Vanzaa community members talking to Kanubhai (VSSM karykar) |
12 Vanzaa families have made in Rajkot’s Tramba village ftheir home for many years. Vanzaa is a sub-sect of the Vansfoda community. Their main source of earning is from bamboo basketry. VSSM made efforts to get their names entered in BPL list and get residential plots allotted along with the support under the Indira Awas housing scheme. The first instalment of Rs. 25,000 has also been received. These families have always faced the under currents of dislike and disgust from the villagers. If a child fell ill in the village the it was because of Vanzaa’s evil eye. If Vanzaa individuals passed by the mothers would hide their children fearing their evil-eye. But since they did not bother anyone their stay in the village was not countered. So when the families received residential plots there was noise and murmurs. The families staying on the land near the plots allotted dislike Vanzaa in their neighbourhood. Unwilling to face objection the Vanzaa families fear staying here.
They spoke to VSSM’s Kanubhai about the matter bothering them and requested him to speak to the District Collector regarding re-allotting the plots to some place away from the village where their presence is not bothering the fellow residents. Kanubhai explained to the consequent outcome to the families asking them to ignore the matter, “once you’ll start living together things will be ok ..”
“Peace is hard to come if we begin our journey over hurt and mistrust..” replied the Vanzaa members.
There is both apprehension and dilemma we are facing. The allotment of residential plots is hard to come and telling the authorities to change the allotment to some place else will not go well with them. The concern of Vanzaa is also true. How can one stay in vicinity of people who don’t like you and face their negativity all the time…..
So here we are again facing the same issue we have faced hundreds of time - the dislike, disgust, mistrust and all the likes inflicted towards the nomadic communities..so how do these people who have never held something close to them,, who are wanderers, who have gathered wisdom for ages, who best know how to forget, forgive and move ahead - finally get accepted and embraced for we can hardly imagine the plight they face day in -day out….
Hope to find a way out of this situation soon…..
In the picture - Vanzaa community members talking to Kanubhai
વિચરતી જાતિના પરિવારો માટે કેટલી જડ માન્યતા..
રાજકોટ જીલ્લાના ત્રાંબા ગામમાં ૧૨ વાંઝા પરિવારો વર્ષોથી રહે. BPL યાદીમાં આ પરિવારોના નામ પણ દાખલ થયા અને એટલે એમને રહેણાંક અર્થે પ્લોટ પણ મળ્યાં અને મકાન બાંધવા માટે ઇન્દિરા આવાસ અંતર્ગત રૂ.૨૫,૦૦૦ નો પ્રથમ હપ્તો પણ મળ્યો. પણ અત્યાર સુધી ગામથી દુર રહેતા વાંઝા પરિવારો આમ કોઈને ગમતા નહોતા. પણ નડતા પણ નહોતા એટલે કોઈ કશું કહેતું નહિ.. પરંતુ, હા ગામમાંથી વાંઝા પરિવારનું કોઈ પણ પસાર થાય તો સ્ત્રીઓ એમના બાળકોને સાડલાથી ઢાંકી દે. કોઈ બાળક બીમાર પડી જાય તો વાંઝાની જ નજર લાગી હોય એમ માની લે.
આવી પ્રબળ માન્યતા ધરાવતા ગામમાં ગામતળની જમીનમાં ૧૨ વાંઝા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. આ પરિવારોને મળેલી જગ્યા પર ગામના બીજા લોકો પણ રહે છે જે વાંઝા પરિવારોને ઈચ્છતા નથી અને વાંઝા પરિવારો પણ ગામના લોકોની આ બધી માન્યતાની સાથે એમની વચમાં રહેતાં ડરે છે.
vssm આ પરિવારો સાથે કામ કરે છે.. vssmના કાર્યકર કનુભાઈને બોલાવીને આ પરિવારોએ ગામમાં ફાળવાયેલા રહેણાંક અર્થેના પ્લોટની જગ્યાએ ગામથી દુર જ્યાં ગામના લોકોને નડીએ નહિ ત્યાં પ્લોટ આપવા કલેકટર શ્રીને રજૂઆત કરવા માટે જણાવ્યું છે. કનુભાઈએ આ પરિવારોને સમજાવ્યા પણ ખરા કે, એક વખત રહેવાનું શરુ થઇ જશે પછી કદાચ આ ગજગ્રાહ – માન્યતા નહિ રહે. પણ આ પરિવારો કહે છે એમ, ‘લડીને લઈએ કે કોઈને દુખી કરીને લઇએ તો પછી ત્યાં શાંતિ ના આવે.. ’
શું કરવું એ દુવિધા અમને પણ છે. માંડ માંડ મળેલાં પ્લોટમાં પાછા આ જગ્યાએ નથી જોઈતા એમ કહીશું તો બીજે મળશે કે કેમ એ પણ શંકા છે. તો વાંઝા પરિવારોની શંકા પણ સાચી છે.. જે વસાહત જ્યાં બીજી જાતિના લોકો રહે છે જે વાંઝા પરિવારોને પોતાની સાથે ઈચ્છતા નથી ત્યાં પરાણે આ પરિવારોની સાથે વસવું કેટલું યોગ્ય છે? એ પણ પ્રશ્ન છે..
આ બધામાં સમરસતાથી આપણે સૌ સાથે કેમ રહી રહી શકતા નથી એ પ્રશ્ન સૌથી મોટો છે. વિચરતી જાતિના લોકોના વસવાટની વાત આવે કે ગામનો વિરોધ શરુ થઇ જાય.. આ પરિવારોના મનમાં આ વાતથી કેવું દુ:ખ થતું હશે..સદીઓથી વાંસમાંથી સુડલા અને ટોપલા બનાવી, વેચી પોતાનો ગુજારો કરતા આ પરિવારોની તકલીફોની તો આપણે કલ્પના પણ કરી શકતા નથી.. ખેર આ બધી મુંઝવણનો કોઈ સરસ રસ્તો ઝડપથી સુઝાડે એ માટેની પ્રાર્થના..
ફોટોમાં કનુભાઈ સાથે પોતાની મુશ્કેલી અંગે વાત કરતાં વસાહતના લોકો

No comments:
Post a Comment