Tuesday, October 15, 2019

Nomadic families received their caste certificate from the hands of Collector Shri K Rajesh...

Collector Shri distributes caste certificate to nomadic'families
 “Why do you travel so much? You now have a team, why is the need for you to travel so much!!” I am often asked.

“It is the my travels through the countryside, the areas we work that enables me understand the real India, the people and communities that give India it’s identity, comprehend their everyday struggles!!”

The current residence of the nomadic families
It is not just me, the government officials, authorities, ministers, leaders all travel to understand the people they represent. However,  their entourage and official protocol limits their ability to mingle with the communities. The police and security  that  surround our political leaders and bureaucrats intimidates the communities to reach out to them.

The Surendranagar district collector Shri K Rajesh however, is moving and interacting with the communities in a completely  informal manner. A very different approach from a senior official of his level. Even if his officials fail to reach on time, Shri Rajesh is invariably present on the decided place and begins his day by listening to the problems of the poor and marginalised  people of the district he is entrusted with. Everyone talks to him without any inhibitions. The people do not hold back on their grievances,  complaints or appreciations 

A report is published in the newspaper
“He is our man, we can share anything to him,” they say in chorus. This is a huge achievement for any  district collector.


An official was unnecessarily delaying the issuance of caste certificates to the Saraniya and Devipujak families of Chuda. A phone call reaches Shri Rajesh who then  instructs his official to make a visit  to the place of residence and issue the certificate. “I too will remain present when you visit the place,” he tells. Obviously, the official had to work in the direction.

Finally, two days back the families who had been awaiting caste certificate for years,   received it from the hands of Shri K Rajesh himself.  He insists on going to the settlement so that his officials take a cue from his actions and begin to embrace this poor  communities. And Surendranagar district bureacary is witnessing this change. Now, one can see authorities interacting with the communities more often.

 During a small function we had organised for the distribution of caste certificates VSSM’s Harshad mentioned, “K. Rajesh Saheb has promised to allot residential plots to 500 nomadic families after Diwali…” before he could continue any further Shri Rajesh interrupted, “Not after,  but before Diwali!!” 

Honestly, no one has ever given such a gift to these families… Thank you for such a thoughtful commitment. Thank you for embracing these poorest of poor families.

You are an inspiration to us!! A very dear one at that. God Bless you.

In the picture - the caste certificate  distribution ceremony and the current residences of the families…

મને ઘણા કહે, હજુ તમે આટલો બધો પ્રવાસ કેમ કરો છો.. હવે તો તમારી સાથે આખી ટીમ છે...
ઘણા દ્વારા પુછાતા આ પ્રશ્નના જવાબમાં હું કહુ છું, ઓફીસ છોડી ફીલ્ડમાં રખડુ છુ એટલે જ મને સાચુ ભારત સમજાય છે અને એની તકલીફો પણ...

વહીવટીતંત્રમાં બેઠેલા અધિકારી, નેતા પણ પોતાની રીતે ગામડાંઓમાં ફરે.. લોકોને મળે.. પણ એ વેળા એ પ્રોટોકોલથી આરક્ષીત હોય છે.. પોલીસ અને અન્ય પદાધિકારીઓથી એ ધેરાયેલા હોય છે એટલે ઈચ્છીત વાત બેય પક્ષે થતે નથી..

પણ કલેક્ટર સુરેન્દ્રનગર કે રાજેશ.. બહુ જુદી રીતે લોકોની વચ્ચે ફરી રહ્યા છે..
પોતાનું વહીવટીતંત્ર નિર્ધારીત સમયે પહોંચે કે ના પહોંચે, પોતે તો પહોંચી જ જાય અને શરૃઆત થાય લોકોની તકલીફો સાંભળવાની...
સૌ ખુલ્લા મને કલેક્ટર શ્રી સામે બોલવા માંડે....
'અમારો માણસ છે બધુયે એમને કહેવાય' એવું લોકો હવે કે રાજેશ માટે કહી રહ્યા છે. મારે મન કલેક્ટર શ્રીએ મેળવેલી આ સૌથી મોટી ઉપલબ્ધી છે...

ચુડામાં રહેતા સરાણિયા તેમજ દેવીપૂજક પરિવારોને જાતિ પ્રમાણપત્ર આપવામાં ક્યાંક કોઈ અધિકારી ઠાગાઠૈયા કરે કે કે.રાજેશનો ફોન જાય. સ્થળ તપાસ કરીને પ્રમાણપત્રો આપો.. હું પોતે પણ હાજર રહીશ એવું ફરમાન પણ કરે.. પછી તો કામ થવાનું જ..

બે દિવસ પહેલાં વર્ષોથી પ્રમાણપત્ર માટે વલખાં મારતા ફોટોમાં દેખાય એ પરિવારોને પ્રમાણપત્ર આપવા એમની વસાહતમાં એ ગયા..

વસાહતમાં જવાનો આગ્રહ રાખવાનું કારણ પોતાના અધિકારીઓ પણ વંચિતોના દ્વારે જતા થાય તે..
પ્રમાણપત્ર વિતરણ વખતે અમારા કાર્યકર હર્ષદે કહ્યું, સાહેબનો સંકલ્પ છે દિવાળી પછી 500 વિચરતી વિમુક્ત જાતિઓને રહેવા પ્લોટ આપવાનો... હર્ષદ આગળ કશું બોલે તે પહેલાં સાહેબે એને અટકાવ્યો અને કહ્યું,
'દિવાળી પછી નહીં પહેલાં..'
ખરેખર આવી ભેટ આ પરિવારોને કોઈએ નથી આપી..

થેક્યુ આવી સુંદર ભેટનો સંકલ્પ કરવા બદલ અને ઝૂંપડે ઝૂંપડે ગાંધીજીએ જેને દરિદ્રનારાયણ કહ્યા છે તેમની વચ્ચે ફરવા બદલ...
તમે અમારા સૌ માટે આદર્શ અને પ્રિય છો....
ગોડ બ્લેસ યુ....
કલેક્ટર શ્રી દ્વારા અપાઈ રહેલા જાતિપ્રમાણપત્રો તેમજ આ પરિવારો જ્યાં રહે છે તે બધુયે ફોટોમાં દેખાય છે...

#Mittal_Patel #VSSM #residential_plot #human_rights #empathy #compassion #Nomadic_tribes #nomads #devipoojka #sarania #caste_certificate #humanity #nomads #Gujarat #Surendranagar #humanintereststory #motivation #inspiration #humanity #hardwork


No comments:

Post a Comment