ્પ કરશો?
#MittalPatel
No comments:
Post a Comment