The Sabarkatha district collector Shri. Banchanidhi Pani is a concerned and sensitive officer, he intervened in the matter and ordered the authorities to issue cards to the 48 adults in these 24 families.
We are thankful to CEO Ms. Anita Karwal who has tremendously helped VSSM in acquiring voters ID cards for the nomadic families and Shri. Banchanidhi Pani who immediately looked into the matter and ensured these Oad families acquire their voter cards.
The Oad families with their proud possessions- Voter ID cards.
ગુજરાતીમાં અનુવાદ...
હિંમતનગરમાં પાણપુર પાટિયા પાસે ૨૪ મુસ્લિમ ઓડ પરિવારો છેલ્લા ૧૫ વર્ષથી રહે છે. હા કામ ધંધા માટે બહાર જાય તો પણ વર્ષના ચોક્કસ સમય દરમિયાન અહી જ આવીને રહે. આ પરિવારો એમનો બાપીકો વ્યવસાય માટી ખોદકામનો કરે. વર્ષોથી આ વિસ્તારમાં રહેવા છતાં એમની પાસે પોતાની ઓળખના કોઈ આધારો નહિ. આપણે એમના મતદારકાર્ડ માટે અરજી કરી. પણ મામલતદારશ્રી એ આ પરિવારો પાસે પુરાવા નથી એટલે કાર્ડ આપી શકાય નહિ એમ કહી કાર્ડ આપવાની ના પાડી. આ પરિવારો જ્યાં રહે છે એની બાજુનું ગામ સવગઢના સરપંચ આ પરિવારોને ઓળખે એમને પુરાવા નથી એટલે આ પરિવારોને કાર્ડ મળતા નથી એ અંગે ખ્યાલ આવ્યો. એમણે પંચાયતના લેટરપેડ પર આ પરિવારોને ઓળખતા હોવાનું લખીને આપ્યું પણ મામલતદાર આને પુરાવો ગણવા તૈયાર નહિ. આમ તો પુરાવાની જરૂર પણ નથી. મતદારકાર્ડ મેળવવાની જોગવાઈ પ્રમાણે કોઈ પણ વ્યકિત મતદારકાર્ડ માટે અરજી કરે અને પુરાવા નથી તો BLO અરજી કરનાર વ્યક્તિએ અરજીમાં લખેલા સરનામે જઈને તપાસ કરી શકે અને એ વ્યકિત એને વારંવારની તપાસમાં ત્યાં જ હાજર મળે તો કાર્ડ આપવાની પ્રક્રિયા કરી શકે. આપણે આ બાબત મામલતદાર શ્રીને સમજાવી પણ એ સમજવા તૈયાર નહિ. આખરે આપણી પાસે કલેકટર શ્રીને અપીલ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ના રહ્યો.
સાબરકાંઠા કલેકટરશ્રી બંછાનિધિ પાની ખૂબ ભલા અને સંવેદનશીલ અધિકારી. એમની પાસે અપીલમાં આ વિગતો ગઈ એમણે તુરત જ આ પરિવારોને મતદાર કાર્ડ આપવાનો આદેશ કર્યો અને ૪૮ પુખ્તવયના લોકોને મતદારકાર્ડ મળી ગયા.
આ તબક્કે આ પરિવારો વતી અમે આદરણીય શ્રી અનિતાબેન કરવાલ જેઓ વિચરતી જાતિના લોકોને મતદારકાર્ડ મળે એ માટે સતત મદદરૂપ થાય છે એમનો તથા આદરણીય શ્રી બંછાનિધિ પાનીનો આભાર વ્યક્ત કરીએ છીએ. એમના સહયોગ વગર ઓડ પરિવારોને મતદારકાર્ડ મળવા મુશ્કેલ હતા.
નીચે ફોટોમાં મતદારકાર્ડ સાથે ઓડ પરિવારો.
No comments:
Post a Comment