Tuesday, July 06, 2021

May Almighty always grant Shri Rajesh the ability to keep walking on his chosen path and continue serving the poor and needy...

Nomadic families recieved residential plots under the
leadership of its Collector Shri K. Rajesh

“Why thank them, it is the duty of authorities and government to work for the welfare of its subjects?” someone who read my post thanking the authorities for their support in helping redress the pending issues nomadic communities had left a comment.

“We may be want to skimp on money,  but why cut back on praising some good deeds? If each officer of this country performs her/his duty well,  the issues of this country would disappear. But there is an ‘if’ involved here hence,  when we come across officers who have been performing their duties with honesty and diligence it is our responsibility to applaud them.” I had responded.

One such officer is the extremely compassionate Surendranagar District Collector Shri K. Rajesh.

The obsolete occupations of nomads have required them to settle down in one place. These communities make settlements over government wastelands or any unoccupied plots. They would continue to live in the place until they are forced to vacate it and move out. Across many districts of Gujarat, VSSM has been striving to ensure that these families receive residential plots from the government so that they are not forced to vacate the space. The best results of these efforts have been achieved in Surendranagar district under the leadership of its Collector Shri K. Rajesh. If you ever get a chance to witness his work you will understand that he never gives up, he is on a relentless mission to help others. Very recently he allotted plots to 65 families.

VSSM team also perseveres hard to identify and ensure that help reaches those in need. At Surendranagar we have Harshad who never gives up and follows up the case right from filling up the form to the construction of the house.

Attainment of fundamental Human Rights is at the base of all the activities VSSM does, the other initiatives are built upon once the individuals attain the documents of their existence. The well-wishers who have supported the Human Rights initiatives of ours are unique as they have understood the gravity of these intangible efforts. Shri Piyushbhai of Jewelex Foundation never misses to send in his annual support, US-based Shri Kiritbhai Shah also acknowledged the necessity of these efforts and supports them, respected Dakshaben Shah and other well-wishers too have supported us with Human Rights efforts that have enabled thousands of individuals receive Ration Cards, Voter ID cards, a house… and benefits of government schemes for the welfare of poor.

We will always be grateful for the trust and support you have put in us.

May Almighty always grant Shri Rajesh the ability to keep walking on his chosen path and continue serving the poor and needy.

 વિચરતી જાતિઓના કાર્યોમાં મદદ કરનાર અધિકારીની વાત અહીંયા લખુ તે એ વાંચીને એક વાચકે કહ્યું, 

'સરકાર કે અધિકારીની ફરજ છે આ બધા કાર્યો કરવાની એમાં આભાર શું કામ માનવાનો?'

મે એમને કહ્યું, 'આપણે ખીસ્સામાંથી પૈસા આપવામાં કંજુસાઈ દાખવીએ એ સમજી શકાય પણ શાબ્દીક નવાજમાં કંજુસાઈ કેમ? વળી, દેશના દરેક અધિકારી તેમનું કર્તવ્ય બરાબર નિભાવે તો દેશમાં જે તકલીફો અત્યારે દેખાય છે એ રહે જ નહીં. પણ સવાલ એ ફરજ નિભાવવાનો છે..આવામાં ફરજ નિભાવે તેને પોંખવા જોઈએ..'

આવા કેટલાક અધિકારીમાંના #સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે રાજેશ એક. વંચિતોના કાર્યો માટે એમને ભારે અનુકંપા.વિચરતી જાતિઓના વિચરણનો હવે મતલબ નહોતો. મૂળ કામ ધંધા પડી ભાંગેલા એટલે. આવા પરિવારો જ્યાં જગ્યા મળી ત્યાં અસ્થાયી પડાવો નાખીને રહે. આ બધાને પોતાની જગ્યા મળે જ્યાંથી કોઈ એમને કાઢી ન મૂકે તે માટે અમે કોશીશ કરીએ. પણ એ કોશીશનું સૌથી સારુ પરિણામ સુરેન્દ્રનગરમાં  શ્રી કે.રાજેશ થકી મળ્યું..વળી સતકાર્યોમાં એમણે પોરો નથી ખાધો.. તાજેતરમાં એમણે બીજા 65 પરિવારોને પ્લોટ આપ્યા. આ બધા પરિવારો હવે ઘરવાળા થશે.

આવા વંચિતોને શોધવાનું કાર્ય અમારી ટીમ કરે. સુરેન્દ્રનગરમાં અમારો હર્ષદ સક્રિય. અરજી કરવાથી લઈને સતત ફોલોઅપ કરવાનું એ બરાબર કરે.

VSSMનું વિચરતી જાતિઓને અધિકાર અપાવવાનું કાર્ય પાયાનું. હું હંમેશાં કહુ સંસ્થાની બાકીની સેવાકીય પ્રવૃતિની શરૃઆત જ આ કાર્યથી થાય. આ કાર્યમાં મદદ કરનાર વ્યક્તિઓ પણ અનૂઠા.. જવેલેક્ષ ફાઉન્ડેશનના અમારા પિયુષભાઈ દર વર્ષે આ કાર્યો માટે આર્થિક સહયોગ કરે. તો અમેરીકામાં રહેતા આદરણીય કિરીટભાઈ શાહ પણ આ બહુ જરૃરી કાર્ય કહીને સહયોગ કરે એ સિવાય આદરણીય દક્ષાબહેન શાહ ને અન્ય પ્રિયજનોનો સહયોગ પણ ખરો.. જેના લીધે હજારો લોકોને રાશનકાર્ડ, મતદારકાર્ડ, ઘર ટૂંકમાં સરકારની કલ્યાણકારી યોજનાઓની મદદ મેળવવાના પુરાવા પુરા પાડવાનું અમે કરી શક્યા.

આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ..

ને કલેક્ટર શ્રી કે રાજેશ પાસે કુદરત હંમેશાં આવા સુંદર કાર્યો કરાવે તેવી અભીલાષા....

#MittalPatel #vssm Rajesh Kankipati Kirit H Shah

#collector #goverment #GOVERMENTOFFICIAL

#surendranagar #Gujarat #india #nomadic

Surendranagar collector Shri K Rajesh gives allotment
 document to nomadic families



The current living condition of
nomadic families

65 Nomadic families recieves residential plot published in
a leading newspaper


No comments:

Post a Comment