Tuesday, March 09, 2021

Some incident help us better understand the living conditions of many such families...

Five individuals along with their family members came 
to VSSM's head office

“Does anyone remove roof shades without permission? Did you like being labelled  a thief?”

“I am sorry, it was a grave mistake on my part. But, what should we do? Our children are shivering in cold, the condition was worst as they drenched in rains.”

“Where do you stay?”

“Our shanties are on the banks of a river!”

“What are your means to earn a living?”

“We grow vegetables.”

“How much does that fetch you?”

“You only tell me, how much can a basket of brinjals earn me?”

“Have you eaten your meal?”

 “No, Ben…”

This is an incident from a settlement we had built. 4-5 individuals had removed roof shades of the houses we had built and used those roofs to cover their own homes. Incidentally, their theft was caught. VSSM’s Jayantibhai and community leader Gorakhnathji believed to talk to them instead of handing them over to the police. Hence, these five individuals had come to our office along with their families, they feared consequences. As we learnt they hadn't eaten, we immediately arranged for their meal, a thought that left them amazed.

“Ben, we are sorry. We will never repeat  this in our life.”

“I am sure you will never do this again. But I want to help improve your economic condition. Can’t you do something else in life? Think about it!! If you wish to do that we are ready to help you. And about the house, you already have plots sanctioned by the Government,  we shall try to speed up the allotment process and ensure you receive aid to build a house on it. But remember not to repeat your mistake.” I ensured and instructed.

Later we talked about religion and karma and before parting, they took a pledge of their deity to never engage in any unlawful activity. I am sure they will remain committed to their pledge.

“Why didn’t we hand them over to police, there are chances they might turn into repeated delinquents,” one of our team members remarked.

“Instead of questioning a hungry why did he steal a roti, to ensure he receives proper meal is more important to me. Also, no one is delinquent at birth, it is the circumstances that make to take such unfortunate steps. We must act compassionately and guide them towards the right path.”

I have refrained from using the name of the village for a very obvious reason. But such episodes help us better understand the living conditions of many such families.

 'પુછ્યા વગર કોઈના ઘરનાં પતરાં કાઢી લેવાય? તમારા માથે ચોરનું લેબલ લાગ્યું તમને એ ગમ્યું?'

'ભૂલ થઈ ગઈ. માફ કરી દ્યો..પણ વખાના માર્યા આ કર્યું. અમારાં છોકરાં ટાઢે ઠરે, ચોમાસામાં તો હાલત ખરાબ થઈ જતી એટલે'

'તમે ક્યાં રહો?'

'નદીના ભાઠામાં. છાપરાં કરીને'

'કામ શું કરો છો?'

'શાકભાજી વાવીએ'

'તે મળે કેટલું?'

'શું મળે બેન? બખડિયું રીંગણાં નીકળે એ વેચીયે ને એમાંથી જે મળે તેમાંથી ગુજારો ચાલે..'

'તમે જમીને આવ્યા છો?'

'ના બેન..' અમે એક વસાહત બાંધેલી ને એ વસાહતમાં બાંધેલા ઘરો પરથી પાંચેક વ્યક્તિઓએ પતરાં કાઢી લીધા ને પોતાના છાપરે ઢાંક્યા. પણ ચોરી પકડાઈ ગઈ. અમારા કાર્યકર જયંતીભાઈ ને ગોરખનાથની લાગણી આ પરિવારોને પોલીસને સોંપવા કરતા આપણે એમની સાથે વાત કરીએ એવી. એટલે પતરાં લેનાર પાંચેય વ્યક્તિ બહુ બીતા બીતા ઓફીસ આવેલા. સાથે એમની પત્ની ને નાના બાળકો પણ આવ્યા. અમારી વચ્ચેના આ વાર્તાલાપમાં એ જમ્યા નહોતા નો ખ્યાલ આવ્યો ને તુરત એમના માટે પહેલાં ચા - નાસ્તાની વ્યવસ્થા કરવા કહ્યું..

પાંચેય વ્યક્તિને આ વર્તનથી સખત નવાઈ લાગી.. એકે કહ્યું, 

'બેન ભૂલ થઈ ગઈ હવે જીંદગીમાં નહીં કરુ..' મે કહ્યું, 

'મને ખાત્રી છે તમે ફરી નહીં કરો. પણ તમારી સ્થિતિ સુધરે એવું કાંઈક કરવું છે.. તમે બીજા વ્યવસાય ન કરી શકો? વિચારીને ક્યો.. જો એ કરવું હોય તો અમે તમને મદદ કરીશું.. ને રહી વાત ઘરની તો સરકાર અને કલેક્ટર શ્રીએ લાગણી રાખી તમને પ્લોટ ફાળવ્યો છે એનો કબજો ઝટ મળી જાય ને એના ઉપર ઘર બાંધવા તમને મદદ પણ કરીશું.. પણ હવે પછી આવી ભૂલ નહીં કરવાની...'

એ પછી ધર્મ કર્મ બધાની ઘણી લાંબી વાતો થઈ... છેલ્લે બધાએ પોતાની કુળદેવીના નામે ચોરી ન કરવાના સોગંદ લીધા.. એ લોકો સોગંદ પાળશે અનો મને વિશ્વાસ છે.. 

અમારા એક કાર્યકરે પુછ્યું, 'આપણે પોલીસને કેમ ન સોંપ્યા, કદાચ એ રીઢા ગુનેગાર બની પણ બની શકે?' ને મારો જવાબ, 

'રોટલી ચોરનારને ચોરી કેમ કરી એમ કહીને સજા કરવી એના કરતા એને ભરપેટ ભોજન કેવી રીતે મળી શકે તેની વ્યવસ્થા કરવી મારે મન વધારે ઊચીત છે.. વળી દરેક વ્યક્તિ જન્મજાત ગુનેગાર નથી હોતા. સંજોગો એને ગુનેગાર બનાવે છે. ત્યારે એણે અપનાવેલા માર્ગેથી એને પ્રેમથી પાછો વાળવો એજ વધારે ઊચીત..'

ગામનું નામ નથી લખ્યું મૂળ એ જણાવવું યોગ્ય ન લાગ્યું. પણ કેવી બાબતો આપણી સામે આવતી હોય છે તેનો આછેરો ખ્યાલ આવે માટે આ પ્રસંગ લખ્યો.. 

#MittalPatel #vssm #citiznry

#Citizen #CitizenRights #humanity

#humanrights #advocacy

#HumanDignity #nomadic

#nomadsofindia



No comments:

Post a Comment