Mittal Patel wears a paghadi placed by Takhubhagat |
“Do you have any knives to be sharpened, bring them, we are here!!” A heavy Saran loaded on their shoulders, mostly travelling on feet, from village to village, shouting at the top of our voice. This is the image of Saraniyaa or the Knife sharpeners most of us carry in our memory. The Saraniyaa families, with their entire household loaded on a bullock cart, travelling from village to village have now settled on government wastelands. VSSM has been assisting them at various levels including processing the applications and acquisition of residential plots.
Mittal Patel talked about the need for deaddiction, sending children to school,general awareness amongst the community |
We recently organised a gathering of Saraniyaa Community leaders at Anandpar in Morbi. The community leaders shared their woes, the general apathy and gratitude towards the warmth and support they receive from VSSM’s committed team members Kanubhai and Chayabahen. “Bahen, we were unable to find one document. The entire village was against our residing in the village. Kanubhai and Chayabahen stood beside us like a rock and asked the village to provide us land for permanent settlement.”
VSSM’s team has been instrumental in bringing hope, spreading joy in the lives of thousands of nomadic families. Only the fortunate are blessed with strong, devoted and hardworking team. It is a team that brings laurels to VSSM and me. I feel immensely fortunate and proud to be a part of such a team.
The community leaders shared their woes, the general apathy and gratitude towards the warmth and support they receive from VSSM’s committed team members Kanubhai and Chayabahen. |
Since several years, Takhubhagat has been residing on a small hill at some distance from Anandpar. Some individuals in the village were against granting permeant settlement to him. During the gathering we requested the village Sarpanch and other leaders to participate in the meeting. The case was presented and Sarpanch agreed to providing land to the families.
We also talked about the need for deaddiction, sending children to school, general awareness amongst the community. “VSSM is our guardian, never ever leave our side.” Such sentiments are truly overwhelming.
We recently organised a gathering of Saraniyaa Community leaders at Anandpar in Morbi. |
“Only the worthy can wear a Paghdi/head-gear, it is not for everyone,” said Takhubhagat while placing the Paghadi on my head. Indeed, a true honour!!
ખભે ભારેભરખમ સરાણ લઈને ગામે ગામ છરી ચાકા હજાબ્બા હોય તો....ની બૂમ પાડતા સરાણિયાને તમે દીઠા હશે...
ખભે ભારેભરખમ સરાણ લઈને ગામે ગામ છરી ચાકા હજાબ્બા હોય તો....ની બૂમ પાડતા સરાણિયાને તમે દીઠા હશે...
ગાડા લઈને એક ગામથી બીજે ફર્યા કરતા આ સરાણિયા પરિવારો આજે સરકારી ખરાબાની જગ્યામાં સ્થાયી થયા છે. સરકાર પાસે રહેવા પોતાના નામનો પ્લોટ તેમજ પોતાની ઓળખના તમામ પુરાવા મળે એ માટેની મથામણ VSSM સાથે રહી તેઓ કરી રહ્યા છે..
આવા સરાણિયા સમાજના આગેવાનોની એક બેઠક મોરબી જિલ્લાના આણંદપરમાં અમે કરી. બેઠકમાં સૌએ પોતાની વેદના વ્યક્ત કરી સાથે સંસ્થાના સંનિષ્ઠ કાર્યકર કનુભાઈ અને છાયાબહેન થકી મળતી હૂંફની પણ વાત કરી.'બેન એક કાગળિયું જડતું નહોતું, ગામ આખુ અમારા વસાવટ હામે વિરોધ કરતું ન્યાં કનુભાઈ અને છાયાબહેન અમારી પડખે રીયા અને આજે ગામે અમને રેવા હાટુ જમીન આપવાની કીધું..
'VSSMના કાર્યકરો થકી હજારો પરિવારોને સુખ અપાવવામાં નિમિત્ત બનવાનું થયું છે. મજબૂત કાર્યકરોની આવી ટીમ મળવી નસીબની વાત છે.. મને ગર્વ છે તમામ કાર્યકર પર જેમના થકી હું અને VSSM ઊજળા છીએ...
વર્ષોથી તખુભગત આણંદપરગામથી દૂર ટેકરા પર છાપરાં નાખીને રહેતા.. ગામ રહેવા કાયમી જગ્યા આપેની માંગ એમની વર્ષોની પણ ગામના કેટલાક આ બાબતે સહમત નહોતા.
સરાણિયા સમાજના આગેવાનોની બેઠકમાં ગામના સરપંચ અને અન્ય આગેવાનોને અમે ઉપસ્થિત રાખ્યા અને સરપંચ શ્રીએ જમીન આપવાની સહમતી દર્શાવી.
સરાણિયા આગેવાનોએ આ બેઠકમાં પોતાના સમાજમાં વધારે જાગૃતતા આવે, બાળકો ભણતા થાય તેમજ વ્યસન મુક્ત સમાજ બેને તે માટે પ્રયત્નો કરવાની વાત કરી અને સૌથી અગત્યનું 'સંસ્થા અમારી માવતર અમારો હાથ ઝાલી રાખજો'ની એમની વાત પર નતમસ્તક થવાયું.. કનુભાઈ છાયાબહેન, વાધાભાઈ, તખુભગત સૌની કટીબદ્ધતાના લીધે આ બેઠક સુંદર રીતે પૂર્ણ થઈ... પાઘડી બધાને નો પહેરાવાય.. લાયકને જ પહેરાવાય એવું કહીને તખુભગતે પાઘડી પહેરાવી...એમણે આપેલી આ ઈજ્જત માટે કૃતજ્ઞતાભાવ...
No comments:
Post a Comment