The police officials of Sarkhej police station arrived from no where on seeing 4 members of Dafer community together at a grocery store in the village of Rethal of Ahmedabad’s Sanand block. Even before the villagers could understand and react to what was happening they arrested all the three men and took them away. They let go the woman in the group. The reason of arrest accordiong to the police 4 members of the Dafer community together means they are out to carry a heist or theft!!!! The men were Gafarbhai Mafabhai Dafer and two boys from the Dafer settlement Ahmed and Akbar. All of them stay in the Dafer settlement on the outskirts of Rethal village. The families earn their livelihood by guarding the farm boundaries. These families have been staying here for years. They also have Voter’s ID cards and Ration card from this village.
On the way to Sarkhej, the police slapped and hit Akbar and Ahmed and dropped them from the jeep. But they did not release Gafarbhai. The police took the bike along. Had these boys not come back and informed the community of the event the the families would not have known what had happened. The police had come to know that Gafarbhai and his son-in-law owned motor bikes and concluded for themselves that the bikes were stolen. Infact the bikes were bought by the duo and they had all the legal documents to prove and receipts of the payments made. They had already made name transfer application in RTO. The police thrashed Gafarbhai and questioned from where had they stolen the bikes. Gafarbhai told them the bikes were purchased, he also dialled up the person from whom the bikes were purchased, once he proved that there was no wrong doing involved, they stopped the jeep. They asked him to get down and told him to get those few men of Dafer community who were on the wanted list. Gafarbhai refused, he cannot take responsibility of others, had those wanted men been from his family he would have obliged. On hearing a refusal the police slapped him again……and let him go.
Gafarbhai called VSSM. ‘Ben, does being Dafer mean that we only loot, can’t we buy things???It is becoming impossible to tolerate such abuse. Tell the police that we are also humans, not any stray animals that people stone and thrash just because they happen to see it loitering…..they pick us up, thrash us, release us at their will.. there is something like law in this country….enough is enough’ a very hurt and humiliated Gafarbhai voiced out his anger on the call.
Almost two years back Gafarbhai faced similar abusive behaviour of police when they had come to their settlement and beat up a lot of men present there..
This is a file picture of Gafarbhai, two years ago, after being thrashed by police.
અમે ડફેર છીએ એટલે અમે બધુ લુંટ કરીને જ લાવીએ???
ગફારભાઈ મફાભાઈ ડફેર સાણંદ તાલુકાના રેથડગામમાં સીમ રખોપુ અને છુટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર વર્ષોથી આ ગામમાં જ સ્થાયી રહે છે તેમની પાસે આ ગામના મતદારકાર્ડ અને રેશનકાર્ડ પણ છે. તા. ૯ મે ૨૦૧૪ના રોજ સાંજના ૪:૪૫ વાગે ગફારભાઈ તેમના પત્ની શકીનાબેન સાથે બહારગામથી પોતાની બાઈક પર રેથડ આવ્યા અને ડફેર વસાહતમાંથી બે છોકરાં એહમદ અને અકબર પણ પોતાની બાઈક લઈને રેથડગામમાં કારીયાણું ખરીદવા ગયા. ચારે જણા ગામમાં ભેગા થયા ત્યાં અચાનક સરખેજ પોલીસ મારૂતી ગાડી લઈને આવી અને શકીનાબેનને ધક્કો મારીને પાડી દીધા અને ગફારભાઈ, એહમદ અને અકબરને ગાડીમાં બેસાડી દીધા. બે બાઈક ઉપર પોલીસ બેસી ગઈ. ગામમાં કોઈ કશુ સમજે, કશુ પૂછે તે પહેલાં તો પોલીસ એમને પકડીને લઇ ગઈ.
રેથડ અને સાણંદ વચ્ચે રસ્તામાં જ પોલીસે ગાડી ઉભી રાખી અને એહમદ અને અકબરને બે ઝાપટ મારી ઉતારી દીધા અને એક બાઈક આપી દીધું. જયારે એક બાઈક અને ગફારભાઈને પકડીને લઇ ગઈ . શું કામ લઇ ગઈ તે અંગે પરિવારને જાણ પણ ના કરી. આ બે છોકરાં પાછા ના આવ્યા હોત તો કઈ પોલીસ લઇ ગઈ છે તેવી પણ ખબર ના પડત.
લગભગ ૫:૫૦ વાગે ગફારભાઈનો ફોન આવ્યો. તેમણે કહ્યું, “ પોલીસને ક્યાંકથી માહિતી મળી કે મારી પાસે અને મારા જમાઈ પાસે બાઈક છે. ડફેર છીએ એટલે ચોરીને જ બાઈક લાવ્યા છીએ એવું એમણે માની લીધેલું એટલે પહેલા ચાર – પાંચ અડબોથ(લાફા) મારી અને કહ્યું, બાઈક ક્યાંથી ચોર્યા? મે એમને કહ્યું, મારી પાસે કાયદેસરનું લખાણ છે. મે જૂનામાં બાઈક ખરીદ્યું છે અને જેમની પાસેથી ખરીદ્યું છે એમને કાયદેસર પૈસા ચૂકવ્યા છે. બાઈક અમારા નામે કરવા આર.ટી.ઓ.માં અરજી
પણ કરી છે.” તે પછી મે જેમની પાસેથી બાઈક ખરીદ્યું હતું તેમનો નંબર મે લગાવી આપ્યો. એમની સાથે વાત થઇ પછી ગાડી ઊભી રાખી અને મને કહ્યું, તારી કોમમાંથી વોન્ટેડ છે એમને લાવીને હાજર કર. મે એમને કહ્યું, હુ મારા પરિવારની જવાબદારી લઇ શકુ બાકીના ને હુ કેમ હાજર કરુ. મને ફરી લાફો માર્યો અને મને ઉતારી દીધો. “
“બેન અમે ડફેર છીએ એટલે અમે બધુ લુંટ કરીને જ લાવીએ? પોલીસ હંમેશા આવી જ રીતે કેમ વર્તે! હવે આ અત્યાચાર સહન નથી થતો. પોલીસને સમજાવો અમે પણ માણસ છીએ. હરાયું ઢોર નજરે પડે એટલે લોકો એને મારે એમ અમે નજરે પડીએ એટલે પોલીસ અમને મારે અને ઉપાડીને લઈ જાય. કાયદા જેવી કોઈ ચીજ છે જ નહિ? હવે બહુ થયું આ પોલીસનું કાંક કરો.”
બે વર્ષ પહેલા પણ પોલીસ ગફારભાઈના ડંગામાં આવીને ડંગામાં ઉપસ્થિત સૌને ખૂબ મારીને જતી રહેલી. નીચે ૨ વર્ષ પહેલા પોલીસના અત્યાચારનો ભોગ બનેલા ગફારભાઈ
No comments:
Post a Comment