Mittal Patel meets Lila Ma and inquires her about ration kit |
“Life seems bearable now that we get the monthly ration. I sell toys and accessories,” Lila Ma showed me the plastic toys and other stuff she sells from the sack she was carrying on her back. “I have worked hard as labour when I was young and until the body was cooperating. Now I have little strength to seat on the roadside in this village and sell whatever I can. I get little and I had to manage my living from that.” Lila Ma stays by herself in Radhanpur’s Kamaalpur village.
“Do you still go and sell toys!” I inquired.
“Yes, I do. But it is not a must. Earlier, if I skipped even a day, I had to worry about the next meal. So come rain or shine I had to set out to work, even during the days I felt little under the weather.”
“How much do you earn daily?”
“Rs 25-50, but that might not be every day!”
While I was talking to Lila Ma, I peeped into her house. The walls of the house were lined with huge cracks. There was little she owned. The toys she sold were cheap.
“Does the ration kit we provide you with every month help? What if we do not give you any because you do earn a little!” I inquired.
“To give or not is up to you. But ever since you have started providing me ration kit life is better. I can take rest when I am unwell or it is very hot or raining. I don’t have to worry about my next meal or stretch my hand for money or food. I know there is food in the house and I will manage to feed myself at least Khichdi.”
Lila Ma is correct. If she had thousands she would not be living in a house like this and working at an age when people retire. I also met Dhudi Ma who lives near her. She too does the same work as Lila Ma and shared similar sentiments when it came to ration kits VSSM provides them.
“It is good that you still work and keep yourself busy. It is important to keep both the mind and body active. So work until you can but at a slower pace.” I shared before living.
It brings a different kind of contentment when we can provide for such needy elders. We are grateful to Shankarbhai, out team member for identifying the deserving needy.
And I am also thankful to all of you who have helped us support these destitute elders under our elderly care program.
'મહિનાનું રાશન મળી જાય છે એટલે જીવને હવે તોબા નથી. હું આ રમકડાં ને કટલરી વેચુ એમ કહીને શરીરે થોડા ભારે એવા રાધનપુર પાસેના કમાલપુરગામમાં રહેતા લીલા મા એક થેલો લઈને મારી પાસે આવ્યા ને એમાંથી પ્લાસ્ટીકના નાના નાના રકમડાં ને કટલરીનો સામાન એમણે બતાવ્યા.
પહેલાં મજૂરી ઘણી કરી. પણ પછી શરીર નબળુ પડ્યું. એટલે ગામમાં જ આ બધુ લઈને બેસુ. થોડુ ઘણું વેચાય તો મને થોડુ મળી જાય ને મારુ ચાલે જાય'
'હજુયે રમકડાં વેચો?'
'હા પણ હવે વેચવા જવું જ પડશે એવું નથી.પહેલાં તો વેચવા ના જવું તો ખાઈશું શું એની ચિંતા હતી. એટલે માંદી હોવું, શરીર આખુયે ધગતું હોય તોય ધંધો કરવા જવું પડે. ના જવું તો ખાવાના તો ઠીક દવાના પૈસા ક્યાંથી કાઢું?'
'તે ધંધો કેટલાનો થાય''આ રમકડાં ને કટલરીમાંથી તે કેટલું મળે? મળી જાય પચી પચા રૃપિયા. એય પાછા નિત નહીં હો'
લીલા મા વાત કરતા હતા ને મે એમના ઘરમાં જઈને જોયું. ઘરમાં મોટી મોટી તીરાડો પડી ગયેલી. આવા આ ઘરમાં એ મર્યાદીત ઘર વખરી સાથે રહેતા હતા. વળી એ જે રકમડાં વેચતા એની કિંમત દસ, વીસથી વધારે નહીં..
'તે અમે રાશન આપીએ એનાથી તમને ફેર પડે? પાછુ તમે થોડું કમાવ છો તે ના આપીએ તો ચાલે?'
'આપવું ના આપવું તમારી મરજી. પણ રાશન મળવા માંડ્યું ત્યારથી મારા જીવને સાતા છે. હવે શરીર ઠીક ના હોય, ઘર મુકીને બહાર જવાની ઈચ્છા ના હોય, ચોમાસાના દિવસો હોય તોય કમાવવા જવું જ પડતું. હવે આ બધો ઉચાટ નથી ના કોઈની ઓશિયાળી. તમે આપેલું રાશન ઘરમાં પડ્યું હોય તો છેવટે ખીચડી રાંધીનેય ખાઈશું એવી ધરપત હવે છે...'
લીલા માની વાત સાચી. જો હજારો કમાઈ લેતા હોત તો આવા ઘરમાં એ પડ્યા ન રહેત. લીલા માને મળી અમે એમની નજીકમાં જ રહેતા ધુળી માને મળ્યા. એ પણ રમકડાં ને કટલરી વેચવા લીલા માની બાજુમાં જ નાનકડુ કપડુ પાથરી બેસે. આ બેઉની લાગણી રાશનને લઈને એક જેવી.
'કામ કરો છો એ સારુ જ છે. વ્યસ્ત રહેશો તો મનની ઉપાધીઓ ઓછી થશે... બાકી ખાલી મન શેતાનનું ઘર.. એટલે તમારાથી થાય એ રીતે કામ કરજો.પણ બહુ ઉપાધી ન કરતા'
એવું કહીને હું ત્યાંથી નીકળી..પરિવારમાં કાળજી કરનાર કોઈ ન હોય એવા આ માવતરોને સાચવવાનું સુખ બહુ મોટુ. અમારા કાર્યકર શંકરભાઈએ આ માડીઓને શોધ્યા તેમનો આભાર...
આ કાર્યમાં મદદ કરનાર સૌ સ્નેહીજનોનો આભાર.. આપ સૌની મદદથી આ કાર્ય થઈ રહ્યું છે. આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરુ છુ ને આ માવતરોને કુદરત સાતામાં રાખે એવી પ્રાર્થના...
#MittalPatel #vssm #mavjat
#elderly #elderlycare #nomadic
#denotified #community
#patan #Gujarat #india
Lila MA shows the plastic toys and other stuffs from the sack to Mittal Patel |
Lila Ma gets food with the help of VSSM |
No comments:
Post a Comment