Tuesday, March 14, 2023

With the help from the local administration of Vijapur VSSM help these women avail the benfis of the Gangaswaroop Scheme...

Mittal Patel gives letter informing about the commencement
of widow pension to kuwarbai

 "It has been years since my husband passed away, and many have told me that widows like me receive a pension from the government. But I don't know how to access that pension! I mentioned this issue to Rizwan (VSSM's team member), who regularly visits the settlement. He asked for my husband's death certificate to help him complete the application form, and I had no clue about such a certificate! Later, he identified ten women like me from the settlement; none of us had the death certificate of our husbands. We could understand that to avail widow pension, the applicant widow must have her husband's death certificate. Earlier, we had tried to avail the benefit and visited the Mamlatdar's office, but with no results. We had never felt the need for a pension when we were younger, but as we grow old, it isn't easy to work as manual labor. Some in the group are young widows with small children to support. So our hope for a widow pension fizzled away due to the lack of a death certificate. But Rizwanbhai remained persistent, and today we receive this letter informing about the commencement of our widow pension." Kuwarbai,  from Mehsana's Vijapur, shared her journey to availing widow pension. 

Kuwarbai is correct when she says, "many women cannot avail the widow pension due to lack of their husband's death certificate." But, these women lacked the information they could apply at the panchayat level. The mamlatdar or additional collector can also issue the death certificate if they do not have the required documents.

Our team member Rizwan knew about these regulations and used them here with support from the local administration of Vijapur to help these women avail the benefits of the Gangaswaroop Scheme. We are grateful to the compassionate officials of the administration.

Umarbhai, the community leader from the settlement, also facilitated the process, and we are grateful for these collective efforts.

"મારા ઘરવાળાને ગુજરી ગયે ઘણો ટેમ થ્યો. બધા કે તમારા જેવી વિધવા બાયુંને સરકાર બારસો રૃપિયા આલે. પણ એ કેવી રીતે મલે એની ખબર નઈ. રીઝવાન (VSSMના કાર્યકર) વસાવટમાં નિયમીત આવે. તે એક ફેરા એમને વાત કરી. એમણે કહ્યું, બા તમારા ઘરવાળા મરી ગ્યાનો દાખલો છે? એ હોય તો આપો હું ફોર્મ ભરી દઉં. હવે પણ આવો દાખલો ક્યાંથી જડે એની મને કાંઈ ખબર નહીં. મે એમને દાખલો નથી એમ કહ્યું.

એ પછી એમણે આખી વસાહતમાં મારા જેવી દસેક વિધવા બાઈઓને ખોળી કાઢી. અમારા કોઈ પાહે દાખલા નહીં. દાખલા વગર સહાય નો મળે એ અમે હમજ્યા. મામલતદાર કચેરીએ એક ફેરા જઈન તપાસેય કીધી પણ પ્રશ્ન દાખલાનો હતો. આ સરકારી સહાય અત્યાર સુધી નહોતી મળતી તો પણ અમારુ ચાલતુ જ હતું. પણ હવે મારી ઉંમર થઈ. ઘણી તો નાની ઉંમરે વિધવા થયેલી બાઈઓ. એમના બાલબચ્ચાના નિભાવ માટે આ રકમ મલે તો એમને ટેકો રે.. પણ દાખલા નહોતા એટલે અમને લાગ્યું અમને કાંઈ સહાય નો મળે.. પણ આ રીઝવાનભાઈએ મહેતન કીધી ને આજે અમને સહાય મળવાનું કાગળિયું મળ્યું."

મહેસાણાના વિજાપુરના કુંવરબાઈએ આ કહ્યું. 

એમની વાત એકદમ સાચી. ઘણીયે એવી બહેનો હશે જેમના પતિ ગુજરી ગયાના પુરાવા એમની પાસે નહીં હોય એટલે આ સહાય એમને મળતી નહીં હોય. પણ ગ્રામ્યકક્ષાએ વિધવા સહાય મેળવવા પંચાયતમાં જઈને અરજી કરી શકાય. પતિ ગુજરી ગયાના દાખલા ન હોય તો મામલતદાર અથવા પ્રાંત કલેકટર શ્રી પ્રમાણપત્ર આપી શકે.

બસ અમારો રીઝવાન આ કાયદા જાણે એણે ઉપયોગ કર્યો ને વિજાપુરનું સંવેદનશીલ વહીવટીતંત્ર મદદ આવ્યું તે દસ બહેનોને ગંગાસ્વરૃપ આર્થિક સહાય યોજનાની મદદ મળે. આભાર તંત્રનો.. 

વસાહતના આગેવાન ઉમરભાઈએ પણ આ કાર્યમાં રીઝવાનને ઘણી મદદ કરી. સૌનો ઘણો આભાર ને આ બહેનોને થોડો ટેકો મળશેનો એનો રાજીપો..

#MittalPatel #vssm #vidhvasahay #importantsmallpenny #money #poorpeople

Mittal Patel with the nomadic women who received their

letter informing about the commencement of widow pension


Mittal Patel with the nomadic women who received their letter
informing about the commencement of widow pension

With the help of VSSM the women will
able to get their widow pension

With the help of VSSM the women will
able to get their widow pension

With the help of VSSM the women will 
able to get their widow pension


No comments:

Post a Comment