Mittal Patel was greeted by nomadic families of visnagar |
How much patience can one have?
Over 130 families in Visnagar, Mehsana, showed patience for almost 16 years, with the hope of having their own home. They had already made an application for plot allocation, but there was no success.
With the help of Chief Minister Bhupendrabhai Patel, Visnagar MLA, and Health Minister Rishikeshbhai, these families will finally get plots. However, soon after the plot allocation, the National Highway Authority stated that the road passes through the land. As a result, the whole process had to be restarted, and after nearly two years, the plot allocation was approved again.
Now, the documents will be ready, and soon the families will be able to build their homes.
But sometimes, seeing time pass by, patience runs out. These families’ financial ability is not enough to build their homes on their own. They need support. A home is often seen as the first step towards progress, which is why we place significant focus on this work. VSSM, with the help of various well-wishers and the government, has built 1,751 homes.
We will soon begin the work of building homes in Visnagar and Surendranagar's Chuda as well.
The families gathered at the plot allocation site and discussed how to build their homes.
While it's easy to say that everything will work out smoothly, building a dream home or bungalow requires significant funds. The families said, "We don't have much capacity, but we will contribute whatever we can."
The government will provide ₹1.20 lakh per family, and our dear Kishorbhai Patel, who resides in America, will contribute between ₹1.50 lakh to ₹1.75 lakh per family in memory of our beloved Kushalbhai. A few families will also contribute. Through collective effort, a thriving settlement will be built.
We hope that VSSM can be an instrument for the construction of many such settlements, bringing well-being to many families.
કોઈ કેટલી ધીરજ રાખી શકે?
મહેસાણાના વીસનગરના 130 થી વધારે પરિવારોએ લગભગ 16 વર્ષ ધીરજ ધરી. પોતાનું ઘર થાય એવી એમની ખેવના. પ્લોટ ફાળવણીની દરખાસ્ત કરી દીધેલી. પણ કાંઈ મેળ ન પડે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વીસનગરના ધારાસભ્ય ને આરોગ્ય મંત્રી શ્રી ઋષીકેષભાઈની મદદથી આ પરિવારોને પ્લોટ ફળવાય. પણ પ્લોટ ફળવાયાને તુરત નેશનલ હાઈવે ઓથોરીટી એ કહ્યું કે, જગ્યામાંથી રોડ જાય છે. એ પછી આખુ પ્રકરણ ફરીથી ચાલ્યું ને લગભગ બે વર્ષ પછી પાછો ફેર પ્લોટ નો હુકમ થયો.
હવે સનદો મળશે ને પછી ઘર બાંધવાનું કરીશું.
પણ ક્યારેક સમય વહેતો જોઈને ધીરજ ખુટી જાય. આ બધાની આર્થિક ક્ષમતા એટલી નહીં કે પોતાની રીતે પોતાનું કરી લે. ક્યાંક એને ટેકાની જરૃર. ઘર પ્રગતિનું પ્રથમ સોપાન લાગે. એટલે જ અમે આ કાર્યમાં ખાસ્સો ભાર આપીએ. 1751 ઘર VSSM એ વિવિધ સ્વજનો અને સરકારની મદદથી બાંધ્યા.
વિસનગર અને સુરેન્દ્રનગરના ચુડામાં પણ ઘર બાંધવાનં કામ ઝટ શરૃ કરીશું.
પ્લોટ ફળવાયાની જગ્યા પર પરિવારો એકત્રીત થયા અને ઘર કેવા બાંધવા તેની ચર્ચા કરી.
આમ તો ગોળ નાખીએ એટલી લાપસી ગળી થાય. ઘરનું પણ એવું સ્વપ્ન બંગલા જેવા ઘરનું તો પૈસા પણ એવા જોઈએ.. અમારા પરિવારોએ કહ્યું, અમારી પાસે ઝાઝી ક્ષમતા નથી પણ થોડા ઘણા તો અમે પણ નાખીશું.
સરકારના 1.20 લાખ મળશે. અમેરીકામાં રહેતા અમારા કિશોરભાઈ પટેલ પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં પ્રત્યેક પરિવારના ઘર માટે લગભગ 1.50 થી 1.75 સુધીની મદદ કરશે. થોડા ઘણા પરિવારો પણ આપશે. આમ સહિયારા પ્રયાસથી વહાલપની વસાહત નિર્માણ પામશે...
બસ આવી અનેક વસાહતોના નિર્માણમાં VSSM પરિવાર નિમિત્ત બને તેવી શુભભાવના...
Mittal Patel with the families of Visnagar |
Mittal Patel discusses construction of houses with nomadic families |
Mittal Patel visites Plot allocation site |
Nomadic families discusses with Mittal Patel |
Mittal Patel nomadic women |