Thursday, July 15, 2021

VSSM became instrumental in providing medical assistance to Shantibhai...

Mittal Patel with Shantibhai and Manjuben at VSSM office

“Hello, Ben I am calling from Ahmedabad’s Civil Hospital. Deesa’s Virchandbhai has shared your reference with me, he asked me to call you and that you would help me!”

“Let me know how can I help you?”

“My husband’s eye has popped out, we took him to Palanpur hospital but the doctors there asked us to bring him to Ahmedabad Civil.”

A worried and anxious Manjuben from Patan called up to share her husband’s condition, from her talk we could comprehend that her husband is suffering from Mucormycosis.

This was in May, when the cases of mucormycosis were on the peak. It was difficult to procure injections to treat this deadly infection. I had asked them to remain in Civil and undertake the treatment.

All of a sudden, four days later, the thought of Manjuben crossed my mind. I called to inquire about Shantibhai’s her husband’s condition.

“He is not doing good, the condition of his eye has worsened. He is unable to open his one eye. I have vowed to not wear footwear until he recovers completely. I am afraid, what if he…”

I could sense that Manjuben was in tear at the other end, her voice choking. I asked her to have faith in God and send me her husband’s reports.

We showed the report to Dr. Dipenbhai and Dr. Sapanbhai who had already treated two of our patients. The recommended  immediate surgery.  But the issue was of injections. The doctors had 4 days’ worth of injection supply post which we would have to arrange ourselves.

We were in deep turmoil. What if we are unable to find more injections after withdrawing them from civil hospital.

For a moment I thought why did I call to inquire about his health. But then took it as an indication from Almighty. We moved Shantibhai from Civil hospital to another private hospital and an emergency operation was performed. Since Manjuben did not have enough financial resources we appealed for help to Chandrakant uncle who made some funds available. Apart from this the Raval community was also called for financial assistance. We had road blocks for injection but in the end everything fell into place.

“I want to meet you before leaving..” Manjuben called up after Shantibhai was discharged for the hospital after 21 days.

Next day the couple came to our office and showered lot of affection on us. VSSM’s Nitin had formed a bond with them as he remained by their side throughout the treatment.

“I want a picture of us together,” Manjuben posed next to me, with her hand behind my back just as friends would do!!

“Be grateful to the Almighty, and be ready to help anyone in need.” I told them as they kept thanking me for taking care of them.

Both agreed as they walked out of the office. I observed Manjuben had her footwear on, her faith us preserved…

 'હેલો બેન મુ અમદાવાદ સીવીલથી બોલું. ડીસાવાળા વિરચંદભઈએ તમારો નંબર આલ્યો. ઈમને કીધું કે બેન મદદ કરશે તે ઈમન ફોન કરજો..'

'શું મદદ જોઈએ?'

'માર જીગાન પપ્પાન ઓસ્યોમોં બળ્યું નોમય નઈ આવડતું પણ ડોળો આખો બાર આઈ જાય ઈમ હુજી ગ્યું હ્. પાલનપુર વતાડ્યું પણ ડોક્ટરે કીધુ ક અમદાવાદ સીવીલમાં લઈ જો તે..'

પાટણના મેત્રાણાના મંજુબહેને સેલફોન પર ચિંતાતુર આવજે આ કહ્યું. તેમના પતિને મ્યુકર માઈકોસીસ - કાળીફુગ થયાનો અમને ખ્યાલ આવ્યો.

મે મહિનાની આ વાત એ વખતે આ રોગના ઈન્જેકશનની ઘણી રામાયણ હતી એટલે સીવીલમાં રહીને સારવાર લેવા માટે મે એમને કહ્યું. 

એ પછી ચારેક દિવસ પછી મંજુબહેન અચનાક યાદ આવ્યા. એમના ધરવાળા શાંતીભાઈની તબીયત કેમ છે એ પુછવા મે ફોન કર્યો..

મંજુબહેને કહ્યું, 'નઈ હારુ બેન. એક ઓસ(આંખ) મોં રોગ થ્યો હ્. એ ઓખ હપ્પુજી નઈ ખુલતી. ઈમન હારુ ના થાય તો હુદી અડવોણા(ખુલ્લા) પગે રેવાની મોનતા મોની હ્. પણ મન બહુ બીક આવહ્. ઈમન કોક..'

મંજુબેનનો અવાજ ભીનો થઈ ગયો એ આગળ કશું બોલી ન શક્યા... મે એમને ભગવાન પર શ્રદ્ધા રાખવા કહ્યું ને શાંતીભાઈના રીપોર્ટ મંગાવ્યા.

કાળી ફુગના બે દર્દીઓની સારવાર અમે જેમની પાસે કરાવી હતી તે ડો. દીપેનભાઈ અને ડો.સપનભાઈને અમે રીપોર્ટ બતાવ્યા. એમણે તત્કાલ ઓપરેશન કરવા કહ્યું. પણ મુદ્દો ઈન્જેક્શનનો હતો. ડોક્ટરે કહ્યું ચાર દિવસના ઈન્જેકશન મારી પાસે છે પછીનું ગોઠવવું પડે. અમે ભારે મૂંઝવણમાં. સીવીલમાંથી એમને બહાર લઈ આવીએ પછી ઈન્જેક્શન ન મળે તો?

એક વખત તો સમાચાર પુછવા ફોન શું કામ કર્યો એવું પણ થયું પણ પછી ઈશ્વરનો જ સંકેત હોવાનું માની શાંતીભાઈને સીવીલમાંથી બહાર ખસેડ્યા ને તત્કાલ ઓપરેશન થયું. મંજુબહેન પાસે આર્થિક સગવડ નહીં અમારા આદરણીય ક્રિષ્ણકાંત અંકલને આ અંગે વાત કરીને એમણે એ માટે મદદ કરી. આ સિવાય રાવળ સમાજે પણ ઉઘરાણું કરીને મંજુબહેનને મદદ કરી. ખેર ઈન્જેકશન માટે થોડી તકલીફ થઈ પણ છેવટે બધુ ગોઠવાયું. 

હોસ્પીટલમાં 21 દિવસ રહ્યા પછી શાંતિભાઈને રજા આપી. મંજુબહેનનો ફોન આવ્યો, 'તમને મળીને જ ઓયથી હેડવું હ્'

બીજા દિવસે એ ઓફીસ પર આવ્યા ને ઘણો પ્રેમભાવ અમારા પર વર્ષાવ્યો. અમારો નિતીન શાંતીભાઈના ઓપરેશનથી લઈને હોસ્પીટલની દોડાદોડીમાં એમની સાથે રહેલો તે એ તો એમનો પોતિકો બની ગયેલો.

તમારી હારે ફોટો પડાબ્બો હ્ બેન એવું મંજુબહેને કહ્યું ને બહેનપણીની જેમ મારા ખભે હાથ મુકીને આમ સરસ ઊભા રહ્યા..બેઉ વારંવાર આભાર માનતા હતા. ત્યારે મે એમને કુદરતનો આભાર માનવા કહ્યું ને સમય આવે તમે પણ કોઈ વંચિતને મદદ કરજોનું ખાસ કહ્યું...શાંતીભાઈને મંજુબહેને હા પાડી ને એ બેઉએ વિદાય લીધી.. શાંતિભાઈની સાથે અમારા કેમ્પસમાંથી બહાર નીકળી રહેલા મંજુબહેનના પગ અડવાણા હતા. એમની તેમના શ્રદ્ધા ફળી હતી...

#MittalPatel #vssm



Shantibhai receiving his
treatment in hospital

Shantibhai and Manjuben meets Mittal Patel after he got
discharged from the hospital


No comments:

Post a Comment