our efforts to obtain citizenry documents for the nomadic families are like a never ending roller coaster ride……
Housing of Nomadic Communities of Gujarat |
“ The applicants are here on their own, I am not accompanying them, I am here just to ask a question, how many more rounds will these families have to make to this office?? When are they getting their ration cards?? Secondly, we are not and we do not wish to become middlemen/agent, but if you make them do so many rounds for a fundamental document they sure will bring some agent who in turn is going to grab lot of money from these families,” said Kanubhai.
“So what, do you hold contract to work for them, how are you authorised to do this work?”
Letter From District Collector after VSSM Efforts |
"if you are advocating for all of these individuals bring along a letter from your organisation authorising you to talk on their behalf!!”
A shock wave passed through amongst the individuals from nomadic communities present at the Rajkot Zonal Office. They were all here to understand the status of their ration card applications. One of the applicants told Kanubhai, “let it be Kanubhai, we do not want ration cards, let’s leave from here.” They couldn’t believe that some government officer and that too a lady officer can be so curt and rude. They did not want Kanubhai to be insulted any further, hence they asked him to drop the matter and leave the office. Wise…..
Chanukah called us up in Ahmedabad. He talked about the authority letter. “ I have the organisational ID card and the visiting card but the officer is not ready to hear me!! Will give her the letter, she’ll understand and we would be able to resolve the issue, this will help lot of families.
We prepared the required letter and immediately sent it to Rajkot.
Kanubhai went to see the officer with the letter, but she went back on her word and refused to budge. It really hurt Kanubhai who himself is from one of the Nomadic Communities. Like Kanubhai most of the team members of VSSM are from Nomadic Communities of Gujarat. The dedicated and extremely hard working team of VSSM makes very honest attempts to improve the lot of their fellow community men. Hence, instances like these pain them badly.
We wrote to the District Collector of Rajkot in this regard and narrated him the entire episode. On receiving the letter the Collector instructed his officers to do the needful (as seen in the picture).
This is just one narration from numerous such instances we experience everyday. Poor people really get intimidated by such attitude of officials and avoid going to government offices. It tires us immensely, we just want to free these people as soon as possible from such dependency of government and its officialdom…….
રેશનકાર્ડ માટે અરજદાર એકલાએ જ આવવાનું તમારે(vssmના કાર્યકર કનુભાઈ) સાથે નહિ આવવાનું. અહિયાં કોઈ વચેટિયાનું કામ નથી!
‘અરજદાર તો સાથે છે જ ને હું તો એમની સાથે આવ્યો છું બસ એક જ વાત પૂછવા કે હજુ કેટલા ધક્કે રેશનકાર્ડ મળશે?’ અને બીજું અમારે વચેટિયા નથી બનવું બહેન પણ આ પરિવારોને તમે ધક્કા ખવડાવશો તો એ કોઈ વચેટિયાને જરૂર લઇ આવશે અને એ વચેટિયા એમની પાસેથી તગડાં પૈસા પણ લેશે.’
‘તમે ઠેકો રાખ્યો છે આમનો? તમને આ કામ કરવાની શું ઓથોરેટી છે?’
‘બહેન હું વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થામાંથી આવું છું અમે આ બધા માણસો સાથે રહી એમને મદદરૂપ થઈએ છીએ. રાજકોટમાં રેશનકાર્ડ સંદર્ભે ખુબ પ્રશ્નો છે એટલે હું એમની સાથે આવ્યો છું.’
‘તમારી સંસ્થાએ તમને આ કામ કરવાનો પત્ર આપ્યો હશે ને એ લઈને આવજો આ બધાની વકીલાત કરવાં.’
આ સાંભળી રાજકોટ ઝોનલ ઓફીસમાં રેશનકાર્ડ કઢાવવા આવેલાં સૌ ચોંકી ગયાં. વિચરતી જાતિના અરજદારોએ તો કનુભાઈને કહ્યું, ‘રહેવા દો કનુભાઈ અમારે કાર્ડ નથી જોઈતાં ચાલો આપણે જઈએ.’ એક અધિકારી અને એ પણ બહેન આવું વર્તન કરે? એ એમનાં માનવામાં નહોતું આવતું. નકામું કનુભાઈનું વધારે અપમાન થાય એમ માનીને એમણે કનુભાઈને આ મુદ્દે આગળ વાત ન કરવા કહ્યું. કેટલી સમજણ..
કનુભાઈએ ઓથોરેટી લેટરની અમને વાત કરી. ‘આમ તો સંસ્થાનું આઈ કાર્ડ મે ગળામાં પહેરેલું હતું મારી પાસે વીઝીટીંગ કાર્ડ પણ હતું પણ અધિકારી બહેન કંઈ સાંભળવા તૈયાર નથી’ એવું કનુભાઈએ કહ્યું,, ‘લેટર લઈને એમને આપું અને એ માને તો કેટલાય માણસોનું કામ થઇ શકે એમ છે.’ અમે લેટર લખીને તાબડતોડ રાજકોટ પહોચાડ્યો. કનુભાઈ લેટર લઈને ગયાં પણ કનુભાઈની ભાષામાં, ‘બહેન તો ફરી ગયાં. એ કંઈ સંભાળવા જ તૈયાર નથી..’ vssmના મોટાભાગના કાર્યકર વિચરતી જાતિના છે અને આ સમુદાયના દરેક પ્રશ્નો પોતાના જ પ્રશ્નો હોય એટલી લાગણીથી તેના ઉકેલ માટે પ્રયત્ન કરતાં હોય એમાં આવું કંઈક થાય તો કાર્યકર ખુબ વિચલીત થઇ જાય.
અમે કલેકટર રાજકોટને આ બધી વિગતો દર્શાવતો પત્ર પાઠવ્યો અને અમારો ભાવ આ પરિવારોને મદદરૂપ થવાનો છે એ સ્પષ્ટ જણાવ્યું. પત્ર મળતા જ કલેકટર શ્રી એ સ્પષ્ટ સુચના આપી છે (જે ફોટોમાં છે) જોઈએ હવે અધિકારી આ કામમાં કેટલો સહયોગ કરે છે..
રોજ આવા અઢળક અનુભવો થતાં રહે છે અમે આમાંથી દરેક વ્યક્તિની માનસિકતા સમજીએ છીએ. આ બધામાં અમે જે જોયું એમાં ગરીબ અને વંચિત માટેના આવા વલણના કારણે સરકારી કચેરીના પગથિયાં ચડવાનું લોકો ટાળે છે. અમે પણ થાકી જઈએ છીએ ક્યાયેક થાય સરકારના આશ્રયથી આ પરિવારોને જેટલા જલ્દી મુક્ત કરી શકાય એટલું સારું....
ફોટોમાં જે પરિસ્થિતિમાં આ પરિવારો રહે છે એ જોઈ શકાય છે..
No comments:
Post a Comment