Mittal Patel visited devipujak families of Dahisrda village |
8 Devipujak families reside in Dahisrda village in Rajkot’s Paddhari in miserable living conditions. The jute and tarpaulin tucked together makeup as their house. VSSM’s Kanubhai and Chayaben visit them often once after they complained of functioning once the sun goes down. We provided them with solar lanterns along with helping them apply for power connection.
“We don’t need a power connection,” they declared when the officials paid a visit to their settlement.
“Why did you refuse?” we asked.
“What if our hands get stuck in the fan?” they opined. The fear of sustaining injury made them refuse electricity connection to their homes.
“We can have a table-fan, the power connection you’ll bring light to your hut. The light will help in making the evenings safer and productive.” We explained.
“Oh yes, You are right!” Jagabhai realised his mistake of denying electricity connection.
The families are very naïve and gullible. At times they take up the making alcohol. The Sarpanch and revenue officer are eager to settle these families in the village, provide them with the best available location. But the precondition was that they take up legit means of earning a livelihood and give up all the illegal occupations. The community was worried about the future of the children of these families.
Jagabhai requested for some time and assured to give up unlawful occupations. We have also pledged our support to them.
VSSM has helped these families file applications for allotment of residential plots, but they would never turn up to procure the missing documents. Kanubhai and Chayaben also got tired of this negligent behaviour. I have always maintained that it is VSSM’s moral responsibility to support these families. The educated and informed will always find their way, but these humans need hand-holding to navigate through the nitty-gritties of life, VSSM should be that person to walk them through.
The Sarpanch and Revenue Officer of this village are dedicated and enthusiastic. They requested these families to mend their ways and helped them with their proofs of income. The Sarpanch himself handed the documents to them.
Not all villages offer a red-carpet welcome the nomadic communities, but the Panchayat of Dahisarda is an exception we all need to applaud.
We hope these families soon have a proper roof over their head, that they move to socially and legally acceptable livelihoods.
Kanubhai and Chayaben persevere tirelessly for the betterment of these families. May God give them strength. We couldn’t be prouder to have them with us.
રાજકોટના પડધરીના દહીસરડાગામમાં 8 વેડુ દેવીપૂજક પરિવારો રહે..
સ્થિતિ દયનીય.. કંતાનની આડાશો કરીને રહે.. અમારા કાર્યકર કનુભાઈ ને છાયાબહેન એમની પાસે અવાર નવાર જાય. એક વખતે અંધારામાં ઘણી તકલીફ પડે છે ની ફરિયાદ વસાહતના જગાભાઈએ કરી. સોલાર લાઈટ અમે આપી. સાથે વીજ કનેક્શન માટે અરજી પણ કરી.
વીજ કનેક્શન માટે અધિકારી તપાસમાં ગયા તો અમારે લાઈટ નથી જોઈતું એવું એમણે કહી દીધું, કારણ તપાસ્યું તો ખબર પડી કે અમારા ઝૂંપડામાં પંખો નાખીએ ને ક્યાંક હાથ બાથ આવી જાય તો?
અમે વસાહતમાં ગયા તે વખતે આ બાબતે વાત થઈ અમે કહ્યું, ઝીણી જાળી વાળો ટેબલ પંખો પણ લાવી શકાય ને વળી લાઈટમાં ખાલી પંખો ન હોય. બલ્બ પણ હોય. જેનાથી ઝૂંપડામાં ને બહાર રાતના અજવાળુ રહે..
વાત સાંભળી જગાભાઈ કાન પકડીને એ હાસુ કીધું એવું બોલ્યા. આવા હૃદયના ભોળા વ્યક્તિઓએ વખાના માર્યા ક્યાંક આડા રસ્તા લઈ લીધેલા. દારૃ પણ ગાળવાનું કરી લે.. તે ગામના સરપંચ ને તલાટીએ કહ્યું અમારે આમને ગામમાં સારામાં સારી જગ્યા દેવી છે. પણ આ દારૃને બીજુ બંધ કરે તો. મૂળ તો એમની ચિંતા એમના બાળકો ક્યાંક આ બધુ ન શીખે તેને લઈને હતી.
આખરે જગાભાઈએ કહ્યું એમને વખત આપો અમે બદલાશું. અમે પણ એ માટે જે જોઈએ એ મદદ માટે કહ્યું.
આ પરિવારોને રહેવા પ્લોટ મળે એ માટે કલેક્ટરને અરજી કરેલી પણ ખૂટતાં પુરાવા તેઓ કઢાવવા આવે જ નહીં. કનુભાઈ તો કહે બેન થાકી ગ્યો..
પણ હું હંમેશાં કહુ આ પરિવારોને મદદ કરવી એ આપણો ખરો ધર્મ. સમજે એની પાસે તો સૌ જાય પણ જે નાસમજ છે તેમની પાસે જઈને કાર્ય કરવું એ VSSMનું કામ.
ગામના સરપંચ અને તલાટી બેઉં બહુ ઉત્સાહી એમણે પણ આ પરિવારોને અમારી સાથે કદમ મિલાવવા કહ્યું ને બીજા દિવસે પંચાયતમાં બોલાવીને સૌને આવકના દાખલા સરપંચ શ્રીએ પોતાના હસ્તે આપી દીધા.
વિચરતી જાતિઓના વસવાટ માટે દરેક ગામ લાલ જાજમ પાથરીને તૈયાર નથી હોતું. ત્યારે દહીસરડાના આ પરિવારોને પંચાયત મદદ કરવા ઈચ્છે છે તે સરાહનીય..
બસ આ પરિવારો ઝટ પોતાના ઘરવાળા થાય.. અને સમાજને સ્વીકૃત હોય તેવા કાર્યોમાં લાગી જાય એવું ઈચ્છીએ..
કનુભાઈ અને છાયાબહેનને દાદ દેવી પડે.. થાક્યા વગર લાગ્યા છે.. ઈશ્વર એમને વધુ તાકાત આપે...
The current living condition of devipujak families |
The Sarpanch of the village handed documents to these nomadic families |
No comments:
Post a Comment