Ravjibhai, the community leader of the settlement has mede numerous requests to the government, he has walked to the offices of various government departments and requested them to enable the families to live a life of dignity. Somewhere the villagers weren’t able to digest Ravjibhai meeting the authorities and requesting to intervene. They thrashed him up. But the actions have not shaken the grit of Ravjibhai who is determined to go ahead with his campaign to get residential land for the Bharthari families in Bhavsor. He says, ‘what if they kill me, how long can we survive fearing such threats, death is to come anyways be it today or tomorrow. As such there is nothing to lose in this life with is sheer wandering and aversion.' Ravjibhai’s painful account contains both, pain and zeal, the zeal to fight it out and the pain of dejection by the society.
We have decided to present the case before the district collector and have also called for a joint meeting between panchayat, villagers and community members. We are looking forward to a positive response from all these concerned parties…...
આ જિંદગીમાં નવરો રઝડપાટ અને લોકોને ધુત્કાર છે
વસાહતના આગેવાન રવજીભાઈએ સરકારમાં ખૂબ રજૂઆતો કરી. પોતે આ દેશના નાગરિક છે અને સ્વમાનપૂર્ણ જીવવાનો તેમને અધિકાર છે તેવું લગભગ દરેક કચેરીમાં જઈને રવજીભાઈ કહ્યું છે. પરંતુ, તેમની રજૂઆતો ગામના માથાભારે લોકોને પસંદ ના પડી અમણે રવજીભાઈને ખૂબ માર્યા . પરંતુ , રવજીભાઈ અડગ છે. તેઓ કહે છે, “ મરી જઈશું પણ હવે તો અમારો હક અમે મેળવીને જ રહીશું . ક્યાં સુધી ડરના માર્યા ભાગતા ફરીશું અને મૃત્યુ તો આવવાનું જ છે ને , એ આજે આવે તોય શું અને કાલે આવે તોય શું આમે આ જીન્દગીમાં નવરો રઝડપાટ અને લોકોનો ધુત્કાર છે એટલે મરીએ તો પણ ગુમાવવા જેવું કશું નથી . “ રવજીભાઈના કથનમાં સમાજ પ્રત્યેની નિરાશા છે તો સાથે સાથે પોતાના અધિકાર માટે લડી લેવાનો જુસ્સો પણ છે . કલેકટર શ્રી સમક્ષ આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય તે માટે રવજીભાઈ સાથે રહી રજૂઆત કરવાનું નક્કી કર્યું છે સાથે સાથે ગામ લોકો અને પંચાયતના સભ્યો સાથે પણ એક બેઠકનું આયોજન વિચાર્યું છે. સારુ પરિણામ મળશે તેવી આશા પણ છે.
નીચે ફોટોમાં રવજીભાઈનો પરિવાર અને ભરથરી પરિવારો જે સ્થિતિમાં રહે છે એ વસાહત દશ્યમાન છે.
શુભમ ભવતુ:
No comments:
Post a Comment