Since years we are spending monsoon at Samarwada village of Dhanera Block in Banaskantha Dist. Yes, we do immigrate from village to village for livelihood but finally return to Samarwada. Although, before settling down at Samarwada, our elderly wandered many villages but nobody were willing to accept us. Finally here in Samarwada nobody opposed us so they made it our native place. We were glad as we got our first identification as Indian citizen as VSSM helped us to get the voter ID cards. But the village was not happy in our happiness. We were aghast as we faced opposition in the village as soon as received the voter ID cards. The villagers registered a case in court that we were not belongs to the village hence not eligible to get the voter cards. This raised a question: who we are and where do we belongs? In this huge world we don’t have an abode we can term it as our land? We lost hope. In the midst of the disappointment we were expelled from the village. Even the school leaving certificate of our children were given expelling them from the schools. Where would we go? What would we do? We opened our hearts to VSSM (Vicharta Samuday Samarthan Manch) which is the only address of the human without address. Immediately a meeting with the collector was arranged. Collector noded that this would not supposed to happen. Cards once issued cannot be cancelled. Government is ultimate the master of the land. If government decides to settle down these families in the village then the villagers should not object it. If the village has any issue that can be represented but the cards could not be cancelled in this way. Finally with the intervention of the collector and with the help of VSSM we received back our voter ID cards. Now, applications for ration cards have also been filed. Liasioning with the village community is also being taken up by VSSM that we can live in cordial terms with the village. If VSSM was not there who would have hold our hand?
These are the words of the families of the Meer (a nomadic tribe). With the help of you people VSSM has become instrumental in getting citizenery rights for these families.
Read in Gujarati...
Read in Gujarati...
અમે બનાસકાંઠા ધાનેરા તાલુકાના સામરવાડાગામમાં વર્ષોથી ચોમાસું ગાળીયે. હા કામ ધંધા માટે ગામે ફરીએ પણ પાછા આવીને સામરવાડામાં જ રહીએ. આમ તો સામરવાડા પહેલા અમે અને અમારા ઘૈડિયા ઘણા ગામો ફર્યા પણ કોઈ અમને રાખવા તૈયાર જ નહીં! સામરવાડામાં અમારા વસવાટનો કોઈએ વિરોધ નહોતો કર્યા એટલે આ અમારુ વતન થઇ ગયું એમ કહીએ તો ચાલે. પણ સમય બદલાતો ગયો અત્યાર સુધી અમારા વસવાટનો વિરોધ નહોતો પણ જેવું અમે મતદારકાર્ડ કઢાવવાની કામગીરી શરૂ કરી કે, ગામના લોકોએ વિરોધ કર્યો. ત્યારે ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ ની મદદથી અમને પહેલીવાર આ દેશના નાગરિક તરીકેની ઓળખસમું મતદારકાર્ડ મળ્યું. અમે તો રાજી થઇ ગ્યા. માથે મૂકીને નાચ્યા. પણ ગામના લોકોને અમારો આ રાજીપો ના ગમ્યો. એમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો. ‘અમે એમના ગામના નથી એટલે એમને સામરવાડાગામના મતદારકાર્ડ ન મળવા જોઈએ!’ ત્યારે અમને થયું અમે ક્યાંના? કોઈ અમને પોતાના ગામનો હિસ્સો બનાવવા તૈયાર નથી! આવડી મોટી દુનિયામાં અમારા માટે ક્યાંય જગ્યા નહીં? અમારા કાર્ડ રદ થઇ ગ્યા. અમે હારી ગ્યા. ગામમાંથી અમને કાઢી મુક્યા! અમારા છોકરા જે ગામની નીશાળમાં ભણતા હતા એમનાય દાખલા આપી દીધા. ક્યાં જશું? શું કરીશું? અમારી મૂંઝવણ અંગે અમે અમારી સંસ્થા જે અમારા જેવા સરનામાં વગરના માનવીઓનું સાચું સરનામું છે એમને વાત કરી. તત્કાલ કલેકટર સાહેબ સાથે મીટીંગ ગોઠવાઈ. કલેકટર સાહેબે કહ્યું, ‘ આવું બનવું જ ના જોઈએ ’. એક વખત મળેલા કાર્ડ રદ ના જ થવા જોઈએ. વળી દેશની જમીનની પહેલી માલીકી સરકારની છે તો સરકારે આ પરિવારોને સામરવાડામાં વસાવવાનું નક્કી કર્યું છે તો ગામને વાંધો ના લેવો જોઈએ. ગામને બીજા પ્રશનો હોય તો સરકારમાં રજૂઆત પણ થઇ ગઈ છે. ગામ સાથે પણ અમારો સુમેળ થાય એ માટે સંસ્થા દ્વારા વાટા ઘાટો થઇ રહી છે. સંસ્થા ના હોય તો અમારા જેવા માણસોનો આધાર કોણ બનત!
ઉપરોક્ત શબ્દો છે સમારવાડામાં રહેતા મીર પરિવારોના. આ મીર પરિવારોને તેમનો નાગરિક તરીકેનો હક અપાવવામાં આપ સૌના સહયોગ થઇ સંસ્થા નિમિત બની. આપ સૌ વિચરતા સમુદાય સાથેના કામોમાં જે રીતે સહભાગી થઇ રહ્યા છો અમારી ચિંતા કરી રહ્યા છો એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
ઉપરોક્ત શબ્દો છે સમારવાડામાં રહેતા મીર પરિવારોના. આ મીર પરિવારોને તેમનો નાગરિક તરીકેનો હક અપાવવામાં આપ સૌના સહયોગ થઇ સંસ્થા નિમિત બની. આપ સૌ વિચરતા સમુદાય સાથેના કામોમાં જે રીતે સહભાગી થઇ રહ્યા છો અમારી ચિંતા કરી રહ્યા છો એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
No comments:
Post a Comment