Tuesday, October 31, 2017

The nomadic and de-notified communities congregate at Palanpur to unanimously announce …. WE ALSO EXIST

Gangaram Raval congregate at Palanpur MahaSamelan
Karamshibhai Raval’s son Gangram was born with severe birth defects. The severity of these defects is such that Gangaram cannot manage to finish any of his personal tasks on his own. Karamshibhai works as labourer to fend for the family. They tried really hard to see if Gangaram’s physical condition could improve for better but, the doctors had announced that Gangaram will not improve and he will need to be carried like a small child his entire life!!

Gangaram studied till 3rd standard at Khakhal #primary #school but, bringing him to and from school every-day was a challenge because the parents had to be on work also our society is a difficult place for such differently abled children to lead a normal life…. the inquisitiveness and pranks he was subjected to made Gangaram drop out of school.


Ironically, Gangaram had a sharp mind compared to his weak body and Karamshibhai always took pride in him. In the recent floods the wall of his mud house came down, he made numerous appeals to the government for some assistance but no help came his way. The determined soul that he is Gangaram asked his father to carry him all the way to Gandhinagar. The action made the authorities ashamed of themselves who sanctioned Rs. 7,000 as cash dole.


The family is very poor and makes cement blocks at a plant in Thara. Gangaram is of no help so he remains home and keeps playing with mobile phone. He often sends us proposals for financial assistance under the #Swavlamban #program. We plan to support him in starting his own small business and aid him in re-building his house.

Nomadic communities gathered at
palanpur to be seen and noticied
“The #poor like us have no space in society, no one hears us neither is anyone interested in helping us out. This is the reason I have decided to participate in this convention and let everyone know ‘we also exist’” Since, his physical condition did not allow him visit everyone in person Gangaram, made a video asking people to participate in the convention and sent it on #whatsapp. He was amongst the first few to arrive early in the morning at the venue.

“Ben, we want to show the world, we also exist!!” said Rameshbhai #Vansfoda from Boratwala. And like Gangaram thousands congregated at Palanpur to be seen and noticed…”

કરમશીભાઈ #રાવળના ઘેર ગંગારામનો જન્મ થયો. જન્મથી જ શારીરિક રીતે #વિકલાંગ ગંગારામ પોતાનું એક પણ કામ જાતે ના કરી શકે. પિતા કરમશીભાઈ મજુરી કરે ને પરિવારનું પુરુ કરે. ગંગારામ ઠીક થાય તે માટે કોશીશેય ઘણી કરી પણ ડોકટરે કહી જ દીધેલું કે ગંગારામને આમ જ નાના છોકરાંની જેમ તેડીને જ આખી જીંદગી કાઢવાની છે ને કમરમશીભાઈએ આ વાત સ્વીકારી લીધી.

ધો.3 સુધી ગંગારામ ખાખલગામની નિશાળમાં ભણ્યો. પણ પછી લેવા મુકવા જવાનું રોજ કોણ કરે ને આપણી સમાજ વ્યવસ્થામાં આવા બાળકો હંમેશાં હાસ્ય કે કુતુહલનું પાત્ર બની રહે છે ગંગારામને અન્યોની નજર કોરી ખાતી એટલે એણે #નિશાળ જવાનું પડતુ મુક્યું.

શારિરીક અનેક ક્ષતીઓ સાથે જીવતા ગંગારામમાં હોંશિયારી ઘણી ને કરમશીભાઈને એનું ઘણું ગુમાન. 2017માં પુર આવ્યું ને ગંગારામના માટીથી ચણેલા ઘરનો અમુક ભાગ પડી ગયો. સરકાર દ્વારા કેસડોલ કે અન્ય મદદ ઘણી રજૂઆત છતાં ના મળી. કંટાળેલો ગંગારામ બાપાના હાથમાં બેસી ઠેઠ ગાંધીનગર સચિવાલયમાં પહોંચી ગયો. અધિકારીઓને શરમ આવી ને ગંગારામને સાત હજાર #કેસડોલ પેટે ચુકવ્યા.

પણ પરિવારની ગરીબાઈ ઘણી. થરામાં સીમેન્ટ બ્લોક પાડવાનું કામ આ પરિવાર કરે. ગંગારામથી કશી મદદ ના થાય એટલે ખાટલે બેસીને બસ બધુ જોયા કરે. #મોબાઈલ ઓપરેટ કરતા આવડે એટલે અમને ગરબડિયા અક્ષરોમાં ધંધા માટે લોન આપવાને અન્ય મદદ માટે લખ્યા કરે.

અમે લોન આપીશું ને ઘરને રીપેર કરવા મદદ પણ કરીશું. પણ ગંગારામનું કહેવું છે કે, ‘આપણા જેવા ગરીબોનું કોય હોભળતું નહીં, ન કોય ન આપણામોં રસ નહીં.’ એટલે ‘અમે પણ છીએ’ કહેવા માટે કરેલા સંમેલનમાં તે હોંશભેર આવ્યો. પોતાના સમાજને સંમેલનમાં આવવા જાતે જઈને સમજાવી શકે તેવી તેની હાલત નહોતી એટલે #વોટ્સઅપમાં ‘હુ પણ સંમેલનમાં જવાનો છુ તમે આવશો ને?’ એવા વિડિયો કરીને બધાને એણે મોકલ્યા. 14મી #ઓક્ટોબરે વહેલાસર આવીને એણે પોતાની જગ્યા રોકી લીધી..

‘બધોન દેખઈએ એવું જ કરવું સ બુની’ બોરતવાળાના રમેશભાઈ વાંસફોડાએ આ કહ્યું ને ગંગારામ જેવા અનેક સ્વજનો બધાને દેખાવવા પાલનપુરમાં ઉમટી પડ્યા.

ઉપસ્થિતિ સૌ સ્વજનો માટે હરખ...

#VSSM #MittalPatel #NomadicTribes #AmePanChhiye #ConditionOfNomads #NomadsOfIndia #Khakhal #Raval #Flood

No comments:

Post a Comment