Friday, May 05, 2023

VSSM's Water Conservation effort article published by Navgujarat Samay ...

A brief report pulished on VSSM's water conservation 
effort in Navgujarat Samay

For over five years, VSSM has been creating water shrines/repairing the community water bodies in Banaskantha. The number of lakes deepened has reached 228; after this season's end, we will have deepened 260 lakes. A mammoth task made possible due to the support we have received from our well-wishing donors.

This year even the government has helped us create water shrines in Sabarkantha's Poshina and Mehsana's Visnagar regions. I am thankful to Cabinet Minister Respected Shri Rushikeshbhai Patel, who is like an elder brother to me, for ensuring the water conservation efforts in the areas are covered under the Sujalam Sufalam Abhiyan.

Sadly, we could not cover the Banaskantha efforts under the Sujalam Sufalam initiative. Had the government agreed to partner with VSSM, we could have deepened more lakes.

Well, at times, it is difficult to understand the governmental nitty-gritty. On the one hand, we specially get called to participate in the meeting Chief Minister Shri Bhupendrabhai Patel calls for water management; there were detailed discussions with the officials who agreed to partner and take the work forward, only not to allot us work later. Some bitter truths we encounter during the course of our work.

The groundwater tables in North Gujarat have dropped to alarming levels, it is organizations like us who spend their funds and government authorities should consider partnering with us.

I hope we all wake up to the looming crisis. The rural communities are becoming proactive, hope the government, especially the officials, also comprehends this at the earliest.

Recently,  Navgujarat Samay talked about VSSM's water conservation effort; it is thoughtful articles like these that voice our concerns and struggles. Thank you to the team of Navgujart Samay.

 #mittalpatel #vssm

બનાસકાંઠામાં જલમંદિર નિર્માણ કાર્ય ઘણા વર્ષથી કરીયે. 228 તળાવ અત્યાર સુધી ઊંડા કર્યા અને આ સીઝનમાં 260નો આંકડો પાર કરીશું. ઘણા બધા સ્વજનોની મદદથી આ કાર્ય થયું.

આ વર્ષે તો સરકારે પણ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં અને મહેસાણાના વીસનગરમાં જલમંદિર થાય એ માટે મદદ કરી. સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તળાવો આ બે જિલ્લામાં  ઊંડા થાય તે માટે આદરણીય અને મારા મોટાભાગ જેવા માનનીય મંત્રી શ્રી ઋષીકેશભાઈ પટેલે ઘણી મદદ કરી. તેમની આભારી છું.

જો કે બનાસકાંઠામાં અમને સુજલામ સુફલામ અંતર્ગત કામ ન મળ્યું એનુ દુઃખ પણ છે. સરકાર પૈસા ખર્ચે છે VSSM સાથે આ વિસ્તારમાં તળાવ ઊંડા કરવામાં ભાગીદારી કરી હોત તો અમે થોડા વધારે તળાવ કરી શક્યા હોત..

ખેર ક્યારેક આ સરકારી માથાકૂટ નથી સમજાતી. એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જળસંચય સંદર્ભે મીટીંગ થાય ત્યાં અમને ખાસ બોલાવવામાં આવે. અધિકારીગણ સાથે કામો સંદર્ભે બધી વાતો થાય. ત્યારે અધિકારી હા પણ પાડે પણ પછી કામ જ ન આપે.. આ કડવી વાસ્તવીકતા છે..

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ ભયજનક સ્થિતિએ પહોંચ્યા છે. ત્યારે અમારા જેવી સંસ્થાઓ જે સાચા મનથી પોતાના ગાંઠના ખર્ચતી હોય તેની સાથે તો ભાગીદારી અવશ્ય કરવી જોઈએ..

ખેર સવેળા સૌ જાગે એ ઈચ્છનીય. બાકી ગ્રામજનો પોતે હવે જાગ્યા છે. ત્યારે સરકાર ખાસ કરીને અધિકારીગણ સમજે એ જરૃરી...

નવગુજરાત સમયે જળસંચયના અમે કરેલા કાર્યોને સરસ કવર કર્યું એ માટે આભારી છું.

 #mittalpatel #vssm



No comments:

Post a Comment