Thursday, July 07, 2022

It has taken 13 years for these nomadic families to receive residential plots...

Years back Mittal Patel gave their identity document which was
acquired through VSSM's efforts

“We have been wandering across Banaskantha but have found no place to settle down. Our work also keeps us on the move. What would we eat if we were to lead a settled life? No one likes to watch snake shows now; enforcing the Wildlife Protection Act means we had to give up our traditional occupation of snake charming and look for other works. All these downs have made us understand the importance of a house. As a community, we decided to stay close to Banaskantha’s Diyodar. We may go anywhere but always come back to Diyodar to celebrate or mourn important events! We live on a government wasteland;  they can ask us to move out of it anytime they wish. Please help us find a place we can call our own.”

Many years ago, Hamirbha Nathvadi shared this with us. Consequently, we began working towards getting plots allotted for 110 homeless Nathvadi families of Diyodar. When we started working with them, the families had no identity proof. So, VSSM initiated the process of getting all the required documents like Ration Card, Caste Certificate etc., in place. There was a time our team member Naranbhai would lug a massive pile of papers whenever he was called at the government offices. The efforts of Naranbhai and Ishwarbhai resulted in the accomplishment of these tasks.

VSSM tried to ensure these families got plots allotted at any of the wastelands in Diyodar, but because there is no wasteland in Diyodar, it seemed like an uphill task. As a result, we had to make repeated requests and get a resolution for wasteland issued for the allotment of wasteland to nomadic families. Finally, the families were given plots in Lavana and Ludra. However, they were unwilling to move to any of these places mainly because it was hard to find work in the region. The issue reached district Collector Shri Anand Patel and DDO Shri Swanil Khare’s office. Both these officers are empathetic and compassionate towards the problems of the marginalised population. They represented this unique issue of Nathvadi families to the policymakers and got a new resolution issued primarily for Diyodar. As a result, the families were allotted plots in Diyodar itself.

However, 15 Meer families still await the allotment of plots. Hopefully, they too will soon receive the plots to build their homes.

It has taken 13 years for these families to receive plots. Many times they have lost patience and hope. Many families living on the banks of the Diyodar lake have had to lose their homes, but we had asked them to remain hopeful. And after more than a decade, their patience has paid off. The families will now begin the construction of houses on the allotted plots. They will be receiving government aid, and VSSM too shall be supplementing the required amount to build long-lasting pucca homes for these families.

Our respected Prime Minister has pledged to provide a house to homeless families by 2022, and these pathbreaking decisions result from this pledge. We are grateful to the Chief Minister, District Collector, District Development Officer, Additional Collector, Sarpanch and all the officials who have helped us turn this dream into a reality.

VSSM’s Naranbhai and Ishwarbhai are reeling under immense joy, and their efforts have finally paid off.

In the picture, DDO Shri gives away documents of plots to the families. Years back, it was he who had helped these families with their identity documents.

“આખુ બનોસકોઠા રખડ્યા. પણ કાયમ રેવાનો ચોય આશરો ના જડ્યો. પાસા અમારા કોમય એવા ન એટલ રખડવું જ પડ. તમારા ઘોળે ઘર પકડીન બેહી જઈએ તો ખઈએ હુ? પણ આ હરપ(સાપ)ના ખેલ જોવા કોઈન ગમતા નહીં. પાસુ જંગલખાતાવાળાએ પ્રતિબંધ કીધો. તે હવે બીજા ધંધા હોધ્યા. પણ આ બધામો અમન ઘરનું માતમ(મહત્વ) હમજઈ જ્યું. બસ એટલે બનાસકોઠાનું આ દિયોદર પકડીન બેહવાનું નક્કી કીધુ. ભલે ધંધાપોણી હાતર આખુ મલક ભમીએ પણ હારા ખોટા પરસંગ ઓય દિયોદરમોં જ કાઢવાના.

પણ બુન જે જગ્યાએ અમે બેઠા એ સરકારી. ગમે ત્યાર ખાલી કરાવ. માથુ ઘાલવા અમારી પોતાની જગ્યા મલ એવું કોક કરો...”

ગામે ગામ ફરી પોતાના પરંપરાગત વ્યવસાયના આધારે પેટિયું રળનાર હમીરભા નાથવાદીએ વર્ષો પહેલાં આ કહેલું. એ પછી અમે દિયોદરમાં રહેતા આવા ઘરવિહોણા 110 પરિવારોને પોતાની જગ્યા – પ્લોટ મળે તે માટે મહેનત હાથ ધરી. એ વખતે તો આ પરિવારો પાસે પોતાની ઓળખના આધારો પણ નહીં જે બધા એક પછી એક અમે કઢાવ્યા. રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર વગેરે કાંઈ કેટલાય લટકણિયા. અમારા કાર્યકર નારણભાઈ તો કાગળિયાના થેલા લઈને જે કચેરીએ બોલાવે ત્યાં હાજર થાય. એમની ને કાર્યકર ઈશ્વરભાઈ આ બેઉની મહેનતથી આ બધુ થયું.

સ્થાયી સરનામુ મળે તે માટે દિયોદરમાં પ્લોટ મળે તે માટે તજવીજ હાથ ધરી પણ દિયોદરમાં ગામતળ કે સરકારી ખરાબો નહીં. જ્યારે વિચરતી જાતિઓને સરકારી ખરાબામાં જગ્યા ફાળવવાની જોગવાઈ અમે સરકારમાં ખાસ કરાવડાવેલી. પણ જમીન નહોવાના લીધે ઠેકાણું ન થાય. આખરે લવાણા અને પછી લુદ્રામાં આ પરિવારોને પ્લોટ ફળવાયા. પણ ત્યાં આ પરિવારોને જવાનું મન નહીં મૂળ ત્યાં કામના પ્રશ્નો.

આખરે વાત આવી કલેક્ટર શ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વનીલ ખરે પાસે..બેઉ ખુબ ભલા અધિકારી. એમણે સરકારમાં આ પરિવારોના પ્રશ્નની વાત કરી અને દિયોદરમાં નવું ગામતળ નીમ કરાવ્યું. જેના લીધે આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા. 

જો કે 15 મીર પરિવારો હજુ બાકી રહ્યા અમને શ્રદ્ધા છે એમને પણ ઝડપથી પ્લોટ ફળવાશે.

13 વર્ષની મહેનત પછી આ પરિવારોને પ્લોટ મળ્યા. આવામાં વચમાં આ પરિવારોની ધીરજ પણ ખુટી જાય. દિયોદરના તળાવની પાળ પર રહેતા પ્રકાશભાઈ અને અન્ય પરિવારોના તો છાપરાં પણ તૂટ્યા. એ વખતે આ બધા ખુબ નાસીપાસ થયેલા. પણ અમે હિંમત આપી. સારુ થશે એવો વિશ્વાસ આપ્યો ને આખરે એ દિવસ આવ્યો. 

હવે આ પરિવારોના ઘર બંધાશે. સરકાર પૈસા આપશે ઉપરાંત અમે પણ મદદ કરીશું ને આ પરિવારો પણ પોતાની રીતે થોડા કાઢશે. આમ સહિયારા પ્રયાસથી સરસ ઘર થશે. 

વડાપ્રધાન શ્રી તમે સ્વપ્ન જોયું ઘરવિહોણાને ઘર આપવાનું એટલે આ સાકાર થયું. મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંતકલેક્ટર શ્રી, સરપંચ શ્રી વગેરે પદાધિકારીઓનો ઘણો આભાર. આપ સૌની લાગણીથી આ બધુ સંપન્ન થયું.

અમારા કાર્યકર નારણભાઈ અને ઈશ્વરભાઈ બેઉ રાજી થયા. વર્ષોની એમની મહેનત રંગ લાવી.

વર્ષો પહેલા રેશનકાર્ડ ને અન્ય પુરાવા કઢાવી આપવામાં નિમિત્ત બનેલા એ ફોટો તેમજ હમણાંમળેલા પ્લોટ આપતા ddo શ્રી


DDO Shri gives away documents of plots to the families.

Nomadic families with their identity documents

Years back Mittal Patel gave their identity document which was
acquired through VSSM's efforts.

DDO Shri gives away documents of plots to the families.

The nomadic families were allotted plots in Diyodar 


No comments:

Post a Comment