Mittal Patel visits Bodal lake |
Raindrops get a sense of freedom from the clouds as they fall as rain on mother earth. Who doesn't like freedom ? Their freedom is temporary as we catch & confine them in our lakes. We catch it for our benefit. It sounds a bit philosophical but it's nice.
We built lakes for our benefit. However, in this technological age the importance of lakes have reduced. In old days lakes/ponds were the heart of the village. All activities like bathing, washing clothes & vessels, water for animals etc used to take place at the lakes.
Then borewell came & water through pipes came into the tap of everyone's homes. Importance of lakes/ponds in the lives of people considerably reduced.
However to keep the water level from receding down lakes are important.
But we forgot the importance of lakes/ponds and today the water levels have fallen from 800feet to 12000feet.
We at VSSM have been actively enagaged in Banaskantha since 2016 to dredge, desilt lakes. Now in 2023 we have expanded our horizons to Patan, Mehsana & Sabarkantha areas. Lot of well wishers have been helping us in this activity but Shri Pratulbhai of. Shri K R Shroff Foundation have single handedly contributed towards the cost of 24 lakes. In fact we take pride in saying that we associated with Shri Pratulbhai in this task.
We dredged/desilted one lake with the help of villagers at Bodal in Banaskantha . Soon the rains arrived & in a very short time the lake got filled with water. Respected Ulhasbhai Paymaster contributed in desilting this lake. We are very much thankful to him for his very timely help.
It is our target to complete such 50 lakes in the year 2024. The society will help us in this noble cause.
વાદળ બંધન,
વરસાદ મુક્તિ..
ટીપાઓ વરસાદ થકી મુક્તિનો અનુભવ કરે.
મુક્તિ કોને ન ગમે? હરેક વ્યક્તિ મુક્તિ ઈચ્છે... છતાં બંધનો સાથે જીવવાનું..
ટીપાઓ વરસાદ રૃપે મુક્ત થયા પછી આપણે એને તળાવરૃપી બંધનમાં બાંધીએ.. આપણી સુખાકારી માટે આ કરીએ. વાત જરા ફીલોસોફીકલ લાગે.. પણ છે મજાની...
તળાવો બાંધવાનું માણસોએ પોતાની સુખાકારી માટે જ કર્યું.. ટેકનોલોજીના આ યુગમાં તળાવોનું મહત્વ ઘટ્યું. બાકી તળાવ ગામોનું હૃદય હોતા. નાહવાનું, કપડાં, વાસણ ધોવાનું, ઢોરને પાણી પીવાનું બધુંયે ત્યાં થતું.
પછી બોરવેલ આવ્યા અને ઘરે ઘરે નળ પણ.. એટલે તળાવોનું અન્ય કામો માટેનું મહત્વ ઘટ્યું. પણ ભૂગર્ભજળની સપાટીને એકબંધ રાખવા એનું મહત્વ પાછુ એટલુ ને એટલું જ..
પણ આપણે તળાવની આ ભૂમિકા ભૂલ્યા. એટલે જ પાણીના તળ આજે 800 થી લઈને 12000 ફુટ સુધી પહોંચ્યા છે.
અમે ભૂગર્ભજળ સાબદા થાય તે માટે તળાવો ઊંડા કરવાનું કરીયે. 2016 થી આ કાર્ય બનાસકાંઠાથી શરૃ કર્યું. 2023માં અમે પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ કાર્ય વિસ્તાર્યું. ઘણા બધા સ્વજનોએ મદદ કરી પણ ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના આદરણીય પ્રતુલભાઈએ એકલાએ 24 તળાવ કરવામાં સહયોગ કર્યો. આમ તો અમે સાથે રહીને આ તળાવો ગાળ્યા એમ કહેવું વધારે ઉચીત.
બનાસકાંઠાના બોડાલનું આ તળાવ. ગામલોકોની ભાગીદારીથી અમે ગાળ્યું ને મેઘરાજાની મહેર થકી એ સરસ ભરાયું.
આદરણીય ઉલ્હાસભાઈ પે માસ્ટરે બોડાલનું તળાવ ગળાવવા માટે મદદ કરી. એ માટે તેમનો ઘણો ઘણો આભાર...
બસ આવતી સીઝન એટલે 2024માં 50 તળાવો ગાળવાનો લક્ષાંક છે. સમાજ સહયોગ કરશે તેવી આશા...
#MittalPatel #vssm #gujarat #bnaskantha #watermanagement #water #lakedeep #lakeside #village #villagelife #heartofvillage
Mittal Patel discusses water management |
Bodal lake filled with rainwater |
Mittal Patel with VSSM coordinators and other visits Boddal watermanagement site |
No comments:
Post a Comment