Shri Mansukhbhai Mandaviya |
Respected Shri Mansukhbhai Mandviya is a very compassionate and sensitive individual. Some 8 months back he was at our office in Ahmedabad. The visit provided us with an opportunity to discuss some pressing issues revolving around the nomadic and de-notified communities.
A few days back he called us up to inquire about the conditions of the nomadic communities reeling under the COVID 19 induced lockdown. It indeed is a moment to rejoice when people in power show their concern about the citizens and call up workers like us to understand the real conditions the poor and deprived are enduring.
Some four days ago, I once again received a call from his office to inquire if we needed more ration to provide to the families we are working providing ration kits during the lockdown. “there is no dearth of need, we have more takers than we can reach…”
“Many industrial houses offer help and support, Sir felt it would be apt to link them to the nomadic communities through your organisation. Sir has already asked a particular industrial house to connect with you,” shared Raddiyabhai, secretary to Mansukhbhai Mandviya.
A lot of well-wishing friends have been directing help towards us. Shri Masukhbhai has been thoughtful for remembering us, VSSM is grateful for his kind gesture towards the nomadic communities.
We value leaders who share the plight of the people they serve and Mansukhbhai is in a league of his own!!!
Hoping this pandemic becomes a pass soon and life gets back to normal soon…
આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા...
બહુ લાગણીશીલ વ્યકિત. આઠેક મહિના પહેલાં અમારી ઓફીસ પર આવેલા. એ વખતે વિચરતી જાતિઓના કામો અંગે ઘણી વાત થયેલી..
થોડા દિવસ પહેલાં એમનો ફોન આવેલો.. કોરોનાને લીધે ગરીબોના જીવનમાં પડી રહેલી અસરો, લોકડાઉન વગેરે સંદર્ભે પણ તેમણે ઘણું પુછ્યું અને વિસ્તારથી તેમની સાથે વાત થઈ હતી.
સત્તા સ્થાને બેઠેલા વ્યક્તિઓ આ રીતે પ્રજાની ચિંતા કરી તેમની સ્થિતિ અંગે અમારા જેવા સેવકો સાથે વાત કરી સ્થિતિનો સાચો જાયજો લે એ ઘડી આનંદની..
ચારેક દિવસ પહેલાં પાછો તેમના કાર્યાલય પરથી ફોન આવ્યો અને વિચરતી જાતિઓ, ગરીબ માણસોને તમે રાશન આપવાનું કરી રહ્યા છો તેમાં જરૃરિયાત છે એ અંગે પુછ્યું. મે કહ્યું, આભ ફાટ્યું છે અમે તો થીગડાં દેવાનું કરી રહ્યા છીએ.
મનસુખભાઈના સેક્રેટરી રાદડિયાભાઈએ કહ્યું, સાહેબને ઘણા ઉદ્યોગકારો મદદ માટે ક્યાંય જરૃર હોય તો કહેજો એવું કહેતા હોય છે. તે સાહેબે તમારા માધ્યમથી વિચરતી જાતિઓને મદદ પહોંચાડવા એક ઉદ્યોગગૃહને કહ્યું છે.
આ દિવસોમાં આંગણી ચિંધવાનું પુણ્ય ઘણા કરી રહ્યા છે.. મનસુખભાઈએ પણ એ કર્યું. આભાર તો માનવાનો જ હોય.. પણ વિચરતી જાતિઓ માટે દાખવેલી વિશેષ લાગણી માટે કૃતજ્ઞતાભાવ પણ વ્યક્ત કરુ છુ
પ્રજાના પ્રહરી પ્રજાની આવી ચિંતા કરે એ ગમે જ.. આમ પણ મનસુખભાઈ બહુ નોખી માટીના માનવી છે.
દેશ માથે આવી પડેલું આ સંકટ ઝટ ટળે અને આપણે ઝડપથી બેઠા થઈ જઈએ એવી શ્રદ્ધા....
No comments:
Post a Comment