Devipujak families showing their tin containers to Mittal Patel which they collect from the scrap |
But this is the life and no one complains about it.
Mittal Patel with Devipujak families |
These families living on the road side in Chotila are told to vacate the land they are living on by the people and the local authority. According to them this land is owned by somebody else.
Our these families don’t want to possess anyone else’s land. But till when they are supposed to wander around with their belongings?
We have requested the collector and Mamlatdar to give permanent residential plots to these families. We have submitted the detailed application with all required documents long time ago but in vain.
where to throw (dump)these miserable kids of these sobbing families? I am emphasising the words dumping because these people are in the situation worse than the luggage. Luggage belongs to somebody and it is taken care of. But our families are continuously othered. Instead of giving BPL or Antyodaya Ration Card, these families are given the cards which can only give them Kerosene. This is inhuman and must not be tolerated
Devipujak families showing their APL Ration Cards |
We hope that government wakes up from the slumber…
પતરાંના ડબ્બા ભંગારમાં ભેગા કરી તેમાંથી ડબ્બા બનાવી ગરીબ માણસોને વેચવાનું કામ કરતા #દેવીપૂજક પરિવારો એ ડબ્બામાંથી જ પોતાનું ઘર બનાવે. આમ તો આ પતરાંના ડબ્બામાંથી બનાવેલા ઘરમાં ત્રણેય રૃતુ કાઢવી મુશ્કેલ.
પણ #જીવતર જ એવું છે કે આ બધાની કાેઈ ફરિયાદ નથી.
#ચોટીલામાં રોડની બાજુમા વર્ષોથી રહેતા આ પરિવારોને હવે #જમીન ખાલી કરીને જવાનું સ્થાનિક #અધિકારી અને અન્ય વ્યક્તિઓએ કહી દીધુ છે. એમના કહેવા પ્રમાણે જમીન કોઈકની માલીકીની છે.
અમારા આ પરિવારોને કોઈની જમીન જોતીએ નથી. પણ ક્યાં સુધી લબાચા લઈને આમથી તેમ રઝળ્યા કરવાનું?
#કલેકટર શ્રી અને #મામલતદાર શ્રીને આ પરિવારોને કાયમી રહેણાંક અર્થે પ્લોટ આપવા વિનંતી કરી છે. દરખાસ્તો ને અન્ય વિગતો તૈયાર કરીને આપે ઘણો સમય થયો પણ કશું થઈ નથી રહ્યું.
રોક્કડ કરતા આ પરિવારોના બાલબચ્ચાને અહીંયાથી ઊઠાડીને ક્યાં નાખવાના છે તે પણ આ તંત્ર કહે... નાખવાનો શબ્દ ભારપૂર્વક વાપરુ છું. કારણ આ પરિવારોની દશા તો આ સામાન કરતાંય બદતર છે. સામાન તો કોઈની માલીકીનો હોય ને એની ચિંતાએ હોય પણ અમારા આ પરિવારો સાથે તો સતત ઓરમાયુ વર્તન થાય છે.. આવી દશામાં રહેતા પરિવારોને #બીપીએલ કે #અંત્યોદય #રેશનકાર્ડ આપવાની જગ્યાએ નકરુ કેરોસીન મળે એવા કાર્ડ આપ્યા છે.. આ બધુ જ અમાનવીય અને ના ચાલે તેવું.....
સરકાર જાગે એવી અપેક્ષા
#NomadsOfIndia #NomadicTribes #MittalPatel #VSSM Harshad Vyas #Devipoojak #Chotila #inhumanbehaviour #DenotifiedTribes #BPLcard
No comments:
Post a Comment