A major campaign VSSM initiated last year was to introduce the concept of saving and cultivate the habit of regular saving amongst the nomadic families. As a part of this initiative VSSM team members convinced hundred of nomadic families to open bank accounts and start to deposit atleast a minimum amount every month.
22 Salat community members go to Dena bank at Vijapur between 1st to 5th of every month deposit their monthly savings. Since none of these individuals were able to read or write filling up the bank deposit slips was a big challenge. At the bank they requested one of the bank official to fill up the slips on their behalf. 22 slips together - the official didn’t like it at first, hesitated saying, “why, you Saheb has not come along to fill up these slips, he sat on our heads to make sure we opened your accounts with our bank, so why isn’t he accompanying you now??
“ there are so many like us, if Tohidbhai begins doing these work how will he complete other work he has? please fill these slips for us so we may deposit the money and go back home!!” replied one of the community members.
The bank official had a smile on hearing the reply and began filling up the slips. The money was deposited.
Next month again the same issue was to come up so these wise Salat families decided to split themselves in group of fives….first day was ok the following day the officer understood so he called up Tohid. “Bhai, why don’t you takes these deposit slips along and fill them up at your convenience, so that I am saved from all these trouble.” The official and Tohid had a sweet and sour working relationship. Both of them had mutual respect for each other. Tohid had been angry at these officials when they were not cooperating enough with the families during the process of bank account. So these officials knew Tohid well.
“Saheb in Vijapur alone I have 250 families to look after and apart from Vijapur there are many other regions and families who need my attention, I have to school to run, ensure their children go to school…. its difficult to reach and be at all the places. You are aware of the work my organisation does, so by filling up the slips you are doing your bit towards ensuring a better future for these families!!” replied Tohid. The officer could not argue further. He smiled and continued to do his bit….Now the bank officials, peons, security guards are all ready to help these families.
These Salat dream of a decent home, educate their children and understand that regular saving will help them realise these dreams. Since last 8 months they have been saving on regular basis. A minimum of Rs. 500 is what they save every month.
In the pic- Tohid helping the families open up the bank accounts and the conditions these families live in……
“કેમ અલ્યા તમારા સાહેબ નથી આયાં. ખાતા ખોલવા તો એમણે કેટલી માથાકૂટ કરીતી તો પૈસા મુકવા સાથે લાવવાંતા ને!”
૨૨ સલાટ ભાઈ – બહેનો મહિનાની ૧ થી ૫ તારીખમાં વિજાપુર દેનાબેંકમાં પોતાની બચત જમા કરાવવા જાય છે. આ બધામાંથી એક પણ વ્યક્તિને વાંચતા કે લખતાં આવડતું નથી. બેંકના સાહેબને પૈસા મુકવાની ચિઠ્ઠી ભરી આપવાં વિનંતી કરે છે. એક સાથે ૨૨ જણાની ચિઠ્ઠી! સાહેબે થોડું મોઢું બગાડ્યું અને પછી કહ્યું, “કેમ અલ્યા તમારા સાહેબ નથી આયાં? ખાતા ખોલવા તો એમણે કેટલી માથાકૂટ કરીતી તો પૈસા મુકવા સાથે લાવવાંતા ને!”
“અમારાં જેવા ચેટલાનું કોમ તોહીદભાઈ કરે. બધાનું આવું નોનું નોનું કોમ એ કરવાં બેહે તો સાહેબ એમને પાર જ ના આવે.. તમે આ કુપન ભરી આલો ને એટલે અમે પણ પૈસા મુકીને હેંડતા થઈએ..” બેંકના એ સાહેબ સલાટનો આ જવાબ સાંભળી થોડું હસ્યા અને બધાની ચિઠ્ઠી ભરી આપી.. સલાટ પણ પૈસા મુકીને પોતાના કામે લાગી ગયા.
વળી બીજો મહિનો શરુ થયો. એક સાથે ૨૨ જણા જઈશું તો સાહેબ વળી બોલશે એટલે પાંચ વ્યક્તિ પૈસા મુકવા ગયાં. સાહેબે ચિઠ્ઠી ભરી આપી. વળી બીજા દિવસે પાંચ .. સાહેબ સમજી ગયાં.. આમ તો તોહીદ જે vssmના કાર્યકર છે એમનાથી બેંકના તમામ અધિકારી પરિચિત. શરૂઆતમાં ખાતા ખોલવામાં જે તકલીફ પડી એ વખતે તોહીદે બેંકમાં જરા ઊંચા અવાજે બધા ઉપર આ પરિવારોના ખાતા નહિ ખોલવા સંદર્ભે ગુસ્સો પણ કરેલો એટલે તોહીદનો આવો મીઠો પરિચય બેંકના તમામને. સાહેબે તોહીદને ફોન પર કહ્યું, ‘ભાઈ તું પૈસા ભરવાની પહોંચ લઇ જઈને તારી પાસે રાખ અને જયારે આમને પૈસા ભરવા હોય ત્યારે તારી ફુરસદે તું ભરી આપે તો આમને તકલીફ ના થાય..’ તોહીદે કહ્યું, ‘સાહેબ વિજાપુરમાં જ ૨૫૦ કરતાં વધારે પરિવારો સાથે અને વિજાપુર સિવાય પણ ઘણી જગ્યાએ કામ કરું છું. વળી એમના બાળકોને ભણાવવાનું પણ ખરું. પહોંચી વળવું મુશ્કેલ છે. તમે તો અમારાં કામને જાણો છો. અને સાહેબ આ રીતે સેવા કરવાનો તમને પણ મોકો મળે છે.. ’ સાહેબે હાસ્ય જ વેર્યું.. હવે બેંકના ચોકીદારથી લઈને તમામ કર્મચારી આ પરિવારોને મદદરૂપ થવાં લાગ્યા છે.
પોતાનું સારું ઘર બનાવવું છે, બાળકોને ભણાવવા છે એટલે આ પરિવારો બચતના મહત્વને સમજ્યા છે. ઓગસ્ટ-૧૪માં ખોલાવેલા બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછા રૂ.૫૦૦ તો તેઓ બચાવે જ છે. તેમની નિયમિતતાથી બેંકના અધિકારીઓ પરિચિત થઇ ગયા છે અને મદદરૂપ થઇ રહ્યા છે...
ફોટોમાં આ પરિવારોના ખાતાં ખોલાવવાની પ્રક્રિયા કરતાં તોહીદભાઈ અને અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે દ્રશ્યમાન થાય છે.
No comments:
Post a Comment