VSSM’s efforts help 11 Saraniyaa families get BPL ration cards.
VSSM' for Saraniyaa Families to Get BPL Ration Card |
Once the families came in contact of Vicharta Samuday Samarthan Manch - VSSM, its team member Tohid pursued the matter, focusing his efforts on issuance of voter ID cards, first. There was a lot of opposition from the villagers, there came a period when the Saraniyaa families became so fed up they requested Tohid to give up the efforts!! “No I can’t give it up, Voter ID cards are your right and you should be issued one,” was Tohid’s reply. Finally the cards were issued amidst lot of conflict with the villagers.
VSSM' for Saraniyaa Families to Get BPL Ration Card |
‘Miracles have began to happen now,’ feels Tohid.
The Ration cards distribution ceremony and the conditions under which the Saraniyaa families survive…..can be seen in the pictures.
vssmની મદદથી સરાણીયા પરિવારોને BPL રેશનકાર્ડ મળ્યાં
મહેસાણાના વિજાપુર તાલુકાના દેવપુરા ગામમાં ૧૧ સરાણીયા પરિવારો રહે. આ પરિવારો વર્ષોથી દેવપુરામાં ચોમાસુ રહેતાં હોવા છતાં આ ગામના આધાર પુરાવા મેળવવા એમના માટે મુશ્કેલ હતા. ગામલોકો આ પરિવારોને પુરાવા આપવાના વિરોધમાં એટલે એ દિશામાં કોઈ કામ થતું નહોતું.
vssmના સંપર્કમાં આ પરિવારો આવ્યાં કાર્યકર તોહીદે એમને મતદારકાર્ડ મળે એ માટેની કામગીરી હાથ પર લીધી. ગામના લોકોએ વિરોધ પણ કર્યો.. એક વખતે તો સરાણીયા પરિવારોએ પણ ‘મતદારકાર્ડ નથી જોઈતા તોહીદભાઈ ગામ સાથેની આ માથાકૂટમાં ના પાડશો એમ કહી પણ દીધેલું.’ પણ તોહીદ કહે એમ, ‘આ તમારો અધિકાર છે અને એ તમને મળવો જોઈએ. ગામ ના પડે એ ચાલે નહિ.’ આખરે કાર્ડ મળ્યા. થોડી માથાકૂટ પણ થયેલી.
હવે વાત હતી રેશનકાર્ડની તોહીદે મામલતદાર શ્રીને કહ્યું, ‘આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોતા એમને BPL રેશનકાર્ડ મળવા જોઈએ’ મામલતદાર શ્રીને થોડી મીઠી મૂંઝવણ પણ ખરી પણ પછી એમણે કામગીરી આરંભી. ગામના વિરોધને એ બરાબર જાણે એટલે એમણે ગામના સરપંચને ફોન કર્યો અને કહ્યું, ‘સરાણીયાના રેશનકાર્ડ માટેના ફોર્મ મારી પાસે આવ્યાં છે.. હવે તમારો વિરોધ નહિ ચાલે હું કાર્ડ આપી દઈશ પણ પછી આ પરિવારો સાથે તમારે પ્રેમથી જ વર્તવાનું છે’ આ વિગતો તા.૭-૬-૧૫ના રોજ ૧૧માંથી ૮ પરિવારોને રેશનકાર્ડ આપતી વખતે ગામના ઉપસરપંચ શ્રીએ સરાણીયા પરિવારો અને તોહીદને કહી. તોહીદનો વિરોધ કરવાવાળા તખુસિંહે રેશનકાર્ડના વિતરણ વખતે તોહીદને કહ્યું, અમારા સામે કોઈ પડી ના શકે પણ તમે જબરી ઝીંક ઝીલી તોહીદભાઈ પણ સારું કર્યું અમારી મત મારી ગઈ હતી.. પણ હવે તમે આ પરિવારોને પ્લોટ મળે એ માટેની અરજી કરી દો અમે ઠરાવ આપી દઈશું.’ તોહીદ કહે છે એમ ચમત્કારો થાય છે..
ફોટોમાં રેશનકાર્ડ વિતરણ કરી રહેલાં ગામના આગેવાનો અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે ફોટોમાં પાછળ જોઈ શકાય છે
No comments:
Post a Comment