Mittal Patel's arrival brings joy to Shanti Ma's face |
“We try to manage our expenses within Rs. 1400 pension we receive. If that does not suffice, we beg or borrow.”
If you look at her; Shanti Ma comes across as an able bodied, normal individual who loves to seat and chat. But looks can be deceiving so one needs to build opinion by listening to people like Shanti Ma, instead of going by the looks.
Shanti Ma suffers from a condition called Albinism to a layman, it is a skin condition. But Albinism has various types. The skin on the entire body including hair turns white, if one comes in contact with heat the skin starts burning. The sight weakens and lacks judgement. People suffering from this condition need to cover their body completely to protect themselves from burning and itching.
Shanti Ma does not remember when did this condition emerge but she has been working as menial labour even with it. Shankarbhai, her husband also works as a daily wage-earning labour. The couple has a daughter who is married and stays with her husband. After their daughter’s marriage, the couple had to work to earn daily food and they did so religiously. Life was moving at a steady pace but one day a wooden block fell on Shankar kaka while he was lying on a charpoy outside his home. The incident resulted in internal injury. Shanti Ma took him to numerous doctors but the condition kept worsening. Shankarkaka had to be with a catheter all the time and became bed-ridden. Shanti Ma worked hard to earn for two but, now she too cannot work as much. VSSM provides ration kits to the couple.
I was around Radhnpur recently, the thought of Shanti Ma crossed my mind. I reached to meet her., my arrival brought joy to her face.
“Does the ration reach you well?” I inquired.
“Yes, it is a great help. How would I manage to sustain both ourselves on a pension of Rs. 1400?? There are power expenses, the medical bills(for catheter) and other expenses. I would have to ask for money from others. Today, thanks to the ration kit I buy bajra worth Rs. 100 to feed these birds. They are destitute like us, the feed brings them happiness.
It is difficult to comprehend the nobility of these individuals. They don’t have enough, every penny matters for them yet they spare money to feed others in need.
We wish good health to these elders. We are grateful for the support we have received from you all, it helps us provide for 145 elders in need of care and support.
'1400 રૃપિયા પેન્શનના મળે એમાંથી ઘર ચલાવીએ.. તૂટો આવે તો માંગી ભીખી લઈએ...'
રાધનપુરમાં રહેતા શાંતી માએ આ કહ્યું. પહેલી નજરે શાંતી મા શારિરીક રીતે સ્વસ્થ ને કામ કરી શકે એવા જણાય. પણ ઘણીવાર આંખો દગો દહીં દે.... સાચી સ્થિતિનો વર્તારો આંખે દેખ્યા કરતા બેસીને વાતો કરતા મળી જાય..
શાંતી મા એલબિનિઝમ નામની બિમારીથી પીડાય. સામાન્ય રીતે આપણે એને કોઢ કહીએ. પણ આ કોઢનો જરા જુદો પ્રકાર. આખું શરીર ચામડીનો મૂળ રંગ ખોઈ ધોળો રંગ ઓઢી લે. તડકાના સંપર્કમાં એ સીધા આવે તો એમની ચામડી બળવા માંડે. આંખો જજમેન્ટ પાકુ ન લઈ શકે.. સામાન્ય રીતે આ બિમારીથી પીડાતા વ્યક્તિ પોતાના શરીરને ઢાંકીને રાખે જેથી તકલીફ ઓછી થાય..
શાંતી માને આ બિમારી ક્યારે થઈ એનો ખ્યાલ નથી પણ એ તો આ તકલીફ સાથેય મજૂરી કરે જતા. તેમના પતિ શંકરભાઈ પણ છૂટક કામ કરે. પરિવારમાં દીકરી એને એમણે પરણાવી સાસરે મોકલી. એ પછી કાકા ને શાંતીમા બેઉ થતી મહેનત કરે. પણ એક દિવસ શંકરકાકા ખાટલામાં સુતા હતા ને ઉપરથી તેમના પર લાકડુ પડ્યું ને કાકાને આંતરભાગમાં તકલીફ થઈ ગઈ. શાંતી મા કાકાને લઈને ઘણા દવાખાના ફર્યા પણ ધીમે ધીમે મંદવાડ વધતો ચાલ્યો. કેથેટર કાયમી પહેરી રાખવું પડે. આમ કાકાએ ધીમે ધીમે ખાટલો પકડ્યો. કાકી જે મળે તે મજૂરી કરીને ઘરનું ગુજરાન ને કાકાની દવાનો ખર્ચ કાઢતા. પણ હવે કાકીથીયે ઝાઝુ કામ નથી થતું. આ બેઉને અમે દર મહિને રાશન આપીએ.
વિચરતા પરિવારોની રાધનપુર પાસે આવેલી વસાહતમાં જવાનું થયું ને મને શાંતી મા યાદ આવ્યા ને અમે પહોંચ્યા એમના ઘરે. અમને જોઈને એ રાજી થઈ ગયા. રાશન પહોંચી રહે છે એવું પુછ્યું તો કહ્યુ, 'હા વળી એનાથી ટેકો થઈ ગ્યો. બાકી 1400 પેન્શનના મળતા એમાંથી ખાવાનું, ઘરનું લાઈટબીલ, આ નળી(કેથેટરની) બદલવાનું બધે નહોતું પહોંચાતુ. ગમે નહીં તોય લોકો હામે હાથ લાંબો કરવો પડતો પણ હવે નથી કરવો પડતો. હવે તો દર મહિને સો રૃપિયાની બાજરી લાવુ છું. આ ચકલાંને નાખવા. એય બિચારા અમારા જેવા નોધારા. એમને દાણા મળે તો રાજી થાય'
શાંતી મા કાકાને તો એક એક રૃપિયો વિચારીને ખર્ચવાનો છે તોય ચકલા માટે થોડું જુદુ કાઢવું. આ ભાવના જ ઉત્તમ..
ઈશ્વર આ બેઉ માવતરોને સાતા આપે એવી પ્રાર્થના ને સાથે આવા 145 માવતરોને સાચવવાની તક અમને અમારી સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી મળી તે માટે રાજીપો...
#MittalPatel #vssm #mavjat
#elderly #elderlycare #RationDistribution
#albinism #Radhanpur
#માવજત #રાધનપુર #ગુજરાત
Mittal Patel meets Shanti Ma and Shankarbhai during her visit to Radhanpur |
No comments:
Post a Comment