Thursday, October 06, 2016

VSSM salutes the compassion and empathy demonstrated by the District Collectors of Mehsana and Surendranagar…


Collector of Mehsana Shri Alok kumar
Recently, VSSM was in a meeting with the District Collectors of Mehsana and Surendranagar to discuss the long ending issues of the nomadic communities resounding in these districts. The proceedings at the meeting remained very positive as both these officials demonstrated tremendous concern over the apathy of the local officials and were quick to give instructions to the concerned departments to resolved the issues. 

“This work has to be done, period!!” was one line instruction by the Collector of Mehsana Shri. Alok Kumar to all his subordinate officials who until now have been finding excuses to not attend to the applications filed by the nomadic families. He also instructed the local authorities to include these families in the next Garib Kalyan Mela and ensure that these families benefit  from the government schemes during this Mela. As a result of the orders given by the Collector the local authorities have all geared up and are working towards redressing the pending issues!!

In a similar manner the Collector of Surendranagar Shri. Udit Aggrawal also discussed at length the pending issues and applications of nomadic communities and instructed his officials to resolve the issues as soon as possible. 

           Collector of Surendranagar        
Shri Udit Aggrawal
The issues are same, we file applications, the local authorities do not pay heed to the applications, the files keep piling on, the families are asked to make innumerable rounds of various offices for an otherwise irrelevant document that is termed mandatory to process such applications!!  It is difficult to comprehend what fun these officials get in tormenting the poor families in such a manner!! While for the individuals working for these families it remains a depressing  scenario.

“Ben, it is tiring to witness such apathy and to keep running around government offices for accomplishing simple tasks!! How long will these communities have to endure such mindsets? We haven’t asked for bungalows for these families, it is just a small piece of land to shelter their families is what they are asking for and yet so much of delay and disgust!!   lamented Naran. And his concern isn’t irrelevant at all. Most of the applications filed by nomadic families need to be followed up right from local to district to state level. We keep writing to the concerned authorities all the time and yet the files keep piling on. It is only  the hope that some day things would change for better that keeps us going!!!

The proactive attitude reflected by the Collectors of Mehsana and Surendranagar have spread  hope in otherwise depressing conditions. We are not sure how much will be accomplished but the fruitful meetings have made the team believe that the local authorities will have to work to the orders of the respective district Collectors. 

We are grateful to Shri. Kumar and Shri. Aggrawal for their efforts, a special thanks to Additional Collector Shri Ramesh Merja who has always been supportive towards all the activites of VSSM and all the district level officials who until now  have been helping the nomadic communities and will continue to do so in coming times!!

મહેસાણા અને સુરેન્દ્રનગર કલેક્ટરની નિસ્બતને સલામ..

વિચરતી જાતિઓના પડતર પ્રશ્નો સંદર્ભે તાજેતરમાં મહેસાણા અને સુરેન્દ્રનગર કલેકટર સાથે બેઠક યોજાઈ. બંને અધિકારી ખૂબ હકારાત્મક અને તેમણે ખૂબ ત્વરાથી આ સમુદાયના પ્રશ્નો ઉકેલાય તે માટે જરૃરી કાર્યવાહી કરવાની સૂચના સંલગ્ન અધિકારીને આપી. 

શ્રી આલોક કુમાર મહેસાણા કલેક્ટર વિચરતી જાતિઓના કામોને કેમ કરીને ના કરવા તે માટે જાત જાતના બહાના કરતા નીચેના અધિકારીઓને એક જ લીટીમાં આ કામ કરવાનું છે અને શક્ય હોય તો તમામ પરિવારોને આગામી ગરીબ કલ્યાણ મેળામાં તેમને મદદ મળે તેમ કરવાની સૂચના આપી. મહેસાણા જીલ્લાના  તમામ અધિકારી અત્યારે પ્રાથમિકતા આપીને વિચરતી જાતિના પ્રશ્નોને ઉકેલવા મથી રહ્યા છે.

આવા જ શ્રી ઉદીત અગ્રવાલ તા.17 સપ્ટેમ્બરના રોજ આયોજીત જિલ્લાના તમામ અધિકારીઓ સાથેની બેઠકમાં વિચરતી જાતિઓના પ્રશ્નોની ચર્ચા કરી. પ્રશ્નો સાંભળ્યા અને આ કરવા જેવું કામ છે તેમ કહીને સૌ અધિકારીને ઝડપથી પ્રશ્નોનો ઉકેલ લાવવા સૂચના પણ આપી. 

vssmના કાર્યકરો આમ તો રોજ સરકારમાં વિચરતીજાતિઓને સરકારી મદદ મળે તે માટે ઝઝૂમતા હોય છે. આવામાં સરકારમાં ફક્ત ફાઈલો ચાલ્યા કરતી હોય અને કોઈ ઉકેલ ના આવે ત્યારે નિરાશ થઈ જાય છે. આજે બનાસકાંઠાના vssmના કાર્યકર નારણે કહ્યું, ‘બેન થાકી જવાય છે. ક્યાં સુધી લોકો આમ રવળ્યા કરશે? તેમના પ્રશ્નોનું સમાધાન ક્યારે થશે? આપણા લોકો કાંઈ બંગલા તો માંગી નથી રહ્યા તો શા માટે માથુ ઘાલવા એક ઓરડી આપવામાં આટલો વિલંબ થઈ રહ્યો છે’ નારણની વાત સાચી છે. જિલ્લાથી લઈને ગાંધીનગર સુધી સંલગ્ન અધિકારીને અમે નીત લખીએ છીએ. ક્યાંક કામ થાય છે તો ક્યાંક કામોનો ઢગલો થઈ રહ્યો છે. પણ એક આશા છે એક દિવસ તો બધુ સરખુ થશે.

આવી નિરાશામાં મહેસાણા અને સુરેન્દ્રનગર કલેકટરનું હકારાત્મક વલણ અમને આશા જન્માવે છે. કામ કેટલું થશે તેનો તો ખ્યાલ નથી પણ હાલમાં કલેક્ટરની વાતથી અમારા કાર્યકરો રાજી થયા છે અને કામ થશે તેવું અમને સૌને લાગી રહ્યું છે. 

બંને કલેક્ટર સાથે શ્રી રમેશ મેરજા અધિક કલેક્ટરમહેસાણા હંમેશાં મદદરૃપ થયા છે તેમની સાથે જિલ્લાના તમામ અધિકારીઓના અમે આભારી છીએ.. જેઓએ અત્યાર સુધી આ સમુદાયના કામોમાં મદદ કરી છે અને આગળ હજુ ઘણી મદદ કરશે તેવી અમને શ્રદ્ધા છે. 

No comments:

Post a Comment