Mittal Patel with Suigaum TDO Kajalben and other villagers at Benap tree planatation site |
Recently, at a specially organised event we planted trees in Bharkawada village. A leading daily covered the event in a very meaningful way and rightfully named it ‘Shwasropan’- sowing breathes. Trees are the most giving souls, their generosity is so visible in our daily existence.
Benap is a remote village in the interior of Banaskantha. The landscape is filled with gando baval. VSSM in partnership of the community has decided to plant trees over 10 acres of village wasteland. But the land had to be cleared first, and clearing these trees is an expensive affair. We spoke to District Collector Shri Anandbhai, who agreed to extend support. Another compassionate and enthusiastic officer is Suigaum TDO Kajalben. Anandbhai and Kajalben sanctioned clearing this wasteland of wild babool trees under the MNREGA program. VSSM with support from its dear Chandrakant Uncle and Indira Auntie will build a fence, install drip irrigation pipelines and water tank. The village Panchayat will also share the cost of fencing.
Benap sarpanch Paragbhai is a noble soul, someone who works for the prosperity of the village and its inhabitants.
Once the wilderness is cleared we plan to plant native trees that will help bring rain to the region.
This year many villages have agreed for tree plantation program. Hopefully, entire Banaskantha will show such commitment.
અમે ભરકાવાડામાં વૃક્ષો ઉછેરવા સંદર્ભે કાર્યક્રમ કર્યો. દિવ્યભાસ્કરે એનું સરસ કવરેજ કર્યું ને નામ આપ્યું શ્વાસરોપણ...
ખરે જ વૃક્ષો આપણને કેટલું બધુ આપે વળી પાછું આપે એ બધુયે દેખાય પણ ખરુ....
#બનાસકાંઠાનું #બેણપ અંતરિયાળ ગામ. બાવળોનું પ્રમાણ પણ ઘણું. અહીંયા લગભગ 10 એકર જમીનમાં વૃક્ષો ઉછેરવાનું VSSMએ ગામ સાથે રહીને નક્કી કર્યું.
પણ જમીન આખી બાવળથી ભરેલી. સફાઈ કામ પુષ્કળ કરવું પડે ને એ માટે ખર્ચ ઘણો થાય. કલેક્ટર શ્રી આનંદભાઈ સાથે આ બાબતે વાત થઈ ને એમણે કહ્યું, અમે સાથે રહીશું. તાલુકા વિકાસ અધિકારી તરીકે સૂઈગામમાં કાજલબેન. એમનો ઉત્સાહ તો આવા કાર્યોમાં જબરજસ્ત.. આમ આનંદભાઈ અને કાજલબેન બેઉની સંવેદનાના લીધે મનરેગા યોજનામાં જમીનની સફાઈ અને ખાડા કરાવવાનું કામ મંજૂર થયું.
જમીન ફરતે તારની વાડ, પાણીની ટાંકી, ડ્રીપની ગોઠવણ કરવાનું અમે અમારા પ્રિય ક્રિષ્ણકાંત મહેતા (અંકલ) ને ઈન્દીરા આંટીની મદદથી કરીશું. વાડ કરવામાં પંચાયત પણ અડધી મદદ કરશે..
સરપંચ પ્રાગજીભાઈ એકદમ પવિત્ર માણસ.. ગામના વિકાસ માટે એમની લાગણી અપાર..
ગાંડા બાવળથી ભરેલા વીડમાંથી ગાંડો બાવળ કાઢી વરસાદ લાવવામાં ઉપયોગી ઊંચાઈવાળા ઝાડ વાવવાનું અમારુ આયોજન ..
આ વખતે ઘણા ગામોમાં અમે વૃક્ષો ઉછેરવાના છીએ.. આશા રાખુ ધીરે ધીરે આખો બનાસકાંઠો આ માટે કટીબદ્ધ થાય...
#MittalPatel #vssm Kajal Ambaliya
The landscape is filled with gando baval |
Benap Tree plantation site |
No comments:
Post a Comment