Mittal Patel visits the water-filled Vadu lake |
“When it rains well, we head over to the banks of the lake in our village. Seeing the water-filled lake brings us a deep sense of relief!”
The residents of Sabarkantha’s Kanai village shared their sentiments.
Mahendi Ali, Habib Ali, Valikaka, and others are very aware of water-related issues in their village. The entire village is committed to the well-being of the lake, which is a rarity. With the help of respected Shri Krishnakant Mehta and Indira Mehta, we were instrumental in deepening the Vadu lake of this village.
In Kanai, one hits the stone layer 125 to 150 feet under the ground. But if the aquifers up to 150 feet get recharged, it would enable farmers to take two crops in a year. Water is also required for cattle rearing. The village well and borewell are the two primary sources of water. But these two will have water only if the lakes are filled with water.
We deepened one lake, but the village had made efforts to deepen its five lakes and link them too. The community has used its inherent wisdom to make use of available resources to conserve water efficiently.
I wonder why this village has not received media attention yet. Well, we have made a documentary on the water conservation efforts in Kanai village. It will be ready to air within ten days. The documentary highlights some fantastic work done by a very aware village community.
The lake VSSM helped deepen and filled up to the brim; as a result, the 200 feet deep borewell has recharged. In fact, the water flows back from the borewell.
The filled-up lake is a sight to behold, and so is the well with water filled up to an arm’s length.
This year we have dredged three lakes in Sabarkantha and 40 lakes in Banaskantha. Next year we plan to deepen equal numbers in both these districts. I am sure the almighty will help us accomplish our goal
"વરસાદ સરસ વરસે કે અમે અમારા ગામના તળાવે પહોંચી જઈએ. તળાવ ભરાયેલા જોઈને અમારા જીવને નિરાંત થાય..."આ વાત કરી સાબરકાંઠાના હીંમતનગરના કનાઈગામના લોકોએ.મહેંદીઅલી, હબીબઅલી, વલીકાકા વગેરે જેવા નાગરિકો પાણીને લઈને સખત જાગૃત. આમ તો તળાવની જબરજસ્ત ભૂખ હોય એવું આ ગામ. બહુ ઓછા ગામો પાણીને લઈને આવા જાગૃત હોય. અમે આ ગામનું વડુ તળાવ ઊંડુ કરવાનુ અમારા આદરણીય ક્રિષ્ણકાંત મહેતા અને ઈન્દિરા મહેતાની મદદથી કર્યું.
ગામના ભૂગર્ભમાં 125 થી 150 ફૂટે કાળો પથ્થર આવી જાય. આમ જમીનમાં 150 ફૂટ સુધીના સ્તર પાણીથી ભરેલા હોય તો ગામલોકો ખેતીમાં બે પાક લઈ શકે. વળી પશુપાલન માટે પાણી મળી રહે. ગામમાં કૂવા અને બોરવેલ ખેતી અને પશુપાલનનો મુખ્ય આધાર. વળી આ કુવા અને બોરવેલ ગામના તળાવો જો સરસ ભરાયેલા રહે તો જ પાણીવાળા રહે.
અમે તળાવ ગાળ્યું. પણ ગામે સ્વયંમ ભૂ પણ પ્રયત્નો કરીને ગામના પાંચ તળાવો ઊંડા કર્યા વળી પાછા એ બધા લીંક કર્યા. પોતાની સૂઝબૂઝથી પાણીને લઈને આ ગામે ઉત્તમ કાર્ય કર્યું છે.મીડિયાના ધ્યાને આ ગામની વાત કેમ નથી આવી સવાલ છે, ખેર અમે એક આખી ડોક્યુમેન્ટ્રી કનાઈના જળસંચયના કાર્યોને લઈને બનાવી રહ્યા છીએ. દસેક દિવસમાં એ બધુ તમારી સામે મુકીશ. આ ડોક્યુમેન્ટ્રીમાં અદભૂત વાતો કરી છે.. કોઈ ગામ પાણી માટે આવું જાગૃત હોય એ જ મને તો નવાઈ લાગે છે.
અમે તળાવ ગાળ્યું ને એ સરસ ભરાયું. એના લીધે ગામના બોરવેલ જે 200 ફૂટ ઊંડા છે તે રીચાર્જ થયા. એક બોરવેલમાંથી તો પાણી બેક મારે. એટલે કે સ્વંયમભૂ બહાર નીકળે. આમ આખો બોરવેલ રીચાર્જ થઈ ગયો...
મજાનું ગામ...અમે જે તળાવ ખોદ્યું એ ભરાયું એ તમે પણ જુઓ.. ને કુવા પણ હાથેથી પાણી લઈ શકાય એટલી હદે રીચાર્જ થયા. વધારે વાત ડોક્યુમેન્ટ્રીમાં કરીશું.
આ વર્ષે સાબરકાંઠામાં ત્રણ તળાવ ગાળ્યા. બનાસકાંઠામાં 40 તળાવો ઊંડા કર્યા. આવતા વર્ષે સાબરકાંઠામાં પણ બનાસકાંઠામાં કરીએ એટલા તળાવ કરવાનો લક્ષાંત છે.. બસ ઈશ્વર આ મનોરથ પૂર્ણ કરાવે...
#MittalPatel #vssm #watermanagement
Mittal Patel with the residents of Kanai village visits Vadu lake |
Residents of Kanai village sharing their sentiments with Mittal Patel |
No comments:
Post a Comment