Chaampabhai and his wife Jamnaben Bawri reside in Rajkot’s Vavdi area in a tethered hut that you see in the image shared here. There is a belief in Gujarati that the cat moves her kittens to seven homes/confines (so that they remain safe from the predators). The cats do so to protect their young, the homeless nomadic and de-notified communities need to be on the constant move because they have no choice.
Chaampabhai too has moved his shanty to many places, maybe more than any cat would. They are a family of five brothers but none had any identity proof. After coming into contact with VSSM, they were assisted by Kanubhai and Chayaben in obtaining various documents of identity. However, their aspiration has always been to settle down.
Responding to VSSM’s repeated appeals to the government to provide residential plots to numerous such families in Rajkot, the Chief Minister allotted 116 plots, Chaampabhai and Jamanaben are super happy with this development. The happiness and peace one achieves at the hope of moving into a pucca, decent house radiates on their face.
The families have been allotted plots at Rajkot’s Rampara Beti. The families shared their imagination of how their houses should look-like. Shri Ujamshibhai Khondla, who has always been the expert whose technical advice we seek designed a cost-effective yet charming home to perfectly meet the needs of these families. The design is also sent to our very dear Shri Rashminbhai who shall further advise us on the details we might have missed. VSSM plans to support not just the design aspect of these houses but also the actual construction and if required will assist them with interest-free loans. All of it to enable them to build a house of their dreams.
VSSM has also written to the government for water connection to the plots where construction shall soon commence. When the water is supplied by the government the families save on the cost they incur on buying water for construction. I happen to visit Ramparabeti recently, the families are planning to move to the allotted plots so that they can provide labour for the construction of their homes.
I appeal for support towards the construction of these homes, we shall begin with 58 homes in the first phase of construction.
The families are the first generation homeowners, none of their previous generations has ever lived in a pacca house. The construction of each house will cost approximately Rs. 2.20 lakhs each, the government assistance will be of Rs. 1.40 lakhs for each house while rest of the amount needs to be contributed by the families.
I have always said, helping these poorest of the poor families attain a life of dignity is true religion. When we proclaim to follow ‘Vasudhaiva Kutumba/The world is one family,’ there are these members of our family who need our support, our help. It is only when society supports us, we can continue to support these families. I request you to join hands in this mission.
Our Paytm number is 9099936013 .
VSSM’s Bank Account Details are:
Bank Name : Dena Bank
Branch Name : Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
RTGS/IFSC Code : BKDN0110857
You may speak to Dimpleben on 9099936019 for further assistance and details.
The images shared are of families who soon hope to begin construction of their homes and the plots allotted to them.\
Every drop of matters, be it Rs. 100 or Rs. 500 they sure will help liven up someone else’s life.
We shall keep you posted on all future developments on the subject.
ચાંપાભાઈ અને તેમના પત્ની જમનાબહેન બાવરી રાજકોટમાં વાવડી વિસ્તારમાં ફોટોમાં દેખાય એમ ઝૂંપ઼ડું બાંધીને રહે. બિલાડી બચ્ચાને જન્મ આપે પછી બચ્ચાને લઈને સાત ઘર ફરે એવી માન્યતા આપણે ત્યાં પ્રચલિત. પણ બિલાડી તો સ્વેચ્છાએ સાત ઘર ફરે પણ ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારો તો વખાના માર્યા લબાચા લઈને રઝળ્યા કરે.
ચાંપાભાઈએ પણ બિલાડી બદલે એના કરતા વધારે જગ્યા પોતાના ઝૂંપડાં માટે બદલી. પરિવારમાં પાંચ ભાઈ પણ આમાંના એકેય પાસે ઓળખનો આધાર નહીં. અમારા કાર્યકર કનુભાઈ, છાયાબહેનના સંપર્કમાં આવ્યા પછી ઓળખનો આધાર તો બન્યો પણ ઝંખના હતી કાયમી સરનામાંની - ઠરી ઠામ થવાની..
રાજકોટમાં આવી અસ્થાયી વ્યવસ્થા કરીને રહેતા ઘણા પરિવારોને સરકાર પ્લોટ ફાળવે એ માટે અમે રજૂઆત કરી ને માનનીય મુખ્યમંત્ર શ્રીના હસ્તે 116 પરિવારોને પ્લોટ ફાળવાયા. ચાંપાભાઈ ને જમનાબેન તો રાજી રાજી..
હવે ઝટ ઘરવાળા થાશુનો રાજીપો એમને મળી ત્યારે મોંઢા પર વર્તાયો.
રાજકોટ પાસેના રામપરા બેટીમાં આ પરિવારોને જગ્યા ફાળવાઈ. અમે આ પરિવારોને પુછ્યું કેવું ઘર બાંધવું છે તો બધાએ પોતાની કલ્પના જણાવી એ પ્રમાણે અમારા કાર્યોમાં બાંધકામમાં તકનીકી સહાય કરતા, ખૂબ સેવાભાઈ ઊજમશીભાઈ ખોંદલાને વાત કરી. ને એમણે સરસ ડીઝાઈન આ પરિવારોને ગમે એવી તૈયાર કરી આપી. ડીઝાઈન અમારા રશ્મીનભાઈને મોકલીશું. એમની નજર બહુ ઝીણી અમે ન જોઈ શકીએ એ બધી ચીજ એ જોઈ શકે ને માર્ગદર્શન આપે..ટૂંકમાં ઘરની ડીઝાઈન સિવાય મકાન બાંધકામમાં સહાય પણ કરીશું ને થોડી ઘણી વગર વ્યાજે લોન પણ આપીશું. તાકી આ પરિવારો પોતાની કલ્પના મુજબનું સુંદર ઘર તૈયાર કરી શકે.
જ્યાં ઘર બાંધવાનું છે તે જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવા પણ સરકારમાં લખ્યું છે. જેથી પાણી વેચાતું લાવવું ન પડે ને બાંધકામનો ખર્ચ થોડો ઓછો આવે. રામપરાબેટીમાં ફાળવાયેલી જગ્યા જોવા જવાનું થયું. આ પરિવારો પણ છાપરાં બાંધીને રહેવા આવવાની ગોઠવણ કરી રહ્યા છે. જેથી ઘર બાંધકામમાં પોતે મજૂરી કરી શકે..
આ પરિવારોના ઘર બાંધકામમાં આપને મદદરૃપ થવા અપીલ કરુ છુ...શરૃઆતમાં 58 ઘરો બાંધીશું પછી આગળનું આયોજન.
આ સમુદાયની આ પહેલી પેઢી છે જે પોતાના પાકા ઘરમાં રહેવા જવાની. ઘર બાંધકામનો ખર્ચ અંદાજે રૃા.2.20 લાખ થવાનો. સરકારમાંથી 1.40 મળશે. બાકીની વ્યવસ્થા ગોઠવવાની છે. આવા વંચિતોને મદદ કરવી એ ખરો માનવ ધર્મ એવું મારુ માનવું છે.
વસુંદેવ કુટુંબકમઃ બોલીએ ત્યારે આપણા આ કુટુંબમાં આ પરિવારો પણ છે જેને આપણા ટેકાની જરૃર છે..
અમે મદદ કરવાનું સમાજના ટેકાથી જ કરી શકીએ. આપને પણ આ કાર્યમાં સહભાગી થવા વિનંતી.
અમારો પેટીએમ નંબર 9099936013 છે. સંસ્થાનો બેંક એકાઉન્ટ નંબર..
Bank Name : Dena Bank
Branch Name : Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
RTGS/IFSC Code : BKDN0110857
વધુ વિગત માટે 9099936019 પર ડીમ્પલબેન સાથે વાત પણ કરી શકાય.
ટીપે ટીપે સરોવર ભરાય એમ 100 કે 500ની મદદ કોઈના જીવનમાં અજવાળુ પાથરવામાં નિમિત્ત બની શકે... જેમના ઘરો બાંધવાનું કરીશું એ પરિવારો જે હાલમાં રહે છે એ ફોટોમાં છે.. જ્યાં જગ્યા ફળવાઈ એ પણ ફોટોમાં છે.. ઘર બાંધકામ શરૃ થશે કે અપડેટ અહીંયા જણાવતા રહીશું.
#MittalPatel #VSSM #nomadictribe
#nomadicfamilies #housingprogramme
#denotifiedfamilies #Dreamhouse
#plotalloting #govermentsupport
#settelmentofnomadic #rajkot
Chaampabhai and his wife Jamnaben Bawri |
The Chief Minister Vijaybhau Rupani alloting the plot documents to nomadic families |
Mittal Patel visited Rampara beti where the construction plots are alloted |
The current living condition of nomadic families |
The alloted plot where nomadic families will built their dream house |
No comments:
Post a Comment