Saturday, April 29, 2017

Police... STOP it, please!!

The Dafer are extremely terrified of the police. And there is a valid reason behind this. The police seem to have formed a habit of harassing the Dafer for no valid reason or fault. While we have been strongly advocating for the discontinuation of such atrocious behavior, the episodes keep happening frequently.

On 28th April, a Dafer wedding was scheduled on the outskirts of Padana village in Dhandhuka block. The family had requested presence of VSSM team members as they feared police harassment during the occasion. VSSM’s Tohid remained present at the wedding. The Dafer weddings usually take place in the night so aftet the wedding was over Tohid left the venue on the morning of 29th. At around 9.30 am, when he must have hardly reached Dhandhuka, Tohid receives a call from Lakhabhai and Bhayabhai Dafer. “Sir, the police have arrested us from the road near Kotla village. We are in the police vehicle now!”

Tohid rushed to the scene.  An agitated Lakhabhai was arguing with the police, asking them the reason behind targeting and harassing them. The police also took away the gold chain Lakhabhai was wearing for the occasion. The duo was surrounded by 8 policemen of S.O.G Bhavnagar.

Tohid intervened, asked them to stop behaving in such an appalling manner, mentioning of legal action if this continues. Tohid had by now introduced himself and the organization he represented. “We will present Lakhabhai if there is any complain against him!! Enough is enough, stop behaving in such a manner.” The Police Inspector mellowed down a bit and released Lakhabhai and Bhayabhai. The gold chain was also returned.


It is not just the Dafer who are tired and frustrated, we are tired of this agonizing behavior as well. 4 police cases have been complained between 23rd to 29th April alone. That too after a public consultation on Dafer issues in participation of senior police official!! Doesn’t the police authorities get the message!!

તા.28 એપ્રિલ 2017ના રોજ ધંધુકાના પડાણા ગામની સીમમાં રહેતા ડફેરને ત્યાં લગ્ન લેવાયા. પોલીસ આવશે અને લગ્ન બગાડશે તેવો ભય ડફેરોને હતો. એમણે #VSSM ના કાર્યકરને લગ્નમાં હાજર રાખવા વિનંતી કરી. કાર્યકર તોહીદ લગ્નમાં હાજર રહ્યો. લગ્ન પતાવીને તોહીદ તા.29ના રોજ સવારે નીકળ્યો. સવારે 9.30 વાગે ધંધુકા પહોંચ્યો હશે ત્યાં લાખાભાઈ અને ભાયાભાઈ ડફેરનો ફોન આવ્યો. "સાહેબ કોટડાગામના રોડેથી પોલીસે પકડી લીધા છે અને જીપમાં બેસાડી દીધા છે."


તોહીદ તાબડતોડ પહોંચ્યો. લાખાભાઈ પોલીસને ગુસ્સામાં પોતે કોઈ ગુનેગાર નથી શા માટે આમ હેરાન કરો છો તેમ કહી રહ્યા હતા. પોલીસે લાખાભાઈએ પહેરેલો સોનાનો દોરો ચોરી કરીને મેળવ્યો છે એમ કહીને લઈ લીધો હતો. એસ.ઓ.જી.ભાવનગરના આઠ પોલીસકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા.
Allarakh Dafer & Mohammadbhai Dafer talking to Press
તોહીદે પોલીસને ખોટી રીતે ડફેરને ના કનડવા કહ્યું અને આવું રહેશે તો કોર્ટમાં લઈ જઈશું તેવી ધમકી પણ ઉચ્ચારી. "લાખાભાઈના નામે કોઈ ગુનો ક્યાંય પણ મળે તો અમે તેને હાજર કરીશું પણ આવું હવે બંધ કરો..." આ વાત કરીને તોહીદે સંસ્થાનો પરિચય આપ્યો. પી.આઈ. ઢીલા પડ્યા અને લાખાભાઈ અને ભાયાભાઈને મુક્ત કર્યા. સાથે સોનાની ચેઈન પણ પાછી આપી.
હવે અમેય કંટાળ્યા છીએ. 23 તારીખની પોલીસની કનડગત ડફેર ઉપર ચાલી રહી છે. તા.29 સુધીમાં આ ચોથો કેસ છે.... પોલીસને હવે બસ કરો એટલું જ કહેવું છે....

No comments:

Post a Comment