Wednesday, December 06, 2017

“People tell me that you (Mittal Patel) listen to the poor!!”

Geetaben Bawa with Mittal Patel at her incomplete house
“Ben, the biometric machines are unable to capture my finger prints for processing my Aadhar Card application, without the Aadhar card my BPL card is no good, I cannot procure any grains from the PDS shop. Please help me get the Aadhar card, I am very poor and have required to beg for food because I don’t have grains from the ration shop….” the emotional Geetaben Bawa could speak no more after this…

I was walking out of the Saraniya settlement in Chapi, when Geetaben walked up to me. Widowed Geetaben never had children of her own and now takes care of her sister’s daughter. Geetaben’s sister and brother-in-law have passed away.  Geetaben has received a residential plot from the government, her house has reached foundation level for which she has received first instalment. The second instalment will reach her only after the walls are constructed. A total of Rs. 45,000 will reach her only after she follows the norms that most poor find difficult to fulfill. Geetaben could never manage to construct the walls and hence the second installment never reached her. The foundation of her house is still awaiting the construction of walls.

Geetaben Bawa with a letter narrating her living
condition which she uses to beg for food.
The BPL ration card Geetaben possessed never required her to worry about the food grains but, this recent official order to link the ration cards with Adhar card have made it difficult for her to procure grains from PDS store. Every morning Geetaben sets out and roams around 2-3 villages to beg for food and flour. The food helps sustains her and the small girls she takes care of. 

Geetaben applied thrice for assistance under the scheme that assures monthly Rs.3000 for the guardian/care-taker of orphan kid but that too was never processed.

“I have heard you listen to the poor, when I came to know that you were coming to Chaapi I rushed to meet you. Please come and have a look at my incomplete house. Ben, I pray to you please help me activate my ration card!!”

After her ration card stopped bringing her ration someone from the village helped her draft a letter (as seen in the picture) narrating her living condition. She would take the letter and beg for food. It pains us when we come across such individuals for who survival is a struggle every single day!!

It is the job of Department of Social Welfare to ensure that people like Geetaben live with dignity but……

In the picture….. Geetaben taking me to see her incomplete house…


 Geetaben Bawa meets Mittal Patel at Chaapi Saraniya
Settlement
‘બેન મારી ઓગળીઓની સાપ (છાપ) નહીં પડતી તે ઓધારકેડ નહીં મલતું ન ઓધારકેડ નહીં એટલ મારી કન બીપીએલ કેડ હ તોય કરિયોણું નહીં મલતું. મન ઓધારકેડ નેકળ એવું કરી આલો ન બેન...મારી હાલત હાવ ખરાબ હ. ચપટી(લોટ) મોગી ન ખઉ સુ...... આટલું બોલતા બોલતા ગીતાબહેન બાવા (ગૌસ્વામી)ના ગળે ડુમો ભરાઈ ગયો...’

છાપી સરાણિયા વસાહતમાંથી નીકળી ને સામે તેઓ મળ્યા. વિધવા અને નિસંતાન ગીતાબહેન સાથે તેમની બહેનની નાની દીકરી રહે. જેના મા-બાપ દેવલોક પામ્યા છે. ગીતાબહેનને સરકારે રહેવા માટે પ્લોટ ફાળવ્યો ને મકાન સહાયનો પહેલો હપ્તો ચુકવ્યો. જેમાંથી મકાનના પાયા બહાર નીકળ્યા. હવે મકાનની દિવાલો બને પછી જ બીજો હપ્તો મળે. કુલ સહાય પીસતાલીસ હજારની મળવાની અને એય પાછી નિયમ પ્રમાણે... દિવાલ ચણાઈ નહીં ને બાકીના પૈસા મળ્યા નહીં. એટલે છેલ્લા કેટલાય વર્ષથી પાયા બહાર કાઢેલું ઘર આમ જ બીજી ઈંટોની રાહ જોતું પડ્યું છે.

બીપીએલ રેશનકાર્ડ હતું એટલે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળી રહેતું પણ આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લીંક કરવાની વાત આવીને ગીતાબહેનની આંગણીઓ દાઝી જવાના કારણે આંગળીની છાપ આધારકાર્ડમાં આવી નહીં ને આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લીંક થયું નહીં એટલે રાશન મળવાનું બંધ થયું. રાશન વગર જીવવું કેમ? સવારે થેલી લઈને છાપી આજુબાજુના બે ત્રણ ગામો ફરે ને ચપટી(લોટ) માંગી લાવે ને એમાંથી એમનું ને નાની દીકરીનું પુરુ કરે.

અનાથ દીકરીને પાલક માતા પિતા યોજના અંતર્ગત માસીક ત્રણ હજારની સહાય મળે. આ જાણ્યા પછી ગીતાબહેને ત્રણેક વખત અરજી કરી પણ એનોય કોઈ જવાબ મળ્યો નહીં.
‘તમે ગરીબોની હોભળો હો એવી મન ખબર પડી ન આજ તમે સાપી આબ્બાના તે હડી કાઢતી આઈ. મારુ અઘુરુ પડેલું ઘર એક ફેરા બેન જુઓ ન મારુ રેશનકેડ ચાલુ કરી આલો.. બેન હાથા જોડી વિનતી કરુ હુ મન મદદ કરો...’

રાશનકાર્ડ બંધ થયા પછી ગામના કોઈકે એક પત્ર ગીતાબહેનને લખી આપ્યો (ફોટોમાં સામેલ છે) જેમાં ગીતાબહેનની સ્થિતિનો ચિતાર છે એ પત્ર લઈને તેઓ ક્યારેક ક્યારેક માંગવાનું પણ કરે છે.. આવી મજબૂરીમાં એક બહેનને જીવવું પડે અને એય આ ઉંમરે?

સામાજિકસુરક્ષા વિભાગનું કામ જ આવા લોકોને સુરક્ષિત કરવાનું છે પણ વિભાગ તો..... 

ગીતાબહેન તેમના અધુરા પડેલા ઘરને જોવા લઈ ગયા તે વેળાની તસવીર

#NomadicTribes #DenotifiedTribes #NomadsOfIndia #MittalPatel #VSSM #Bawa #Goswami #Socialsecurity #Socialwelfare #Widowspension #Widow #Rationcard #AdharCard #Publicdistributionsystem

No comments:

Post a Comment