Wednesday, February 03, 2021

Laxmi Ma gets food with the help of VSSM...

Mittal Patel meets Laxmi Ma and her son

 “I have cooked dal-rice, but he is refusing to eat. How can he recover without eating? He is also feeling cold!!

After sharing this, she pointed towards her son lying on the charpoy next to hers and showed her son lying, shivering with cold under the blanket. Maheshbhai looked at me, he looked frail, as if age had caught up after long illness.

Laxmiben’s husband had passed away 15 years ago.  It was Mahesbhai who earned the living for his mother and self. And all of a sudden Mahesbhai fell ill.

“Is there anyone else in the family to take care of you?” we asked Laxmima.

The question brought tears into Laxmima. The air around grew thick with sorrow. We did not know how to respond!!

“Ma, please do not worry. We will take care of you, will ensure Maheshbhai receives proper treatment.” I assured

“Do not hospitalise him, who will take care of him at the hospital. Just get him treated and bring him back. I cannot…” Laxmi Ma  could speak no further.

“We shall do so, Ma!” I responded. I did not feel like saying anything more.

“I had another son, elder to Mahesh. He too developed some skin infection, the leg was swollen, he remained ill for some time and passed away before my eyes. And now it is him…” Laxmi Ma shared.

It is the children who take care of their parents but when parents need to become caregivers… it pains beyond comprehension.

VSSM, with the support it receives from its well-wishers, is providing ration kit to Laxmi Ma.

I was at Laxmi Ma’s to inquire if she needed anything else, but after witnessing the situation there was nothing more to ask.

What I witnessed today shook me, the mother-son duo living besides Nadiad’s Malarpur road surviving in a kuccha brick-clay house was utterly helpless, the condition they survived in was beyond comprehension.

I am grateful to VSSM’s Rajnibhai for identifying families who truly need our support.

We will be assisting Mahesbhai with his medical examination and further treatment.

Almighty, we are all your children, how can you put anyone under so much pain.  No one deserves to endure so much suffering. A prayer escapes my heart seeking protection for fellow brethren...

'આ જુઓને બેન દાળ-ભાત રાંધ્યા છે પણ આ ખાવાની જ ના પાડે છે.. ખાધા વગર તે કાંઈ ચાલે? પાછુ એને ટાઢેય ચડે છે' એમ કહીને એમણે પોતાના ખાટલાની બાજુમાં ગોદડુ ઓઢી ટુંટીયું વાળીને સુતેલા એમના દીકરાના મોંઢા પરથી ગોદડું હટાવ્યું ને મહેશભાઈ એ મારી સામે જોયું.. 

શરીર સાવ નંખાઈ ગયેલું. ઉંમર ઘણી નહીં હોય પણ લાંબી માંદગીના લીધે અકાળે વૃદ્ધ થઈ ગયેલા એ જણાયા.

નડિયાદમાં રહેતા લક્ષ્મી મા રાવળના ઘરવાળા 15 વર્ષ પહેલાં ગુજરી ગયા. એ વખતે મહેશભાઈ કમાઈને લાવતા ને મા- દીકરો જીવન ગુજારતા પણ અચાનક મહેશભાઈએ ખાટલો પકડ્યો. 

લક્ષ્મી માને કુટુંબમાં અન્ય કોઈ તમારુ ધ્યાન રાખવાવાળુ નથી? એવું પુછ્યું ને એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડી. ઘડીક તો વાતાવરણ ગમગીન થઈ ગયું. શું કહેવું કશું સમજાયું નહીં.

'મા ચિંતા ન કરો અમે ધ્યાન રાખીશું. મહેશભાઈને દવાખાને લઈ જવાનું પણ ગોઠવી દઈશું..'  એવું મે કહ્યું તો સામે એમણે કહ્યું, 

'એને દાખલ ન કરતાં. ઈન્જેકશ અલાઈન પાસો લઈ આવજો. દવાખાને એની ચાકરી કોણ કરે? અને મને એના વગર...' 

આગળ એ કશું બોલી ન શક્યા....

'હા એમ જ કરીશું મા' આનાથી વધારે કશુંયે પુછવાનું મને મન ન થયું ત્યાં એમણે કહ્યું, 

'મારે એક દીકરો હતો આના કરતાં મોટો પણ એનેય આની(મહેશભાઈ સામે આંગળી કરીને) જેમ પગમાં ખરજવું થયું ને પછી પગમાં સોજાને પછી લાંબી માંદગી. મારી નજર સામે જ એ ગુજરી ગયો.. હવે આની હાલત..'

બાળકો મા બાપની સેવા કરે એની જગ્યાએ માને  દીકરાની સેવા કરવાની... કાળજુ કેવું કંપતુ હશે આ માનું?

મા- દિકરો પેટ ભરીને ખાઈ શકે તે માટે VSSM સાથે સંકળાયેલા સ્નેહીજનોની મદદથી અમે આમને દર મહિને રાશન આપીએ. તે રાશન બરાબર મળે છે. વધારે કશું જોઈએ છે કે કેમ? એ વિગત મેળવવા ને સાથે એમની ખબર પુછવા હું એમના ઘરે ગઈ પણ હાલત જોઈને બીજુ કશુંયે પુછી શકાયું નહીં.

ખેડાના નડિયાદમાં મલારપુરામાં રોડની બાજુમાં જ ઈંટ માટીમાંથી ચણેલાં કાચા છાપરાંમાં રહેતા આ બેઉંની સ્થિતિ જોઈને મનથી હલી જવાયું... કલ્પના પણ ના કરી શકીએ એવી સ્થિતિ છે આ બેઉની. 

અમારા કાર્યકર રજનીભાઈ જેમણે આ પરિવારને શોધી આપ્યો તેમનો આભાર માનુ છું.. 

મહેશભાઈને દવાખાને બતાવવાનું તો કરીશું ને એમની તકલીફમાં સાથે ઊભા રહેવાનું પણ વસુદૈવ કુટુંબકમઃમાં માનીએ એટલે કરીશું.. 

સાથે કુદરતને,  આ બધા તારા સંતાનો છે એમની આ તકલીફ તુ કેવી રીતે જોઈ શકે છે? માટે હે ઈશ્વર કર્મનો સિદ્ધાંત બરાબર છતાં આવી તકલીફમાં કોઈનેય ન મુક. આમ કોઈને નોંધારા ન કરની તને પ્રાર્થના... 

ફોટો સ્થિતિ સમજાય એ ખાતર જ મુક્યા છે...

#mittalpatel #vssm #mavjat

#eldercare #elderlypeople

#nomadicfamiles #denotified



Laxmi Ma sharing her story with Mittal Patel

Laxmi Ma's Kuccha brick clay house



No comments:

Post a Comment