Tuesday, March 09, 2021

May Almighty bless Lasu Ma and Kaka with a continued love for each other...

The couple specially came to Mittal Patel

 A couple from Banaskantha’s Shiya village rekindle our faith in love and care…

 “Lasu Ma, was Lala Kaka visually impaired from the beginning or….?”

 “No-no, he was able to see when we got married, the issue began after our marriage.”

 “Ma, you know how it is!! If this had been the fate of a wife, the husband would marry someone else. So why did you not think of doing something like that?” I joked. 

 “This must be my destiny, what if the new partner was an alcoholic? It was my fate, I had no choice but to accept it!” Lasu Ma smiled while sharing this. 

 Lasu Ma has been managing the household and family, working hard as manual labour she even married off her two daughters. But Lasu Ma has grown old now, she cannot work as manual labour. The economic condition of both their daughters isn’t healthy enough to support her, so Lasu Ma had been left with no choice but to beg for a living. She would take Kaka along to neighbouring villages for begging and whatever was given helped this old couple sustain themselves. 

 Fakruddinbhai, the village Sarpanch and others from the community helped the couple obtain a ration card that can help them avail monthly ration. But ration only isn’t enough to sustain them through the month. Hence, the couple had to set out and beg for food. 

 Lakhu Ma can manage to keep going but Kaka is weak and physically incapable of walking the long distance to beg. Yet, he endures all the pain and walks along with Lakhu Ma. On days he is not feeling well the couple stays home and eats whatever is available of might also stay hungry. 

 Over time, VSSM has come across numerous such destitute elderly. The Mavjat – elderly care program was an outcome of the need to provide for such elderly so that they don’t sleep hungry. 

We were at Shiya village recently to monitor the tree plantation drive. The couple had specially come to meet us. They pushed open the gate to the cemetery. Lasu Ma entered first, followed by Kaka. Lasu Ma was holding one end of a walking stick, Kaka held the other end as she led Kaka to us. We chatted for a long, Lasu Ma would patiently explain everything to Kaka who had hearing difficulty. The love and care she showered on Kaka reminded me a poem by Shri Suresh Dalal “Ek Dosi Haju Dosa ne Vahal Kare Che” - the old lady still loves her old man!! 

May Almighty bless such couples with a continued love for each other. 

 And gratitude to our team members Naranbhai and Eshwarbhai who find such deserving elderlies. And as always, we hail the support you all provide to help us reach them. It does make us wonder, how would we carry on without your support! 

 કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલની આ કવિતા જેવું જ દૃશ્ય બનાસકાંઠાના શિયાગામમાં જોયું..

'લસુ મા આ લાલા કાકાને પહેલેથી આંખે નહોતું દેખાતુ કે પછી?'

'ના ના લગન કર્યા તાર તો એમને આંખે ભળાતું'તુ પણ લગન પછી આ તકલીફ થઈ..'

મે જરા હળવા મૂડમાં લસુમાને કહ્યું, 'તે હે મા આપણામાં તો આવું કાંઈક થાય તો એમને મૂકીને બધા બીજે જતા રે, તે તમે કેમ ન ગયા?'

'બીજે જઈને હું કરુ? કરમમાં લખેલું આ મુકુ અન બીજે જવું ન તો કણ દારૃડિયો મલ તો?'

એમ કહીને લસુ મા થોડુ હસ્યા. લાલાકાકાની આંખોના દિવા ઓલવાયા પછી ઘરની આખી જવાબદારી લસુ મા પર આવી. લસુ માને બે દીકરીઓ જે એમણે મહેનત મજૂરી કરીને  પરણાવી.હવે લસુમાની ઉંમર થઈ. મજૂરી કરી શકે તેવી ક્ષમતા ન રહી.  દીકરીઓની સ્થિતિ નબળી એય કાંઈ લાંબી મદદ ન કરી શકે. આખરે લસુ માએ પેટ ગુજારા માટે ભીક્ષાવૃતિનો રસ્તો અપનાવ્યો. કાકાને લઈને એ આજુબાજુના ગામમાં માંગવા જાય ને જે મળે તેમાંથી બેઉં પોતાનું પુરુ કરે. 

ગામના આગેવાન શેફુદ્દીનભાઈ ને અન્યોએ આ બેઉને રાશન મળે તેવું રાશનકાર્ડ કઢાવી આપ્યું ને સરકારની સહાય મળે તેવી વ્યવસ્થા પણ કરી આપી પણ એ બધાથી કાંઈ આખો મહિનો ન નીકળે એટલે માંગવા તો જવું જ પડે...

વળી કાકાની શારિરીક ક્ષમતાય નબળી એટલે લાંબુ ચાલી પણ ન શકે છતાં વખાના માર્યા શરીરની મર્યાદા અવગણીને એ પરિતાપ વેઠ્યા કરે. ક્યારેક બિમારી કે કોઈ તકલીફના લીધે માંગવા ન જઈ શકાય અને ઘરમાં કશું પડ્યું  ન હોય તો ભૂખ્યા બેસવાનો વારોય આવે... 

અમે આ નોધારા માવતરોને દર મહિને રાશન આપીએ મૂળ એમને ભૂખ્યા સુવુ ન પડે તે માટે.. 

શિયાના કબ્રસ્તાનમાં અમે વૃક્ષો વાવેલા તે એ જોવા શિયા જવાનું થયું.. એ વખતે આ બેઉ ખાસ મળવા આવ્યા. 

કબ્રસ્તાનનો દરવાજો ખોલી લસુ મા ને એમની પાછળ લાલા કાકા પ્રવેશ્યા.  લસુમાએ પોતાના હાથમાં લાકડીનો એક છેડો પકડેલો ને બીજો છેડો કાકાએ પકડેલો. લસુ મા કાકાને દોરીને અમારી પાસે લાવ્યા. અમે ઘણી વાતો કરી. 

કાકાને બહુ સંભળાય નહીં પણ લસુ મા એમને બધુ બરાબર ખુબ પ્રેમથી સમજાવે... કાકા પ્રત્યેની તેમની કાળજી - પ્રેમ જોઈને મને સુરેશ દલાલની એક ડોશી હજુ ડોસાને વહાલ કરે છે વાળી કવિતા યાદ આવી... 

ભગવાન આ માવતરોનો પ્રેમ અમર રાખે ને એમને બધી વ્યાધીઓથી બચાવે એવી પ્રાર્થના... 

અમારા કાર્યકર નારણભાઈ ને ઈશ્વરભાઈનો આભાર. તેઓની ભૂમિકા આ માવતરોને શોધવાની મુખ્ય... 

બાકી મદદ કરનારની તો જે(જય)....એના વગર આ સાતા આપે એવું કાર્ય ક્યાં થવાનું હતું?

#MittalPatel #vssm #mavjat

#elderly #elderlycare #RationDistribution

#Banaskantha #Gujarat


Lasu Ma was holding one end of walking stick and Kaka
held the other as she led Kaka to meet Mittal Patel

Lasu Ma would patiently explain everything to Kaka
who had hearing difficulty

Mittal Patel with elderly couple, villagers of shiya village and
VSSM team members



No comments:

Post a Comment