Mittal Patel with Gajra ba |
"I got a paralytic attack. My face has got twisted. How will I sing Bhajans ? Whatever pain you want to give you can but just see that I am able to sing Bhajans in your praise till I die."
Gajraba from Village Chitrasar in Kheda District was for the first time asking some favour from the God. She became a widow at a very young age and raised six children single handedly. In Spite of all the difficulties she never asked for any favour from God. She never complained to Him. Her only wish was that God remain with her.
For the first time she prayed to God to help her recover from paralysis that struck her. God listened to her and she recovered.
Gajraba has lost five of her children in her lifetime. She is obviously very sad about it. One daughter is with her. However she faces great difficulties to get proper food. She doesn't like to ask anyone for help. Infact her self respect is such that if any hungry person comes to her, she will somehow manage to feed that person even if its the last grain in her storage. .
Such a lady unfortunately stays in a temporary shed. She desires a permanent home but she has no money for it. She never asked God about it. However God takes care of His disciples One day a brick layer came to her village. He asked Gajraba to take some broken bricks which were lying unused from which she could build her house.
Gajraba built a good home out of the bricks she had. She even decorated the house. She said it seemed Lord Ram had come to help her build the house.
Faith gives strength to a person to live life. When one meets Gajraba one can realise how true this statement is. Who would support Gajraba in her old age was a big question. She said "My God sent you" referring to me. With the help of all our donors like you we are able to give ration kit to Gajraba every month. Our associate Rajnibhai takes proper care of Gajraba.
Gajraba's story is extraordinarily inspirational. To know more about her one can see the YouTube link : https://www.youtube.com/watch?v=C5_IW1PxYf4
With the help from all of you we can support old & unsupported Parents and Grandparents with the ration kit. You can also be a part of this noble work by contributing towards the same. For this please call on 90999-36013 or contact us on whats app. Let Gajraba's God take care of all.
'આ લકવો આલ્યો, મારુ મુઢુ વોકુ થઈ જ્યું તે મુ તારુ ભજન ચમનું ગઈશ? બીજુ જે દુઃખ આલવું હોય એ આલ પણ તારુ ભજન તો મુ મરતા હુદી ગાયા કરુ એવું કોક કર...'
ખેડાના ચિત્રાસરના ખુબ અભાવમાં રહેતા ગજરાબાએ જિંદીગમાં પહેલીવાર ભગવાન પાસે કશુંક માંગ્યું. રહેવા સરખુ ઘર નહીં. ખુબ નાની ઉંમરે વિધવા થયેલા. છ સંતાનોને એમણે એકલે હાથે મોટા કર્યા છતાં ક્યારેય ભગવાન પાસે મને આવું આપજે, તેવું આપજે. આવું દુઃખ કેમ આપ્યું એવી કોઈ ફરિયાદ એમણે ક્યારેય કરી નહીં. બસ મારી સાથે રહેજે એ એક જ વાત ને એ જાણે રામને પ્રત્યક્ષ જુએ..
ગજરાબાને લકવો પડ્યો ને ભજન ગાવાનું બંધ થયું. ત્યારે પહેલીવાર ભજન ગાવા લકવો ઠીક કરવા પ્રાર્થના કરી ને ભગવાને એ પ્રાર્થના સાંભળી. એ લકવામાંથી બેઠા થઈ ગયા.
આવા ગજરાબાના પાંચ સંતાનો તેમની હાજરીમાં જ ગયા. એનું એમને ભારે દુઃખ. એક દિકરી એમની પાસે છે. પણ ખાવા પીવાની બાને ઘણી ઓશિયાળી. કોઈ પાસે માંગવું ગમે નહીં. અલબત કોઈ ભૂખ્યું એમના આંગણે આવે તો એને પાછા ભૂખ્યા જવા પણ ન દે..
દાણા ભરવાની કોઠીમાં પડેલા દાણા ખતમ થઈ જાય તો છેલ્લે પડેલા દાણા ઉસેડીને એ ભૂખ્યા જનને આપે.
આવી પરોપકારની ભાવના રાખનાર ગજરાબા છાપરાંમાં રહેતા. મનમાં ભાવના પાક્કા ઘરની ખરી પણ પૈસા નહીં પણ ભગવાન પાસે એમણે ઘર ન માંગ્યું.
જો કે ભગવાન ભક્તોનું ધ્યાન રાખે. એક દિવસ ગામમાં ઈંટવાડો કરેલા એક ભાઈ આવ્યા ને ગજરાબાને ઈંટોના ટુકડા ઈંટવાડામાં પડ્યા છે એ લઈ જવા કહ્યું જેથી ઘર થઈ શકે. ઈંટોના એ ટુકડાથી ગજરાબાએ ગાર માટીનું સરસ ઘર કર્યું. એમણે એને સરસ સજાવ્યું પણ ખરુ. બા કહે, જાણે મારો રામ ઈંટો ચણવા આવ્યો હોય એવું એ વખતે તો લાગેલું..
શ્રદ્ધા માણસને જીવાડે એ વાત ગજરાબાને મળીએ ત્યારે સો ટકાની લાગે. બાને ઘડપણની લાઠી કોણ બનશે એ પ્રશ્ન હતો ને બા કહે, મારા રામે તમને મોકલી આપ્યા. VSSM તમારા સૌ સ્વજનોની મદદથી બાને દર મહિને રાશન આપે. અમારા કાર્યકર રજનીભાઈ બાનું બરાબર ધ્યાન રાખે...
ગજરા બાની વાતો બહુ અદભુત આપણને પ્રેરણા આપે તેવી. એ વાતો સાંભળવા નીચીની વિગતે યુ ટ્યુબ પર જોઈ સાંભળી શકાય..
https://www.youtube.com/watch?v=C5_IW1PxYf4
આપ સૌ સ્વજનો થકી ગજરાબા જેવા નિરાધાર 600 બા -દાદાઓને આપણે રાશન આપીયે. તમે પણ આ સતકાર્યમાં સહભાગી બની શકો. એ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય...અથવા વોટસઅપ પણ કરી શકાય.
ગજરાનો રામ સૌના રખવાળા કરે તેવી અભ્યર્થના...
#MittalPatel #vssm #navgujratsamay #columinst #ram #rammandirayodhya
VSSM helps Gajraba with monthly ration kit |
Mittal Patel and others meets Gajraba in Kheda |
Gajara ba showers blessings to Mittal Patel |
Mittal Patel meets Gajra ba |
No comments:
Post a Comment