Sunday, January 24, 2016

The struggle of nomadic families for acquiring Ration Cards

The living conditions the Dafer survive in...
Since past one year, 27 nomadic families staying in Surendranagar district have been hopelessly trying to acquire ration cards, they must have made hundreds on rounds to the designated offices but all their efforts haven’t been fruitful. This inspite of the fact that there is a regulation issued by the authorities stating that when it comes to nomadic communities  that the Voter ID cards should be treated as the main and on;y document as identity proof. 
the applications for the Ration Cards
filed by VSSM


Similarly, 6 Dafer families in Limbdi block, 9 Dafer families  from Wadhvan’s Ngra and Dedadra villages are trying to acquire renewed separate ration cards and 12 Saraniyaa and Devipujak families staying gin Chotila are trying to get new ration cards. All these families have applied for the ration cards since last on year and still haven’t found success. One or the other reason is affecting their potential  to get a ration card. 

These, especially the Dafer,  are the communities that  rank as the most marginalised and poorest amongst the ‘Socially and educationally backward communities of Gujarat.’ The Dafer guard farm boundaries to earn living and if they aren’t hired as guards they work as daily wage earning manual labourers. Their economic condition is so pathetic that earning two meals a day is also a challenge. It wouldn’t be an over statement if we said that even the animals live in better  conditions than the Dafer. The Dafer face immense resistance from the villagers. No village is prepared to allow them settle in their village nor are they willing to issue any identity proof bearing their village address. Considering the challenges these communities face in procuring their citizenry documents the Chief Electoral Officer Ms. Anita Karwal put extra emphasis and ensured that the nomadic communities were allotted Voter ID cards without any identity proofs, hence during every campaign her office ensured that maximum possible nomadic individuals acquire Voter ID cards……It is because of such initiative and intervention that enables even the Dafer individuals acquire Voter ID cards otherwise there has not been a single instance in our state where we can find a Dafer settlement!! Hard to believe but thats the bitter truth…..!!!

the applications for the Ration
Cards filed by VSSM
 After continuous requests from VSSM,In a similar initiative, the Chief Secretary of Food and Civil Supplies Department passed a regulation of issuing ration cards to nomadic and de-notified families on the basis on Voter ID cards,  meaning treating the Voter ID cards as the only document as identity proof. Whenever VSSM helps prepare  applications it makes sure that each application is accompanied by a copy of this resolution, an affidavit that the family has no previous ration card or name in any ration card..

However inspite of taking care of all such nuances the officials of Surendranagar district are procrastinating the matter and not issuing the ration cards. 

When it comes to Vibhajit Ration Cards ( dividing original ration cards) the officials are asking for a proofs  that just cannot be procured. Like they are asking for a proof of name deleted from the maiden home of the applicants wife. How does one get  a evidence when her father had no ration card, so how does one have a name deletion evidence??? We have attached affidavits announcing that these women don’t have names in ration cards anywhere and yet that isn’t enough for the officials!!!  All they want is a proof !!!!

The sole purpose of the Ration Cards is to acquire food grains under the food security program for the poor and marginalised. The grains come from the government godowns and not the homes of officials.. that is how the authorities responsible to issue ration cards are behaving as if they had to spare grains from their storerooms.. We know the people we work with, we have worked with these communities for close to a decade, we have double checked the evidences provided, the officials are free to visit and cross check the evidences provided and yet they pronounce doubt on every step… 1 years, hundreds of rounds, wasting so many men hours on getting one document is sheer waste of resources. 

The poverty these families are surviving under is nothing less than absolute,  a visit to a dangaa/settlement will break all myths that the authorities hold!! In fact the families are entitled to Antyodaya or BPL ration cards. But that also shall not happen, they will be issued APL category 1 or 2 ration card.  It is evident that the authorities are trying  their level best to ensure that the people they are working for never visit their offices and demand their entitlements!!! The Mamlatdar has been repeatedly instructed by the District Collector and District  Civil Supplies Department but no one in the office of the Mamlatdar is prepared to pay attention to the matter.

We are now tired of making rounds, the families are uneducated and ignorant and hence can not go beyond certain offices without assistance. 

A couple of days back we have written to the Chief Minister of Gujarat asking her intervention in the matter. The need to write to the CM in such minor matter is a matter of shame. Our letter has been brought to the notice of the District Collector and  the Chief Secretary Civil Supplies Department. We are awaiting some positive action by the government. 

In the picture - Dafer dangaa/settlement  and the applications for the Ration Cards filed by VSSM..

વિચરતી જાતિનો રેશનકાર્ડ માટે સંઘર્ષ

વિચરતી જાતિના લોકોને મતદારકાર્ડના આધારે રેશનકાર્ડ આપવાનો ઠરાવ હોવા છતાં ૧ વર્ષ સુધી રેશનકાર્ડ આપવામાં આવતા નથી! ૧ વર્ષથી સુરેન્દ્રનગર જીલ્લામાં રહેતાં ૨૭ પરિવારોને રેશનકાર્ડ મળે એ માટે રજૂઆતો અને ધક્કા ખાઈ રહ્યાં છીએ પણ રેશનકાર્ડ મળતા નથી. 
લીમડી તાલુકાના લક્ષ્મીસરગામમાં રહેતાં ૬ ડફેર પરિવારોની નવા રેશનકાર્ડ માટેની, વઢવાણ તાલુકાના નગરા અને દેદાદરા ગામમાં રહેતાં ૯ ડફેર પરિવારોની વિભાજીત રેશનકાર્ડ માટેની અને ચોટીલામાં રહેતાં ૧૨ સરાણીયા અને દેવીપૂજક પરિવારોને નવા રેશનકાર્ડ મેળવવા માટે લગભગ એક વર્ષ પહેલાં અરજી કરી હતી પણ એકય બીજા બહાને આ કામમાં વિલંબ થઈ રહ્યો છે.
જે પરિવારોના રેશનકાર્ડ માટેની અરજી કરી છે એમાંના ડફેરની સ્થિતિ તો રાજ્યની ‘સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ’માંની તમામ જાતિમાં સૌથી વધારે ખરાબ છે. મોટાભાગે સીમ રખોપુ અને છૂટક મજૂરી કરીને જીવતી આ પ્રજાને હંમેશા બે ટંક જમવાનું મળે જ એવી સુરક્ષા મળી નથી. જાનવર કરતાં પણ ખરાબ હાલતમાં આ પરિવારો જીવે છે એમ કહીએ તો ચાલે. કોઈ ગામ એમને પોતાના ગામોમાં વસાવવા તૈયાર નહોતા ના એમના ગામના કોઈ આધાર આપવા રાજી. પણ મુખ્ય નિર્વાચન અધિકારી આદરણીય શ્રી અનીતાબેહેન કરવાલની મદદથી એમને મતદારકાર્ડ મળ્યા અને એ મળ્યા પછી કેટલાકના રેશનકાર્ડ પણ નીકળ્યા. બાકી આખા ગુજરાતમાં ડફેર સમુદાયની એક વસાહત બન્યાનું આજ સુધી થયું નથી આ કડવી વાસ્તવિકતા છે. ડફેર જેવા જ વિચરતી જાતિના લોકોને બહુ બધા પુરાવા વગર રેશનકાર્ડ ફાળવાય એ માટે અગ્ર સચિવ શ્રી અન્ન નાગરિક પુરવઠામાં રજૂઆત કરી અને એમણે આ જાતિઓની સ્થિતિ સમજી ફક્ત મતદારકાર્ડના આધારે રેશનકાર્ડ આપવાનો ઠરાવ કર્યો છે. અરજી સાથે આ ઠરાવ અને શક્ય પુરાવા અને કોઈ પણ જગ્યાએ રેશનકાર્ડમાં નામ ના ધરાવતાં અથવા રેશનકાર્ડ ના ધરાવતા હોવાનું સોગંદનામું રજૂ કરતા હોઈએ છીએ. છતાં સુરેન્દ્રનગર જીલ્લામાં કોણ જાણે કેમ અધિકારીઓ દ્વારા આ કામને ટાળવાનો પ્રત્યન થતો હોય એમ લાગે છે. 

વિભાજીત રેશનકાર્ડમાં પત્નીના નામ કમીના દાખલા લાવવા અધિકારી કહે છે અને એ ના હોય તો એનું પિયર જે તાલુકામાં હોય એ તાલુકાના મામલતદાર પાસેથી લખાવીને લાવો કે આ બહેનનું નામ આ તાલુકામાં ચાલતું નથી! કેવી વાહિયાત વાત અધિકારી દ્વારા થઇ રહી છે. જ્યાં બહેનનું પિયર છે એ પિયર કે એના પિતા પાસે રેશનકાર્ડ હોય તો નામ આવે અને નામ કમીના દાખલા આવે પણ એ નથી આ વાત કેટલીયે વાર કરી પણ એ સમજવા જ કોઈ તૈયાર નથી. બહેન કોઈ રેશનકાર્ડમાં નામ ધરાવતા નથી એવું સોગંદનામું કરી આપવા તૈયાર છે પણ એ નકારવામાં આવે છે એમણે તો બસ દાખલો જ જોઈએ છે!

રાજ્યમાં કોઈ ગરીબ વ્યક્તિને રેશનકાર્ડ ફક્ત રાશન માટે આપવામાં આવે છે એનો બીજો કોઈ હેતુ નથી એ વિગતો પણ રેશનકાર્ડમાં લખેલી જ હોય છે. છતાં જાણે અધિકારી દ્વારા એના ખિસ્સામાંથી અનાજ આપવાનું હોય એમ રેશનકાર્ડ આપવાની એન કેન પ્રકારે ના પાડવામાં આવે આ કેમ ચાલે? અમે આ જાતિઓ સાથે કામ કરીએ છીએ અને સત્યતા ચકાસીને જ કામ કરીએ છીએ વળી આ પરિવારોના તમામને અમે ઓળખીએ છીએ. 
રેશનકાર્ડ મેળવવા ૧ વર્ષ કરતાં વધારે સમય લાગે અને કેટલા ધક્કા? કેટલી અરજી? થાકી જવાય છે. વિચરતી જાતી અને અમને સૌને વહીવટીતંત્ર પરની શ્રદ્ધા ઉઠતી જાય છે. એક વખત રેશનકાર્ડની જેમણે અરજી કરી છે એમના ડંગામાં જઈ એ પરિવારો કેવી રીતે જીવે છે એ સમજવાની જરૂર છે કદાચ એ થશે તો કોઈ પ્રશ્ન જ નહિ રહે. વળી આ અરજી કર્યા પછી BPL કે અંત્યોદય રેશનકાર્ડ ખરેખર આ પરિવારોને મળવા જોઈએ પણ એ તો મળવાના નથી APL -૧ કે ૨ કેટેગરીના કાર્ડ આપવામાં પણ આવી કટકટ? કદાચ કંટાળીને વંચિતો કચેરીએ આવવાનું જ બંધ કરી દે.. 

વળી સંબધિત મામલતદાર શ્રીને જીલ્લા કલેકટર અને જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ અવાર નવાર પત્રો પાઠવ્યા છે છતાં સ્થાનિક મામલતદાર કચેરીમાં કોઈને એની ગંભીરતા જ નથી..

અહિયાથી ત્યાં અને ત્યાંથી અહિયાં અરજી કરીને અમે થાક્યા છીએ.. આ પરિવારો તો અભણ છે એમને તો શુ થઇ રહ્યું છે એની પણ ખબર નથી અને રેશનકાર્ડ જેવા મુદ્દા માટે રાજ્યના મુખ્ય મંત્રીને લખવું પડે એના જેવી શરમની વાત બીજી એકેય નથી. (બે દિવસ પહેલાં મુખ્યમંત્રી શ્રીને લખ્યું છે). મુખ્યમંત્રીના કાર્યાલયથી આપણી રજૂઆત અગ્રસચિવ – આન્ન નાગરિક પુરવઠા અને કલેકટર સુરેન્દ્રનગરને ફોરવર્ડ કરાઈ છે જોઈએ હવે શુ પગલાં લેવાય છે..

(૧) ડફેર પરિવારો જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે. 
(૨) vssm દ્વારા આ આ પરિવારોની રેશનકાર્ડ માટે કરવામાં આવેલી અરજી

No comments:

Post a Comment