Friday, March 12, 2021

VSSM has requested the District Collector to ensure these families receive plots...

The community leader showing list of homeless families to
Mittal Patel

“Alcohol is prohibited here if we find any of  our fellow community men drunk, we adorn him with clothes and jewellery of our women and take him around the settlement.” It may sound a little too harsh,  but this is a custom followed by the Fulvadee community we work with.

Patan’s Harij has a substantial concentration of Fulvadee community. Many years ago, the government had stepped in and provided plots to many families but many were still left without one. VSSM has requested the District Collector to ensure these families receive plots. We are hopeful that they will receive it by 2022,  along with assistance to build a house. Our respected Prime Minister has pledged house for all homeless by 2022  these families fall into this category.

The Vadee couples lead an itinerant lifestyle, the keep wandering in search of work hence,  their children are never a part of any mainstream school. Education is key to progress for this community. The government does run a seasonal hostel in Harij, but the number of children is huge and not all can be accommodated. VSSM has built a hostel for these children in Banaskantha’s Kankar village. The children will be able to stay there and attend the public school in their village. Harij also needs a similar facility.

The community had been calling to see me for a very long time. I was with this community recently when they requested plots for the remaining families. The community leaders had already prepared a list of homeless families and showed us their current living condition. Sharing the glimpse of it here….

'અમારામાં દારૃની બંધી છે અગર ભૂલથી કોઈ દારૃ પી જાય તો અમે અમારી બહેનોના કપડાં અને શણગાર એ ભાઈને પહેરાવીએ અને પછી આખી વસાહતમાં એને ફેરવીએ..'

આપણે જેને પછાત ગણીએ છીએ એ ફુલવાદી સમુદાયનો આ રિવાજ.. 

પાટણના હારીજ પાસે એમની ઘણી મોટી વસતિ.. સરકારે વર્ષો પહેલાં એમનાંમાના કેટલાકને રહેણાંક અર્થે પ્લોટ ને ઘર બાંધવા સહાય કરેલી પણ હજુ ઘણા પરિવારો રહી જાય છે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય તે માટે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે. 

આશા છે 2022 પહેલાં આ પરિવારોને પ્લોટ ફળવાય ને ઘર બાંધવા મદદ પણ મળે. મૂળ આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન દરેક ઘરવિહોણાને ઘર આપવાનું છે માટે..

વાદી સમુદાયમાં મા- બાપ કામ ધંધા અર્થે વિચરણ પણ ઘણું કરે. એટલે બાળકોનું ભણવાનું ખાસ થાય નહીં. હારીજમાં સરકાર સીઝનલ હોસ્ટેલ ચલાવે પણ બાળકોની સંખ્યા અહીંયા ઘણી એટલે ઘણા બધા બાળકો રહી જાય છે.. 

અમે બનાસકાંઠાના કાંકરેજના કાકરગામમાં વાદી પરિવારોના ઘરોની સાથે સાથે એક હોસ્ટેલ પણ બાંધી છે જ્યાં બાળકો રહી શકે ને ભણી શકે. 

બસ આવી જ કોઈ વ્યવસ્થા હારીજમાં થાય તો બધુ બરાબર.. 

મૂળ શિક્ષણ આવશે તો આ સમાજનો વિકાસ પણ ઝડપથી થશે માટે...

હું હારીજ એમની વસાહતમાં ગઈ મૂળ ઘણા વખતથી એ બોલાવતા માટે અને સૌએ રહેવા પ્લોટ આપવા વિનંતી કરી, આગવાને પરિવારની યાદી બતાવી અને ઘરવિહોણાની સ્થિતિ પણ એમને બતાવી...જે તમને બતાવી રહી છું.

#MittalPatel #vssm #nomadic

#denotified #snakecharmer

#community #culture #Rules

#goverment #housing #Banaskantha


The Vadi Community people called Mittal Patel to
see their current living condition


The current living condition of nomadic families

The current living condition of nomadic families


No comments:

Post a Comment