Monday, March 13, 2023

VSSM provides ration kits to Shardaben and Chagankaka through our Mavjat Karyakram initiative...

VSSM provides mothly ration kit to Chagankaka and
Shardaba 

“This old man doesn’t allow me to be away from his sight! If you give me a paddle rickshaw, I can make him sit in the rickshaw, take him along and do some work to earn a living!”

“Will you be able to ride a paddle rickshaw?”

“I know how to ride it; I used to ride it before!”

“If we give you a paddle rickshaw and you begin to earn a living, we will have to stop providing you with the monthly ration kit!”

“That is fine. As such, we do not prefer living on charity. So you can stop giving the ration kit, but please give me a paddle rickshaw.”

Shardaba preferred working to earn a living rather than eating food given as charity, and the person who wasn’t allowing her to remain away for long was her husband Chagankaka.

Chagankaka is 15 years older to Shardaba. While Ba is able and can fend for herself, Kaka cannot walk. Hence he doesn’t allow his wife to leave the house. So Shardaba is left with no choice but to remain in the home and rely on the mercy of neighbours, which she does not like. When VSSM’s Rizwan learned about the condition of this couple, he first counselled Kaka to allow Shardaba to step out and work. However, since that did not work, he recommended providing a ration kit to them.

For the last few months, we have been providing a monthly ration kit to this couple; recently, when I met them in person, Shardaba requested a paddle rickshaw. We are happy to support individuals who love to work and fend for themselves. Therefore, we shall provide Shardaba with the rickshaw she has requested and some goods for her to sell and earn. And when the time comes that she cannot work, we will resume sending ration kits to this destitute couple because we know they will require some external support to survive.

VSSM provides ration kits to 420 such elders who need our support. You can also sponsor/adopt as many elders as possible. To learn more about our Mavjat initiative, call on 9099936013.

'આ ડોહો મન સોડતો નહીં.. બે ઘડી આઘી નથી થવા દેતો..  પણ તમે મન પેડલ રીક્ષા આલો તો મુ ડોહાન પેડલમો બેહાડીન નેનો મોટો કોક ધંધો ચાલુ કરી દઉં.'

'પણ પેડલ ચલાવવાનું તમે કરી શકશો?'

'મન પેડલ આવડ. મુ પેલાં ચલાવતી. '

'પણ પેડલ આપીશું ને તમે ધંધો કરતા થઈ જશો પછી અમે હાલ રાશનકીટ આપીયે તે બંધ કરી દઈશું.'

'કોય વોધો નહીં.. મફતનું તો ઓમેય ના સૂટકે ખવાય.. તમ તમાર અનાજ આલવાનું બંધ કરજો પણ સાયકલ આલો..'

ધર્માદાનું ખાવાની ના પાડતા હતા તે શારદાબા ને એમને આધા થવા નહોતા દેતા એ એમના પતિદેવ છગનાકાકા..

કાકાની ઉંમર શારદાબા કરતા લગભગ પંદર વર્ષ વધારે. કાકા ચાલીને ક્યાંય જઈ શકતા નહોતા. જ્યારે શારદાબા થોડું થોડું કામ કરી શકે. પણ છગનકાકા એમને છોડે નહીં. ના છુટકે શારદાબા છાપરાંમાં કાકાની પાસે બેસી રહે. આડોશ પાડોશના લોકો આપે એ ખાય. પણ એમને એ ગમે નહીં.  

અમારા કાર્યકર રીઝવાનને સ્થિતિનો ખ્યાલ આવતા અમે રાશન આપવાનું શરૃ કર્યું. કાકાને શારદાબાને કામે જવા દેવા અમારા રીઝવાને સમજાવી જોવા કોશીશ કરી પણ એમાં કાંઈ વળ્યું નહીં. 

છેલ્લા કેટલાક મહિનાથી અમે આ બા -દાદાને રાશનકીટ આપતા પણ રૃબરૃ મળવા ગઈ ત્યારે એમણે સામેથી પેડલ રીક્ષા માંગી..

જાતે મહેનતથી રળવા માંગે એને મદદ કરવી ગમે જ. બસ શારદાબાને પેડલ ને પેડલમાં ભરાવવાનો થોડો સામાનેય આપીશું જેથી એમનું ગાડુ ગબડે. જે દિવસે એમનાથી કામ નહીં થાય ત્યારે ફરીથી રાશન પણ આપીશું. મૂળ આ બેય માવતર છે પાછા નિસંતાન અને નોંધારા... 

પણ આવા 420 માવતરોને અમે દર મહિને રાશન આપીયે.. તમે પણ એમના પાલક બની શકો એ માટે 9099936013 પર સંપર્ક કરવા વિનંતી. 

#MittalPatel #vssm

No comments:

Post a Comment