
One more pending issue that we are hopeful will find solution soon is opening up of the access roads that are blocked by the strong me
n from the village..
વર્ષોની મહેનત પછી વસાહતમાં પાણી આવ્યું...
પાટણ જીલ્લાના સમી તાલુકામાં વાંસફોડા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય અને પાણીની સુવિધા થાય તે માટે આપણે ઘણા સમયથી રજૂઆત કરતા હતા. આખરે છ મહિના પહેલાં વાંસફોડા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા. પરંતુ, પાણી તો એમણે દોઢ કી.મી. દુરથી જ લાવવું પડતું હતું. ઘણી રજૂઆતના અંતે હવે આ પરિવારોની વસાહતમાં પાણીની સુવિધા થઇ. આમ તો કલેકટર શ્રીની સીધી સુચનાથી આ કામ પૂરું થયું એમ કહીએ તો ચાલે. આ પરિવારોને મળેલાં પ્લોટ પર હજુ ઘર બાંધવાનું કામ શરુ થયું નથી પણ પાણી આવી ગયું એનાથી તેઓ રાજી છે. આમ તો ઘર મળ્યા જેટલો જ આનંદ છે... વર્ષોથી પાણી માટે જે રઝળપાટ એમણે વેઠ્યો છે એનો હવે અંત આવ્યો... પાણીનો બગાડ ના થાય તે જોવાનું રહ્યું...
હજુ વસાહતમાં જવાનાં રસ્તા પર ગામના માથાભારે લોકોએ દબાણ કરી દીધું છે એમનો રસ્તો બંધ કરી દીધો છે આ પ્રશ્ન ઉકેલવાનો બાકી છે. આ મુદ્દો પણ ઝડપથી ઉકેલાય એવી આશા રાખીએ...
photoમાં બહેનો પાછળ એમના છાપરાં છે જેમાં તેઓ રહે છે...
No comments:
Post a Comment