Monday, July 25, 2016

AS VSSM finds few more nomadic settlements and families living under distressing conditions..

Narankaka with his house in the background..
 "So who are you??” inquired Nathabhai Raval to VSSM’s Naranbhai. 

The inquiry was an obvious one as  Nathakaka wasn’t  aware of  Naranbhai’s identity. Naranbhai was visiting  the nomadic settlement of Mudetha village in Banaskantha’s Deesa block and Natahkaka happened to stay their. The visit was to understand how VSSM can support the families here. The settlement has 35 families,  65 year old Nathakaka and his wife have no children, at this age it is difficult to earn living. They lead a life of destitute and it was absolutely heart-wrenching  to witness them live the way they did, in-fact all the 35 families lived in similar conditions. 

The living conditions of families in  Mudetha
nomadic settlement 
The village panchayat has included the names of these Raval families into  the village land  register meaning the land belongs to them but they are still awaiting some kind of support to build homes on this plots. Nathakaka and his wife receive Rs. 800 as oldage pension but that kind of money can help them barely survive. When Naran inquired if he had applied for any support to build a house, Narankaka replied, “ In my entire life this toilet is what the government has helped me with, I haven’t received any other kinds of government support so far. I have had filed papers for pension but that also hasn’t worked out!!” Sad but true.. 

There must be thousands of settlements like Mudetha where no government has yet reached, whose inhabitants survive under pathetic living conditions. VSSM is trying to find out how it can be of some help to these families. Tribhovanbhai, who happens to be the community leader here will be talking to the families before seeking VSSM’s support. Hope he is able to understand our willingness to support families like Narankaka’s…

What if the government fails to help Narankaka, VSSM surely will….

‘તમે કુણ?’ 

બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠાગામમાં રહેતા નાથાભાઈ રાવળે vssmના કાર્યકર નારણને પુછ્યું. નારણે vssmનો પરિચય આપી. તેમની સ્થિતિ જાણવા અને શક્ય બને તો મદદરૃપ થવા આવ્યા અંગેની માહિતી આપી.

નાથાકાકા 65 વર્ષના અને નિરાધાર. જે પરિસ્થિતિમાં રહે છે એ જોઈને હૃદય કંપી જાય. જોકે એકલા નાથાકાકાની આ હાલત નહોતી ત્યાં રહેતા 35 પરિવારોની આજ દશા છે. પંચાયતે વર્ષોથી રહેતા રાવળ પરિવારોના નામ આકારણીમાં ચડાવી દીધા છે એટલે હવે એ જગ્યા તેમની થઈ ગઈ કહેવાય. પણ પ્લોટ પર ઘર બાંધવા કોઈ સહાય સરકારે આપી નથી. નાથાકાકા અને તેમના પત્નીને સંતાનો નથી, હવે કમાઈ શકાય તેવી સ્થિતિ પણ નથી.

આવામાં તેમને તથા તેમના પત્નીને વૃદ્ધ પેન્શન માસીક રૃા.400 બંનેનું મળિને રુા.800 મળે તો ટેકો થાય પણ એ મળતું નથી. નારણે તેમને પુછ્યું કાકા અરજી કરી છે તો એમણે કહ્યું, ‘મારી આખી જિંદગીમાં પહેલીવાર સરકારની સહાયના રૃપમાં મને શૌચાલય બનાવી આપ્યું બાકી કશું આજ સુધી મળ્યું નથી. પેન્શન માટે કાગળિયા કર્યા પણ એમાં કાંઈ થ્યું નથી.’

રાજ્યમાં અને દેશમાં મુડેઠા જેવી હજારો વસાહતો છે જ્યાં હજુ સરકાર પહોંચી નથી. vssm આ પરિવારોને મદદરૃપ થવા શક્ય કોશીશ કરશે જોકે વસાહતના આગેવાન ત્રીભોવનભાઈ પોતાની વસાહતમાં થોડી મસલત કરીને નારણને મદદ માટે બોલાવવા કે કેમ તે કહેવા કહ્યું છે. આશા રાખીએ આગેવાન ભાઈ vssmની ભાવના સમજે અને અમે તેમને મદદરૃપ થઈ શકીએ.

નાથાકાકાને સરકાર મદદ કરે કે ના કરે પણ અમે ચોક્કસ મદદરૃપ થઈશું. 

ફોટોમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે જોઈ શકાય છે. સાથે જ નાથાકાકા તેમના બિસ્માર ઘર સાથે..

No comments:

Post a Comment