![]() |
Mittal Patel meets Balukaka in Lodhra |
"An extra packet of chili came with this month's ration kit. How should I send it back? It must have been someone else. Please take it when you pass by from me ..."
Every month, we provide ration to around 700 elderly families. As part of this, we also gave a kit to Balukaka, who lives in Lodhra, Gandhinagar. The shopkeeper prepared the kits, and by mistake, two packets of chilli were added to his kit. Neither the shopkeeper nor our worker Rizwanbhai was aware of this mistake. But when Balukaka opened the kit and saw the two packets, he thought it was a mistake and immediately called me to inform about it.
Balukaka has lost the use of half of his body. His wife, though she can still do some work, goes to people's houses to clean or do the dishes, and sometimes even works in the fields. But their situation is dire.
The village's Prahladbhai informed us about this family. Prahladbhai is one of our loan members and helps us with time donations for social work. We decided to provide ration to this family. For the first time, we sent Prahladbhai to deliver the kit to Balukaka's house. When they saw the ration, both of their eyes filled with tears of joy. They said, "For the past three days, we were only surviving on tea, we had nothing to eat, but now..."
Then they opened the ration kit and when they saw garlic inside, they were overjoyed. Garlic was a bit expensive at that time. They said, "We haven't had garlic for two months, but you..." They couldn't speak any further, but their emotions were evident. When we met them, there was contentment visible on their faces. They don't have a house of their own to live in and are staying in someone's shed.
When we asked if they needed anything else, they folded their hands and said, "What you give is enough. May God bless you and give you the strength to serve many others." Hearing their situation, my eyes filled with tears.
I pray that no one else has to face such a situation...
However, now they are relieved. This relief has come with the support of kind-hearted people like you. We are grateful for that. The Dr. K.R. Shroff Foundation has been a tremendous help in this effort. Additionally, many other well-wishers, like Ashwinbhai Chaudhary, who help provide rations to many families, are equally crucial. If we all come together, we can satisfy the hunger of many such families.
I pray that nature always provides for the well-being of everyone."
"મરચાનું વધારાનું એક પેકટ આ વખતની રાશનની કીટ સાથે આવી ગયું છે, તે એને કેવી રીતે પાછુ મોકલાવું? બિચારા કોકનું હશે. તે તમે આવતા જતા લઈ જજોને..."
અમે દર મહિને 700 જેટલા નિરાધાર માવતરોને રાશન આપીયે. એના જ ભાગરૃપે ગાંધીનગરના લોદ્રામાં રહેતા બાલુકાકા ને પણ કીટ આપેલી. દુકાનદારે કીટ બનાવી એ વખતે ભૂલથી મરચાના બે પેકેટ એમની કીટમાં મુકાઈ ગયા. આ થયાનું દુકાનદાર ને કે અમારા કાર્યકર રીઝવાનભાઈ બેમાંથી કોઈને ખબર નહીં. પણ બાલુકાકાએ કીટ ખોલીને એમાં બે પેકેટ જોયા એટલે કોકનું મારી પાસે આવી ગયું એમ વિચારી જીવ બાળ્યો ને પાછો ફોન કરીને આ વિગત કહી.
કાકાના અડધા અંગને લકવો પડી ગયો છે. કાકી હજુ થોડું કામ કરી શકે તે લોકોના ઘરોમાં કચરા- પોતુ કરવા કે વાસણ કરવા જાય તો ક્યારેક ખેતરમાં પણ કામે જાય. પણ એમની પરિસ્થિતિ વીકટ.
ગામના પ્રહલાદભાઈએ અમને આ પરિવારની વાત કરી. પ્રહલાદભાઈ અમારા લોન ધારકને અમને સેવાકાર્યમાં સમયદાન આપે. અમે આ પરિવારને રાશન આપવાનું નક્કી કર્યું. પહેલીવાર પ્રહલાદભાઈને જ કાકાના ઘરે કીટ આપવા મોકલ્યા. ને રાશન જોઈને બેયની આંખમાં હર્ષાસુ આવી ગયા. એમણે કહ્યું. "ત્રણ દિવસથી માત્ર ચાના સહારે બેઠા હતા.ખાવા નહોતું. તે આજે..."
એ પછી એમણે રાશન કીટ ખોલી અને અંદર લસણ જોયું તો ખુબ હરખાયા. એ વખતે લસણ જરા મોંધુ હતું. એમણે કહ્યું, "બે મહિનાથી લસણ ભાળ્યું નહોતું પણ તમે...." એ કશું બોલી ન શક્યા. પણ બધુ સમજી શકાય એવું હતું. એમને જ્યારે મળ્યા ત્યારે એમના મોંઢા પર સંતોષ દેખાતો હતો. એમની પાસે રહેવા પોતાનું ઘર નથી. કોઈકની ઓસરીમાં એ રહે.
વધારે કશું જોઈએ એવું પુછ્યું તો, બે હાથ જોડીને તમે આપો એ ઘણું છે. ભગવાન તમને ખુબ આપે ને અનેકોની સેવા કરાવે એવા આશિર્વાદ આપ્યા. પણ એમની હાલતની વાતો એમણે કરી એ સાંભળી આંખ ભરાઈ આવી.
ભગવાન આવી દશા કોઈની ન કરની પ્રાર્થના...
જો કે હવે એમને નિરાંત છે.. આ નિરાંત આપવાનું આપ જેવા સ્વજનોના ટેકાથી થયું છે. એ માટે આભારી છીએ. ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન આ કાર્યમાં ખુબ મોટી મદદ કરે. એ સિવાય પણ અશ્વિનભાઈ ચૌધરી જેવા અનેક સ્વજનો જેઓ ઘણા મોટા પ્રમાણમાં માવતરોને રાશન આપવામાં મદદ કરે. આપ સૌ સાથે આવશો તો આવા અનેકોના જઠારાગ્નિને સંતોષવાનું આપણે કરી શકીશું.
કુદરત સૌના શુભમાં હંમેશા નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના....