Sunday, February 18, 2024

VSSM's tree plantation programme is successful with remarkable participation of Dhanali village...

Mittal Patel with the younsters team of dhanali village

Dhanali village in Banaskantha District has a population of 2500. It's a lovely town and so are the youngsters of the village. In order that the wasteland of the village is not misused, they decided that they would plant trees there. However, to plant trees and nurture it is an expensive affair. They would have only a small portion of  the likely expense of Rs 40 lakhs.

To fund such a large expense they first thought of the Government's Forest Department and then they thought of VSSM. If the Forest Department could do the cleaning of land, fencing, and plant saplings after digging then major expense would be taken care of. Then the next step would be to think of how to provide for water. Approximately 20,000 trees to be planted would require a very large quantity of water. Independent borewell is required  For that the youngsters of the village, especially Dillipbhai & his friends, collected the funds. So borewell was done, water was available but to supply water to 20,000 trees with pipe was not possible.

VSSM with the help of Parikh Foundation - Mahendra Brothers managed to get drip irrigation done. With this the trees would grow well. 

The salary of the person taking care of the trees would be paid by the Forest Department. The area is very large and it requires a higher salary to be paid to the person. They requested VSSM to consider this. We will decide on that soon.  Most important was that the trees should grow & survive. 

The forest department of Banaskantha, with great interest, takes care of the entire site and the trees. In near future Dhanali would have a man-made forest. The credit for the same would go to Dillipbhai & other youngsters of  his team. The credit also goes to Mahendra Brothers through VSSM..

We have completed 166 forests but in many villages people complain more and work less. They do not show the same enthusiasm in taking care of the trees as they do when they call us. In that matter Dhanali is a different village. We wish that all villages show such strong determination.

We salute the determination of all who are instrumental in ensuring that work is successfully done.

Nature will bestow its blessings to the villagers of Dhanali for the wonderful work done.

ધનાલી 2500ની વસતિ ધરાવતું બનાસકાંઠાનું મજાનું પણ એનાથીયે મજાના ગામના યુવાનો..

પોતાના ગામની સરકારી ખરાબા અને ગૌચરની જગ્યામાં માણસો દબાણ  ન કરે એ માટે તેમણે આ જગ્યા પર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવી ઉછેરવાનો નિર્ણય કર્યો. પણ વૃક્ષો વાવી ઉછેરવા ખીસ્સામાં ફદિયા જોઈયે. એમની પાસેથી થોડા ઘણા નીકળે પણ ખર્ચો તો ચાલીસ લાખ આસપાસ થાય એમ હતો..

શું કરવુંની મથામણે પ્રથમ જંગલ વિભાગ યાદ આવ્યું ને બીજુ VSSM.

જગંલ વિભાગ જમીનની સફાઈ કરી, ફ્રેન્સીંગ, ખાડા અને વૃક્ષો વાવી આપે તો મોટો ખર્ચ નીકળી જાય. એ પછી વૃક્ષોનો બરાબર ઉછેર થાય તે માટે પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી તેનો વિચાર કર્યો. 

લગભગ 20,000 થી વધારે વૃક્ષો વવાવાના આમ પાણી પણ ખુબ જોઈએ. સ્વતંત્ર બોરવેલ કરવાનો વિચાર આવ્યો ને એ માટે ગામના યુવાનો ખાસ તો દિલીપભાઈ અને તેમના મિત્રોએ પૈસા ભેગા કર્યા. 

બોરવેલ થયો પાણીની સગવડ થઈ. હવે 20,000 થી વધારે વૃક્ષોને પાઈપથી પાણી આપવું અશક્ય. 

VSSMએ પરીખ ફાઉન્ડેશન- મહેન્દ્ર બ્રઘર્સની મદદથી ડ્રીપ કરી આપી. આમ વાવેલા વૃક્ષો બરાબર ઉછેરે.

વૃક્ષોના જતન માટે રાખેલા માણસને જંગલ વિભાગ વેતન આપે. પણ સાઈટ મોટી છે. હમણાં ગામે VSSM ને વૃક્ષ મિત્રને થોડુ વધારે વેતન આપવા વિનંતી કરી. એ પણ ઝટ કરી લઈશું. મૂળ તો વૃક્ષો ઉછરે એ માટે આ બધુ જ અગત્યનું..

બનાસકાંઠા જંગલ વિભાગની ટીમ ખુબ રસ પૂર્વક આખી સાઈટનું ધ્યાન રાખે. ભવિષ્યમાં ધનાલીમાં માનવ નિર્મીત મજાનું જંગલ થઈ જશે. જેનો શ્રેય ગામના યુવાન દીલીપભાઈ અને એમની ટીમ, જંગલ વિભાગ તેમજ VSSM થકી મહેન્દ્ર બ્રઘર્સને જાય.. 

અમે 166 ગ્રામવન કર્યા પણ ઘણા ગામોમાં લોકો કામની જગ્યાએ ફરિયાદ ખુબ કરે. જેટલા ઉમળકાથી અમને વૃક્ષો ઉછેરવા ગામમાં બોલાવે તેટલા ઉમળકાથી વાવેલા વૃક્ષોને ઉછેરવામાં મદદ ન કરે ત્યારે ધનાલી એ રીતે નોખુ ગામ..

આવી કટીબદ્ધતા દરેક ગામ દાખવે તે ઈચ્છનીય...

આ કાર્યમાં નિમિત્ત બનનનાર સૌની કટીબદ્ધતાને સલામ.. તમે કરેલા આ કામને લઈને પ્રકૃતિ રાજી થઈ છે એ નક્કી...

#MittalPatel #vssm #TreePlantation #TreeCare #વૃક્ષઉછેર



Mittal Patel discusses tree plantation

Mittal Patel visits dhanali tree plantation site

Mittal Patel discusses tree plantation


No comments:

Post a Comment