Vishnubhai Devipujak narrating the whole episode of their water connection to Mittal Patel |
The Devipujak Community member showing the common tap to Mittal Patel that had been recently installed |
Since 2008, Vishnubhai Devipujak has been struggling to get #water_connection to his settlement. 40 families had been asked to vacate the space they were living on for years. The department had mowed down a bulldozer on half of the settlement during a mid-night drive. The intense efforts led to allotment of plots to 16 families who later constructed homes on it as well. Yes, they never received water connection to the settlement.
The #Vijapur #municipal corporation and Govindpura group panchayat kept refusing to our repeated appeals, stating they could not help because the area where the settlement is located does not belong to them. We kept arguing that the area is part of the town, city, state, country, so why not do the needful and supply water!! But our appeals fell on deaf years!!
The communication between 2008 to 2017 right from the #Collector to #Chief_Minister is a pile high stack of papers!! Eventually, the strict instructions by #Human_Rights_Commission resulted in installation of water pipeline to the settlement. Thank you to all those who chose to listen to these strict instructions and install water connection.
“At last, our efforts paid off. The attitude of officials was really depressing we had begun to feel that water might never reach the settlement. But, the consistent appeals done by the organization and all the running around that Tohidbhai did paid off. If it had not been for you all we would never acquire water connection in the settlement. Otherwise, who listens to the poor?
The community members were delighted to show me the common tap that had been recently installed. They also asked to pose for a picture with it!! How precious such simple things are to those who have never had access to it!!
પાણીની એક લાઈન વિજાપુર શહેરની વચ્ચોવચ રહેતા દેવીપૂજકોની વસાહતમાં લાવતા નવ વર્ષનો સમય લાગ્યો.. લો બોલો... શું કહેવું આને....
‘બેન વસાવટમોં પોણીની સુવિધા થાય ઈમ કરોન. ચો હુધી વેચાતુ પોણી લાબ્બાનું અન મું વેચાતુ પોણી લાઈ હકુ પણ બીજા કને એવા ફદિયા નહીં. તે તમે કોક કરોન. ઓમ તો ઘર બનાબ્બાના થ્યા તાર જ પોણી આલી દીધુ હોત તો ઘર બોંધવા વખતેય પોણીમોં નોખ્યા એ પૈસા ના નોખવા પડત...’
વિજાપુરમાં રહેતા વિષ્ણુભાઈ #દેવીપૂજક ની 2008થી પાણી માટે રાડ. વર્ષોથી જ્યાં રહેતા હતા તે જગ્યા પર ‘તમે #દબાણ કર્યું છે’ એમ કહીને 40 પરિવારોના ઘરો ઉપર અડધી રાતે બુલડોઝર ફેરવી દીધેલું. ખુબ મહેનત પછી સરકારે 16 પરિવારોને પ્લોટ ફાળવ્યા ને એના માથે ઘરોય બંધાયા. પણ ઘર બંધાયા પછીએ #પાણી ની #રામાયણ ઊભી જ હતી.
વિજાપુર #નગરપાલિકા અને ગોવિંદપુરા જુથ પંચાયત કહે, ‘આ વિસ્તાર અમારો નહીં.’ અમે કહીએ ભલે તમારો ના હોય પણ છે તો આ દેશનો, રાજ્યનો જ હિસ્સોને? પાણી આપો. પણ કોઈ સાંભળે નહીં.
એક થોક્કો જેટલા કાગળિયા 2008થી 2017 સુધી કલેક્ટર થી લઈને #મુખ્યમંત્રી શ્રીને લખ્યા. છેવટે #માનવ_અધિકાર_પંચની કડક સૂચનાથી હમણાં વસાહતમાં પાણી આવ્યું. માનવ અધિકાર પંચના ને ભલે ડરથીએ પણ જેમણે પાણી આપ્યું તે સૌનો આભાર...
વિષ્ણુભાઈ કહે, ‘ખરે બેન આપણે જે ધોડા કર્યા એ હવે લેખે લાગ્યા. વચમોં તો નેરાશ થઈ જ્યાતા અન કોઈ દાડો વસાહતમો પોણી નહીં આવ ઈમ મોનેલું પણ સંસ્થા(VSSM)એ કરેલી લખાપટ્ટી ને તોહીદભઈએ કરેલી ધોડાધોડી કોમ આઈ નકર અમન ગરીબોન ઓમ પોણી બોણી કોય ના મલ?’
વિજાપુર ગઈ ત્યારે પાણી માટે નાખેલો કોમન નળ આખી વસાહતના લોકોએ હરખથી બતાવ્યો ને એની સાથે અમારો ફોટો લો એમ કહ્યું ને લીધેલો ફોટો. સાથે વિષ્ણુભાઈએ બધી વાત કરી તે કેમેરામાં
#Devipoojak #HumanRights #ResidentialplotsfornomadicCommunity, #NomadsOfIndia #ConditionOfNomads, #MittalPatel #VSSM #Vijapur #humanrightcommission
No comments:
Post a Comment