Officers visited the Orphaned children |
I had recently shared a story about 14 years old Tejal who had upon her the responsibility of caring for her three younger sisters. The sisters had been recently orphaned with death of their mother.
As soon as VSSM learnt about their condition it has been providing monthly ration kit to these girls and also wrote for government assistance.
District Social Defence Officer Shri J. H. Lakhara and his team of Shri Roshan Choduhry, Shri Vinodbhai Dindor, Shri Rameshbhai Choudhry, Shri Jignesh Panchal, Shri Pushpendra Solanki visited the girls and filled up their forms. They also provided funds from their pockets for a tarpaulin to cover the roof over their head. And within a week they ensured each girls receives Rs. 4000, so a total of Rs. 16000 was deposited into their account.
Thanks to the officers for their concern and to Chief Minister and government for the their concern towards these children in need for protection.
ઘોઘંબામાં રહેતી 14 જ વર્ષની નાનકી તેજલ પોતાની સાથે એની ત્રણ બહેનોને સાચવે. મા- બાપની છત્રછાયા આ ચારેય ગુમાવેલી.
આ અંગે થોડા દિવસ પહેલાં અહીંયા લખેલું
અમે આ દીકરીઓને દર મહિને રાશન આપવાનું નક્કી કર્યું. સાથે સરકાર મદદ કરે એમ પણ લખેલું. જેને ધ્યાને લઈને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એચ લખારા, તેમજ તેમની ટીમના શ્રો રોશન ચૌધરી, શ્રી વિનોદભાઈ ડીંડોર, શ્રી રમેશભાઈ ચૌધરી, શ્રી જીગ્નેશ પંચાલ, શ્રી પુષ્પેન્દ્ર સોલંકીએ દિકરીઓની મુલાકાત લીધી ને મદદ માટેનું ફોર્મ ભર્યું.. સાથે ઘર પર ઢાંકવા તત્કાલ મીણિયાની વ્યવસ્થા સ્વખર્ચે કરી.
વળી અઠવાડિયામાં જ એમણે પ્રત્યેક દિકરીઓના ખાતામાં 4000 લેખે 16,000 જમા કરાવ્યા.
આટલું ત્વરાથી સરકારી કામ થાય તેનો રાજીપો તો વ્યકત કરવો જ પડે..
આભાર અધિકારીગણનો અને આવા બાળકોની ચિંતા કરનાર આદરણીય મુખ્યમંત્રી શ્રી તેમજ સરકારનો..
આ દિકરીઓ સુધી પહોંચવામાં નિમિત્ત બન્યા પ્રવિણભાઈ રાવળ તેમજ અમારા કાર્યકર વિનોદ તો હવે આ દિકરીઓના કાકા બની ગયા છે. કોઈ કાંઈ પણ કહે કે પુછે તો દીકરીઓ કહે, કાકાને પુછીને કહીશું..
ચાલો નવા સંબંધો બન્યાનો રાજીપો... એમની સુરક્ષા બાબતે ઘણાએ ચિંતા સેવી પણ અમે કોશીશ કરીશું ધ્યાન રાખવા. ને અમારી હોસ્ટેલ શરૃ થતા જ અહીંયા લઈ આવીશું એ નક્કી...
#MittalPatel #vssm #government
#Gujarat #GOVERMENTOFFICIAL
#kids #children #orphans
#Banaskantha #Gujarat
The sisters had been recently orphaned with death of their mother. |
No comments:
Post a Comment